Last Update : 04-July-2012,Wednesday

 
દિલ્હીની વાત
 

સંગમા અંગે જયલલિતાનો અલગ સૂર
નવી દિલ્હી, તા.૩
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પી.એ. સંગમાને ઓરિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને તમિળનાડુના મુખ્ય પ્રધાન જયલલિયાએ સંયુક્ત ટેકો જાહેર કર્યો હતો. પરંતુ પછી બંનેએ જુદા-જુદા રસ્તા અપનાવ્યા હતા. સંગમાના નામ સાથે નવીન પટનાયકને કોઈ વાંધો નથી જ્યારે જયલલિયા થોડા ડગમગુ છે. સંગમાના ટેકામાં નવીન પટનાયકે તાજેતરમાં ભુવનેશ્વર ખાતે લંચ અને મ્યુઝીકનો પ્રોગ્રામ રાખ્યો હતો. સંગમા આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા પરંતુ તેમના પુત્ર કોનાર્ડને મોકલ્યો હતો. પરંતુ નવીનના ટેકેદારોને તેથી આશ્ચર્ય થયું છે તે કહે છે કે ચૂંટણી પરિણામો બહાર આવ્યા પછી આવી ઉજવણી નહીં થાય... આ વાતથી જોવા મળે છે કે બીજેડીમાં સંગમા બાબતે કેવો મૂડ છે...
સંગ્માની સુગ
જયલલિયાને સંગમામાં રસ નહીં હોવાનું છેલ્લા સાત દિવસથી દેખાઈ રહ્યું છે. સંગમાને ચૂંટણી લડવાનો કોઈ અર્થ નથી એમ જયલલિયાને લાગવા માડયું છે. સૂત્રો જણાવે છે કે ગયા અઠવાડીયે ભાજપના નેતા અડવાણી અને જયલલિયા વચ્ચે ફોન પર વાત થઈ હતી. જેના કારણે એવી વાતો વહેતી થઈ હતી કે જયલલિયા ઈચ્છે છે કે સંગમા રાષ્ટ્રપતિપદના જંગમાંથી ખસી ગયા. પરંતુ અડવાણીએ કહ્યું હતું કે એમ કરવાથી વિરોધપક્ષોનું મોરલ તૂટી જાય...
સંગમા વિરૃધ્ધ સંગમા
એનડીએના ઉમેદવાર પી.એ. સંગમા ભલે આદિવાસી કાર્ડ રમતા હોય પરંતુ તેમને ચિંતા એ વાતની છે કે મેઘાલયના મુખ્ય પ્રધાન મુકુલ સંગમા, પી.એ. સંગમાના આદિવાસી કાર્ડ અંગે વાંધો ઉઠાવ્યો છે. ગઈકાલે પ્રેસ કલબ ખાતેની વાતચીત દરમ્યાન મુકુલ સંગમાએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિનો હોદ્દા પર જ્યારે જંગ હોય ત્યારે ક્રાંતિ, સમાજ કે રાજ્યની ઓળખ આપવી એ યોગ્ય નથી. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે પી.એ. સંગમાએ તેમના મતવિસ્તારમાં પણ કોઈ ખાસ કામ નથી કર્યું.
ક્રોસ વોટીંગનું ટેન્શન
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં આ વખતે ક્રોસ વોટીંગનો ડર સતાવી રહ્યો છે. ક્રોસ વોટીંગનો ડર તૃષમુલ કોંગ્રેસ અને ભાજપના નેતાઓને સતાવી રહ્યો છે. ભાજપના કેટલાક નેતાઓએ દાદાને અભિનંદન આપ્યો છે. તેઓ જણાવે છે કે જો સંગમા હારવાના જ છે તો પછી તેમને વોટ શા માટે આપવા ? જ્યારે દાદા અમને મળે છે ત્યારે અમારા નામથી બોલાવે છે જ્યારે સંગમા લાંબા સમયથી મુખ્ય પ્રવાહથી દુર થઈ ગયા છે, તે તો ઠીક પણ તે અમને ઓળખતા પણ નથી એમ ભાજપના નેતાઓ માને છે.
પવાર નાણા પ્રધાન બનત
યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પ્રણવની સામે સંગમાએ પણ ઉમેદવારી નોંધાવતા એનસીપીએ તેમ ની હકાલપટ્ટી કરી હતી. આ પગલું ભરાતા કૃષિ પ્રધાન અને એનસીપી નેતા શરદ પવાર ૧૭, જનપથ (સોનિયા ગાંધી)ની વધુ નજીક આવ્યા છે. આ સ્થિતિની એવી સંભાવના વહેતી થઈ છે કે પ્રણવની જગ્યાએ નાણા પ્રધાન તરીકે પવારને પણ મુકાય. જોકે શરદ પવારના ચાન્સ મંદ પડી ગયા છે કેમ કે અણ્ણા હજારેની ટીમે સ્પેકટ્રમ કૌભાંડના પગલે પવારનું રાજીનામું માગ્યું છે.
EGOMના ચેરમેન પદે પ્રણવ બાદ શરદ પવારને મુકાયા હતા.
૧૯ જુલાઈ સુધી જૈસે-થે
ટોચના સૂત્રોએ જણાવ્યું છે કે જ્યાં સુધી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં થાય ત્યાં સુધી એટલે કે ૧૯ જુલાઈ સુધી સરકારના મોટા ભાગના કામો જૈસે-થે ની સ્થિતિમાં રહેશે, કોઈપણ રાજકીય નિર્ણયો લેવાશે નહીં. ૧૯ જુલાઈ પછી લેવાનારા મહત્વના નિર્ણયોનું શરૃઆતનું કામ હાથ પર લઈ શકાશે. કોંગ્રેસના નેતા જણાવે છે કે વડાપ્રધાને તેમનું કૌવત બતાવવું પડશે નહીંતર 'બ્રાન્ડ મનમોહન'ને વધુ એક ફટકો પડશે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved