Last Update : 04-July-2012,Wednesday

 
અમેરિકાના સૌથી મોટા દવા કૌભાંડમાં ગ્લેકસો સ્મિથને ત્રણ અબજ ડોલરનો દંડ

તબીબોને લાંચ આપી મોટા પાયે પ્રિસ્ક્રિપ્શન અપાવ્યાં

વોશિંગ્ટન, તા. ૩
વિશ્વની ટોચની હેલ્થકેર અને દવા કંપનીમાં સ્થાન પામેલી ગ્લેક્સોસ્મિથ કેલાઇને (જીએસકે) બે દવાઓને તેના અમાન્ય ઉપયોગ માટે રજૂ કરવા બદલ ત્રણ અબજ ડોલર ચૂકવવા પડશે. અમેરિકાનું આ સૌથી મોટું દવા કૌભાંડ ગણાય છે. આ કૌભાંડના 'સેટલમેન્ટ' માટે ચૂકવવાના થતા ત્રણ અબજ ડૉલર પણ આ પ્રકારની અભૂતપૂર્વ રકમ છે. આ ઉપરાંત કંપની ડાયાબિટિસની એક દવાને લગતો 'સેફટી ડેટા' પણ ફૂડ અને ડ્રગ વિભાગને આપવામાં નિષ્ફળ ગઇ હતી. કંપનીએ કૌભાંડમાં તબીબોને પણ લાંચ આપી હતી.
જીએસકેને ચૂકવવાની થતા આ મસમોટી રકમમાં ફોજદારી અપરાધ માટેના દંડ અને નાગરિક સમાધાનની રકમનો સમાવેશ થાય છે. આ કેસમાં પાક્સિલ, વેલ્બટ્રિન, એવાન્ડિયા અને એડવાયર સહિતની ૧૦ દવાઓ સામેલ છે.
અમેરિકાના નાયબ એટર્ની જનરલ જેમ્સ કોલે જણાવ્યું હતું કે આ સમાધાન (સેટલમેન્ટ) અમેરિકાના ઈતિહાસમાં અભૂતપૂર્વ છે. કંપનીએ પાક્સિલ અને વેલ્બટ્રિનને બાળકોની સારવાર સહિતના સામાન્ય ઉપયોગ માટે પ્રોત્સાહન આપવાનું કબુલ્યું છે. આ ગેરકાયદે 'પ્રેકટિસ'ને ઓફલેબલ માર્કેટીંગ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કંપનીએ વિગતો દબાવી રાખ્યાના અને એવાન્ડિયા નામની ડાયાબિટિસની દવાને લગતા સમર્થન વગરના સલામતી દાવા કર્યાના આરોપો પણ સ્વીકાર્યા છે. અસ્થમા માટેની દવા એડવાયરને પ્રોત્સાહન આપવા બદલ ચૂકવવાની થતી રકમ અંગે પણ કંપની સહમત થઇ છે.
આ ઉપરાંત કંપની તબીબોને લાંચ આપવાના અપરાધમાં પણ દોષિત સાબિત થઇ છે.
અમેરિકી એટર્ની કાર્મિન ઓર્ટિઝે જણાવ્યું હતું કે જીએસકેની દવાઓ સૂચવવા બદલ તબીબોને લાંચ અપાતી હતી. કંપની તબીબોને હેવાઇયન વેેેકેશન, પ્રવાસો અને મેડોનાના કોનસર્ટની ટિકિટ સહિતનો પ્રલોભનો (લાંચ) આપતી હતી.
સમાધાનના ભાગરૃપે કંપનીએ પાંચ વર્ષ સુધી સરકારની દેખરેખ હેઠળ રહેવાનું સ્વીકાર્યું છે અને દોષિત કર્મચારીઓને ઘરભેગા પણ કરી દીધા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved