Last Update : 04-July-2012,Wednesday

 

વિકાસ ભંડોળમાંથી ૮૦ કરોડની ખેરાત
ઉ.પ્રદેશમાં ધારાસભ્યોને ૨૦ લાખની કાર

રાજ્યની આર્થિક પરિસ્થિતિ ખરાબ ઃ કેન્દ્ર પાસે દયાની ભીખ છતાં અખિલેશની લ્હાણી

(પી.ટી.આઈ.) લખનૌ, તા.૩
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે એક વિવાદાસ્પદ જાહેરાત કરી છે. રાજ્યના ધારાસભ્યો તેમના વિસ્તારના વિકાસ માટે ફાળવવામાં આવતા નાણાંમાથી ૨૦ લાખ રૃા. સુધીની કોઈપણ મોટર ખરીદી શકશે. અને તેમની મુદત પુરી થતાં પાંચ વર્ષને અંતે ઘસારા બાદ જે કિંમત ગણાતી હોય તે જમા કરાવીને તે વાહન રાખવા માંગતા હોય તો રાખી શકશે. અખિલેશના આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર ૮૦ કરોડનો બોજો પડશે. એક તરફ, ઉત્તર પ્રદેશની સપા સરકાર રાજ્યની ખરાબ હાલતના બહાને કેન્દ્ર સરકાર પાસે પેકેજ માગી રહી છે ત્યારે આવી લહાણી કેટલી ઉચિત તે પ્રશ્ન જાગ્યો છે.
આ જાહેરાત કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે 'આર્થિક સંકડામણ હોવા છતાં પાર્ટી (સ.પા.) એ ચૂંટણી ઢંઢેરામાં જે કોઈ વચન આપ્યા હતા તે તમામ પાળ્યા છે. ધારાસભ્યો તેમના વિસ્તાર વિકાસ માટેના ફંડમાંથી વાહન ખરીદી શકશે. મુદત પૂર્ણ થતાં તેઓ વાહન ઘટેલું મૂલ્ય ભરીને રાખી શકશે અથવા સરકારને જમા કરાવી શકશે. આનાથી જે ધારા સભ્યો પાસે વાહન ખરીદવા પૈસા નથી તેઓ વાહન ખરીદી શકશે.
તેમણે ધારસભ્યોને વિકાસ માટે ફાળવવામાં આવતા નાણામાં પણ ૨૫ લાખનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આમ હવે પ્રત્યેક ધારાસભ્યને ૧.૨૫ કરોડને બદલે ૧.૫૦ કરોડ તેમના વિસ્તારના વિકાસ કાર્ય માટે પ્રતિવર્ષ ફાળવવામાં આવશે ઉત્તર પ્રદેશમાં ૪૦૩ ધારાસભ્યો છે. જો પ્રત્યેક ધારા સભ્ય આ પ્રકારે વાહન ખરીદે તો તેનાથી રાજ્યની તિજોરી પર ૮૦ કરોડ રૃા. જેવો બોજો આવી શકે છે.
જોકે ઉત્તર પ્રદેશ સરકારનો દાવો છે કે પૂર્વ માયાવતી સરકાર અને બ.સ.પા.એ રાજ્યની આર્થિક હાલત ખરાબ કરી દીધેલી છે. આ રજુઆત હેઠળ મુલાયમ સિંહ તેમજ અખીલેશ યાદવે કેન્દ્ર સરકાર પાસેથી રાહત પેકેજની પણ માગણી કરેલી છે. જોકે વિપક્ષ ભાજપ, કોંગ્રેસ, બસપાએ આ પ્રસ્તાવનો તત્કાલ વિરોધ કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના પગલાથી પ્રજામાં ખોટો સંદેશ જશે. ભાજપના હુકમસિંહે જણાવ્યું હતું કે આ નિર્ણય દરેક ધારાસભ્યના મતક્ષેત્રમાં સારો સંદેશ નહી મોકલે. ધારા સભ્યો પોતાને ખર્ચે વાહન ખરીદે તો પણ લોકો પ્રજાના નાણાંથી વાહન ખરીદાયાનું માનતા હોય છે. તો આ પ્રકારની છુટથી તો સ્થિતિ બગડશે. અમારા ધારાસભ્યો આ પ્રકારે વાહન ખરીદશે નહી. તેમ તેમણે સ્પષ્ટતા કરી હતી. બસપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ પણ તેવી જ રજુઆત કરતા ઉમેર્યું હતું કે આ તો ઘારાસભ્યોને વાહનો ખરીદવાની વ્યવસ્થા કરવા લેવાયેલું પગલું છે. તેમણે પણ બસપાના ધારાસભ્યો તેમને અપાયેલી આ છુટ હેઠળ વાહનો નહી ખરીદે તેમ ઉમેર્યું હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved