Last Update : 04-July-2012,Wednesday

 
 

સેહવાગ અને ઝહીર ફિટનેસ સાથે પુનરાગમન કરવા તૈયાર
આજે શ્રીલંકા પ્રવાસ માટેની ભારતીય વન ડે ટીમની જાહેરાત

૨૧મી જુલાઇથી શ્રેણીનો પ્રારંભ થશે
જો તેંડુલકર ખસી જાય તો રહાનેના સમાવેશની શક્યતા

મુંબઇ,તા.૩
ભારતીય ડેશિંગ ઓપનર સેહવાગ અને ઝંઝાવાતી ફાસ્ટ બોલર ઝહીર ખાન ફિટનેસ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરવા માટે તૈયાર છે. બીસીસીઆઇની પસંદગી સમિતિની બેઠક આવતીકાલે મુંબઇમાં યોજાશે, જેમાં તેઓ આગામી શ્રીલંકા પ્રવાસ માટેની ભારતીય વન ડે ટીમની પસંદગી કરશે. ઝહીર અને સેહવાગને ઇજાના કારણોસર એશિયા કપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નહતા.જો કે હવે તેમણે ફિટનેસ મેળવી લીધી છે અને તેઓનું પુનરાગમન લગભગ નક્કી મનાય છે. શ્રીલંકા અને પ્રવાસી ભારત વચ્ચે ૨૧મી જુલાઇથી ૪ ઓગસ્ટ દરમિયાન પાંચ વન ડેની શ્રેણી રમાશે અને ત્યાર બાદ ૭ ઓગસ્ટે એકમાત્ર ટી-૨૦ મેચ રમાશે.
માર્ચમાં બાંગ્લાદેશ ખાતે રમાયેલા એશિયા કપમાં સેહવાગ, ઝહીરની સાથે ફાસ્ટ બોલર ઉમેશ યાદવને પણ એશિયા કપની ટીમમાં ફિટનેસના કારણોસર તક અપાઇ નહતી. તેઓ સાઉથ આફ્રિકામાં રમાયેલી ટ્વેન્ટી-૨૦માં પણ રમ્યા નહતા, જે પછી ભારતીય ટીમ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમવા માટે જઇ રહ્યું છે. આ ત્રણેય ખેલાડીઓના પુનરાગમનને કારણે પસંદગીકારો એશિયા કપમાં તેમજ સાઉથ આફ્રિકા સામેની એકમાત્ર ટ્વેન્ટી-૨૦ હારનારી ટીમમાં ફેરફારો કરશે તેમ મનાય છે. એશિયા કપમાં ભારતનો દેખાવ કંગાળ રહ્યો હતો, જે પછી સાઉથ આફ્રિકા સામેની એકમાત્ર ટ્વેન્ટી-૨૦માં પણ ભારત ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે હાર્યું હતુ.
સેહવાગના પુનરાગમનને કારણે મીડલ ઓર્ડરના કોઇ બેટ્સમેનને પડતો મુકવામાં આવશે તેમ મનાય છે અને પસંદગીકારો બંગાળના બેટ્સમેન મનોજ તિવારીને બહાર કરીને સેહવાગ માટે જગ્યા કરશે તેમ મનાય છે. શ્રીલંકા સામેની શ્રેણીમાં તેંડુલકર રમશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. તેંડુલકરે કારકિર્દીની ઐતિહાસિક ૧૦૦મી સદી ફટકારવાની સિધ્ધિ એશિયા કપમાં બાંગ્લાદેશ સામે નોંધાવી હતી. જે પછી તે હવે શ્રીલંકા સામે રમવા તૈયાર થશે કે નહીં તે અંગે અનિશ્ચિતા છે. પસંદગી સમિતિના સૂત્રોએ જણાવ્યું કે, પસંદગી સમિતિની બેઠક બોર્ડના સચિવ જગદાલે ખેલાડીઓની ફિટનેસ અને ઉપલબ્ધતા અંગે રિપોર્ટ રજુ કરશે, તેના આધારે ટીમ નક્કી થશે. જો તેંડુલકર આ શ્રેણીમાં રમવા માટે તૈયાર નહીં થાય તો તેના સ્થાને મુંબઇના યુવા બેટ્સમેન એ.રહાનેને પસંદ કરવામાં આવી શકે છે.
છેલ્લા કેટલાક સમયથી સાવ એક તરફ કરી દેવાયેલા ઓફ સ્પિનર હરભજનને ફરી વખત ટીમમાં સામેલ કરવામાં આવશે કે કેમ તે અંગે નક્કી નથીે. શ્રીલંકાની સ્પિનરોને યારી આપે તેવી પીચો પર ભારતીય પસંદગીકારો હરભજનને ઉતારી શકે છે.આઇપીએલમાં ખાસ પ્રભાવ ન પાડી શકનારા અશ્વિનને પણ તક અપાઇ શકાય છે.
ફાસ્ટ બોલિંગ આક્રમણમાં ઝહીર અને યાદવના પુનરાગમનને કારણે વિનય કુમાર, પ્રવિણ કુમાર, ડિન્ડા અને ઇરફાન પઠાણમાંથી બે ને પોતાનું સ્થાન છોડવું પડશે. તાજેતરમાં ઇન્ડિયા-એ ટીમની સાથે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જનારા બે પસંદગીકારો સુરેન્દ્ર ભાવે અને નરેન્દ્ર હિરવાણી કેટલાક યુવા ચહેરાઓને ટીમમાં સ્થાન અપાવશે તેમ મનાય છે. ટેસ્ટ પ્લેયર તરીકેની છબી ધરાવતા ચેતેશ્વર પુજારાએ વિન્ડિઝ પ્રવાસમાં વન ડેમાં નોંધાપાત્ર દેખાવ કર્યો છે. આ ઉપરાંત ૨૫ વર્ષીય ઓલરાઉન્ડર જલજ સક્સેના, મીડિયમ પેસર બી.કુમારને પણ ટીમ ઇન્ડિયાનો સરપ્રાઇઝ કોલ મળી શકે છે.

ભારત-શ્રીલંકા શ્રેણી

તારીખ   મેચ   સ્થળ

જુલાઇ

૨૧ પ્રથમ વન-ડે હમ્બાનટોટા

૨૪ બીજી વન-ડે હમ્બાનટોટા

૨૮ ત્રીજી વન-ડે કોલંબો

૩૧ ચોથી વન-ડે કોલંબો

ઓગસ્ટ

૪ પાંચમી વન-ડે પાલેકલ

૭  ટ્વેન્ટી-૨૦ પાલેકલ


બધી વનડે બપોરે ૨-૩૦થી અને ટી-૨૦ સાંજે ૭થી

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved