Last Update : 04-July-2012,Wednesday

 

ડોલર સામે રૃપિયામાં દાયકાનો એક દિવસીય ચોથો મોટો ઊછાળો

રૃપિયાના ઉછાળા અને વરસાદ આવતાં ફુગાવા પર લગામ લાગશે

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૩
મુંબઈના ફોરેક્સ માર્કેટમાં આજે ડોલરના ભાવોમાં ઝડપી ઘટાડો આગળ વધતાં રૃપિયો વિજેતા બનીને બહાર આવ્યો હતો. વડાપ્રધાન મનમોહન સિંહે નાણાંખાતાનો ભાર ઉપાડયા પછી રૃપિયો સતત મજબૂત બન્યો છે. આજે ડોલરનાભાવો ૧૦૫ પૈસા ઘટી જતાં રૃપિયો દોઢ મહિનાની નવી ઉંચી ટોચને આંબી ગયો હતો.
ડોલરના ભાવો આજે રૃ.૫૫.૪૩ વાળા રૃ.૫૫.૩૫ ખુલ્યા પછી એક તબક્કે વધી રૃ.૫૫.૪૪ રહ્યા પછી ઝડપથી તૂટતા રહી રૃ.૫૫ની સપાટીની અંદર ઉતરી નીચામાં રૃ.૫૪.૩૫ સુધી આવી છેલ્લે બંધ રૃ.૫૪.૩૮ રહ્યા હતા.
ડોલરના ભાવો આજે રૃપિયા સામે ૧.૮૯ ટકા ઘટયા હતા જયારે રૃપિયામાં એક દિવસીય ધોરણે ગણતાં છેલ્લા ૧૦ વર્ષનો ચોથો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.
દેશમાં શેરબજારોમાં સુધારાનો પવન ફૂંકાતા તેમ જ વરસાદનો ફરી આરંભ થતાં અર્થતંત્રમાં ગતિ આવવાની શક્યતા વચ્ચે ઘરઆંગણે ડોલરમાં નિકાસકારો ઉંચા ભાવોએ વેચવાનું પસંદસ કરી રહ્યા હોવાનું ફોરેક્સ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. યુરોપીયન સેન્ટ્રલ બેંક તથા બેંક ઓફ ઈંગ્લેન્ડની હવે પછી મળનારી મિટિંગો પૂર્વે વિશ્વ બજારમાં યુરોના ભાવો મજબૂત થતાં ડોલરના ભાવો દબાણ હેઠળ રહ્યા હતા અને તેના છાંટા ઘરઆંગણે પણ ઉડતા રહ્યા છે. જી-સેક સિક્યોરિટીઝ (સરકારી બોન્ડ)માં દરિયાપારના રોકાણની વધેલી ટોચ મર્યાદા પછી જી-સેકના બુધવારે થનારા ઓકશન પૂર્વે રૃપિયો મજબૂત બનતાં સારા સંકેતો સાંપડયા છે.
રૃપિયા સામે તાજેતરમાં જૂન મહિનામાં ડોલરના ભાવો જે રેકોર્ડ સપાટીએ પહોંચ્યા હતા ત્યાંથી ટૂંકાગાળામાં રૃ.૨.૫૦થી ૩.૦૦ તૂટયા છે. ફોરવર્ડ ડોલરના પ્રીમિયમોમાં પણ પીછેહઠ દેખાઈ છે.
ડોલર ઉપરાંત આજે રૃપિયા સામે પાઉન્ડના ભાવો પણ રૃ.૮૬.૮૬ વાળા ઘટી રૃ.૮૫.૩૧ તથા યુરોના ભાવો રૃ.૬૯.૯૦ વાળા રૃ.૬૮.૪૬ બોલાયા હતા. જાપાનના યેન (૧૦૦) નાં ભાવો પણ રૃ.૬૯.૫૩ વાળા તૂટી રૃ.૬૮.૧૫ બોલાઈ ગયા હતા. ડોલર તૂટી જતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવશે એ જોતાં ઘરઆંગણે ફુગાવો તથા મોંઘવારી કાબૂમાં આવશે એવી આશા જાણકારો બતાવતા હતા. એક બાજુ વરસાદ ફરી શરૃ થયો છે ત્યારે બીજી બાજુ ડોલરના ભાવો તૂટતાં ફુગાવો નીચો આવશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved