Last Update : 04-July-2012,Wednesday

 

રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં
વાજપેયી કલામને કેબિનેટમાં પ્રધાન બનાવવા માંગતા હતા

'ટર્નિંગ પોઇન્ટ'માં વડાપ્રધાન નરસિંહ રાવને દીર્ઘદ્રષ્ટા બનાવ્યા

નવી દિલ્હી, તા. ૩
ૂભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના પુસ્તક 'ટર્નિંગ પોઈન્ટસ ઃ અ જર્ની થુ્ર ચેલેન્જિસ'માં કરાયેલા ખુલાસા અને તેમાં સામેલ વિગતોએ આજકાલ રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચા જગાવી છે. આ પુસ્તકમાં લખયું છે કે ૧૯૯૮માં એનડીએ સરકારના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કલામને પ્રધાનમંડળમાં સામેલ કરવા માંગતા હતા પણ આ પ્રસ્તાવ કલામે સ્વીકાર્યો નહોતો. જોકે ચાર વર્ષ બાદ ૨૦૦૨માં કલામે દેશનું સર્વોચ્ચ પદ સંભાળ્યું હતું.
કલામે પુસ્તકમાં જણાવ્યું છે કે કેબિનેટનો દરજ્જો ન સ્વીકારવાથી તેઓ દેશ માટેના બે મોટા કાર્યક્રમોમાં પોતાનો ફાળો આપી શક્યા હતા. કલામ તે સમયે ડીઆરડીઓ (ડીફેન્સ એન્ડ રીસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના વડા હતા અને પ્રધાન પદનો પ્રસ્તાવ રજૂ કરતો વાજપેયીનો ફોન તેમને ૧૫મી માર્ચ, ૧૯૯૮ની મધરાત્રે આવ્યો હતો. કલામે લખ્યું છે કે ''વાજપેયી તે સમયે પ્રધાનોની યાદીને અંતિમ સ્વરૃપ આપી રહ્યા હતા અને તેઓ મને પ્રધાનમંડળમાં લેવા માગતા હતા. મેં કહ્યું કે મને વિચારવા માટે થોડો સમય આપો અને વાજપેયીએ બીજા દિવસે સવારે ૯ કલાકે મળવાનું કહ્યું હતું.''
કલામે તે દિવસે વહેલી સવારે ૩ વાગ્યા સુધી મિત્રો સાથે કેબિનેટમાં જવું કે કેમ તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં સામાન્ય મત એવો રજૂ થયો હતો કે દેશ માટે અતિ મહત્ત્વના બે કાર્યક્રમો હાલ અંતિમ તબક્કામાં છે અને કલામ સંપૂર્ણપણે સામેલ હોવાથી તેમણે આ મિશન છોડીને રાજકારણમાં જવું જોઈએ નહીં. આ બે કાર્યક્રમોમાં અગ્નિ મિસાઈલ પ્રણાલી અને પરમાણુ પરીક્ષણનો સમાવેશ થતો હતો.
કલામે વાજપેયીને જણાવ્યું હતું કે ''મને એવું લાગ્યું કે આ બે મિશનને સંપૂર્ણ સમય ફાળવીને હું દેશને કંઈક વધુ આપી શકીશ. તેથી મને આગળ વધવાની પરવાનગી આપો.'' વાજપેયીએ કલામની લાગણીઓની સરાહના કરીને તેમને મિશન આગળ વધારવા કહ્યું હતું. કલામ અંતે ૧૯૯૯ના નવેમ્બર મહિનામાં ભારત સરકારના પ્રિન્સિપાલ સાયન્ટિફિક એવડાઈઝર બન્યા અને તેઓ કેબિનેટ કક્ષાના આ પદે ૨૦૦૧ના નવેમ્બર મહિના સુધી રહ્યા હતાં.’ તમિલનાડુના રાજ્યપાલે કલામને મદ્રાસ યુનિ.ના ઉપકુલપતિ બનવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. જો કે તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવે તેમને વૈજ્ઞાાનિક સલાહકાર તરીકે યથાવત્ રહેવા કહ્યું હતું. કલામે રાવ 'દીર્ઘદ્રષ્ટા' હોવાનું પણ આ પુસ્તકમાં જણાવ્યું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved