Last Update : 04-July-2012,Wednesday

 

'કલગી'ની ટેલીફોનિક સુચનાથી આખું તંત્ર ૮૦થી ૧૦૦ માણસો ચલાવતા
'કલગી'ના જુગારખાનામાં પોલીસને પણ ચક્કર ખવડાવે તેવું આયોજન

રિસોર્ટના પાર્કિંગમાં પૈસા ચૂકવાયાનો ફોન આવે પછી કિચનમાંથી જુગારના ટોકન અપાયઃ કારમાં લાખો રૃપિયા ક્યાં લઈ જવાતા?

અમદાવાદ, મંગળવાર
અમદાવાદના મધ્યમાં સુદામા રિસોર્ટમાં છેલ્લા પંદર-પંદર વર્ષથી ચાલતા 'કલગી'ના જુગારખાનાની જાણકારી હોવા છતાં પોલીસને સફળતા શા માટે ન મળી? આ સવાલનો જવાબ શોધતી પોલીસ કલગીના જુગારખાનાનું આયોજન જાણીને ચક્કર ખાઈ ગઈ છે. મહેન્દ્ર પટેલ ઉર્ફે મુખી ઉર્ફે કલગીના સુદામા રિસોર્ટમાં ચાલતા જુગારખાનાનું સંચાલન તેનો ભાગીદાર દિનેશ ઠક્કર ઉર્ફે કલગી કરતો હતો. 'કલગી'ની ટેલીફોનિક સુચના ઉપર તેના માણસો દરરોજની લાખો રૃપિયાની હારજીતનું તંત્ર ચલાવતા હતા. પૈસા અલગ જગ્યાએ વસૂલાય, ટોકન બીજા સ્થળે અપાય, પૈસા તૂરત ત્રીજા સ્થળે જતા રહે અને ત્યાંથી કારમાં આવીને ભેદી શખ્સો લાખો રૃપિયા કોઈ અજ્ઞાાત સ્થળે લઈ જાય. અનેક ઘર-પરિવાર બરબાદ કરનાર 'કલગી'ના જુગારખાનાના મજબૂત તંત્રને ભેદવાનું કામ પોલીસ માટે આસાન જણાતું નથી.
ગત શુક્રવારે રાતે ઝોન-૧ ડી.સી.પી. અને ટીમે પાડેલા દરોડા દરમ્યાન સુદામા રિસોર્ટ અને કલગી હાઉસમાંથી ૧૮ લાખની રોકડ અને ૩૨ લાખના ડી.ડી.-ચેક સહીત સવા કરોડના મુદ્દામાલ સાથે ૧૪૫ કર્મચારી, જુગારીઓ પકડાયાં હતાં. અમદાવાદમાં ગુજરાતના સૌથી મોટા અને સલામત ગણાતા ગેરકાયદેસર જુગારખાના ઉપર પાડવામાં આવલા દરોડા પછી એવો સવાલ ઉભો થયો હતો કે, પોલીસ જાણતી હોવા છતાં ૧૫-૧૫ વર્ષથી આ જુગારખાનું કઈ રીતે ચાલતું રહ્યું. આ જુગારખાનું ચાર દિવસથી ફરી ધમધમતું થયું નથી તેથી 'કલગી' ખૌફ હટવા લાગ્યો છે અને 'અંદર'ની વિગતો બહાર આવી રહી છે. વિશ્વસસ્ત સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો મુજબ, કલગીના જુગારખાનામાં 'કટ ઓફ' સિસ્ટમથી કામગીરી થતી હતી કે જેથી પોલીસ સુદામા રિસોર્ટમાં દરોડો પાડે તો પણ કલગી હાઉસ સુધી પહોંચી ન શકે.
કોઈપણ મેમ્મર કે ગેસ્ટ જુગાર રમવા માટે સુદામા રિસોર્ટ પહોંચે ત્યારે પાર્કિંગમાં જ રમેશ નામનો શખ્સ જુગાર રમવા માટેની રકમ જમા લઈ લેતો હતો. રમેશ ટેલીફોનિક સૂચના આપે એટલે જુગારી રસોડાના કાઉન્ટર ઉપર પહોંચે ત્યાં નિશ્ચિત રકમના ટોકન આપી દેવામાં આવતા હતા. બીજી તરફ, પાર્કિંગમાંથી જ 'કલગી'ના નાસી છૂટેલા વિશ્વાસુ રમેશ પ્રજાપતિના ભરોસાપાત્ર માણસો થોડા-થોડા સમયે લાખો રૃપિયાની રકમ માંડ પાંચ મિનિટના અંતરે આવેલા કલગી હાઉસ (કલગી ફલોરીસ્ટ)માં જમા કરાવી આવતા હતા.
બીજી તરફ, મોટી રકમ જમા થયાની જાણ થતાં જ 'કલગી'નો ફોન કલગી હાઉસ ઉપર તેના માણસ ઉપર આવી જતો હતો. કલગીની ટેલીફોનિક સુચનાનુસાર કારમાં નિશ્ચિત વ્યક્તિ આવતો હતો અને લાખો રૃપિયા લઈને ચાલ્યો જતો હતો. સવારથી શરૃ થતાં જુગારખાનામાં મોડીરાત સુધીમાં ૨૫થી ૫૦ લાખ રૃપિયાની રોકડ આવતી હતી. આ ઉપરાંત, કોઈ નિયમીત જુગારીને ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટ કે મિલ્કતની ચાવીના બદલામાં જુગાર રમવા દેવામાં આવતો હતો. આ માટે 'કલગી' સાથે વાતચિત કરાવીને તે કહે તેટલી રકમના ટોકન આપવામાં આવતાં હતાં. સૂત્રો ચર્ચે છે કે, રાતે ૧૧ વાગ્યા પછી જુગારખાનામાં દિનેશ કલગીની એન્ટ્રી થતી હતી અને ટેબલ પૂરા થાય એટલે તે ઘરે જતો હતો. મેરેજ અને રમીની ગેઈમમાં છ લોકો પાના રમતા હોય છે. આ ગેઈમ રમાડતો કલબનો ટી.સી. ટેબલ ઉપર એકાદ માણસ ઘટતો હોય તો જુગાર રમવા બેસી જાય તેવી વ્યવસ્થા પણ કરી અપાતી હતી.
પોલીસ દરોડો પાડે તો પણ કંઈ જ હાથમાં ન આવે તેવા આયોજનથી જુગારખાનું દોઢ દાયકા કરતા વધુ સમયથી ધમધમતું હતું. પોલીસ સુદામા રિસોર્ટમાં જુગારખાનું ચાલતું હોય તે જાણતી હતી પણ આ પ્રકારનું મજબૂત નેટવર્ક જાણતી ન હોવાથી સફળ જતી નહોતી. 'કલગી'ના આયોજનબધ્ધ નેટવર્કમાં કુલ ૮૦થી ૧૦૦ વિશ્વાસુ માણસો કાર્યરત હતા. આ માણસોને ૬થી ૧૫ હજાર સુધીનો પગાર ચૂકવાતો હતો. આ ઉપરાંત, ટી.સી.ને કમિશન પણ ચૂકવાતું હોવાનું જુગારી સૂત્રોમાં ચર્ચા છે.
કલગીના આવા મજબૂત નેટવર્કને ભેદવા માટે પોલીસ મથામણ કરી રહી છે. પરંતુ, વગદાર 'કલગીના પીઠ્ઠુ' એવા અમુક નેતાઓ, અમુક પોલીસ અધિકારીઓના સતત દબાણ વચ્ચે પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચશે? તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે. પોલીસ સૂત્રોમાં એવી ચર્ચા છે કે- અનેક પરિવારોને બરબાદ કરનાર 'કલગી'ના નેટવર્કને તોડવાની આ પહેલી અને છેલ્લી તક છે, અભી નહીં તો કભી નહીં. કલગીના કેસમાં પોલીસ તંત્રની વિશ્વનીયતા કસોટીની એરણે ચડી છે.

ધોળકાના પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવા રિપોર્ટ કરાયો
* 'કલગી'ના જુગારખાનામાંથી પકડાયેલા ૧૪૫ શખ્સોમાં ધોળકાના એ.એસ.આઈ. રાયજીભાઈ ચૌહાણ પણ હતા. અમદાવાદ શહેર પોલીસે રાયજીભાઈ ચૌહાણ સામે સસ્પેન્સનની કાર્યવાહી કરવા ધોળકા પોલીસને રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં અમદાવાદના બે પી.આઈ. અને એક પી.એસ.આઈ. સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૦માં સોલા વિસ્તારમાંથી દિનેશ કલગીનો અડ્ડો પકડાયો ત્યારે એક પી.આઈ. અને એક પી.એસ.આઈ. તેમજ જુગારકલબમાંથી પકડાયેલો કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સસ્પેન્ડ કરાયા હતા. પોલીસ તંત્રમાં ચર્ચા છે કે, પોલીસ કર્મચારીઓનો ભોગ લેતા 'કલગી'ના જુગારખાના સામે કડક કાર્યવાહી શા માટે કરાતી નથી?

સુદામા રિસોર્ટના રેસ્ટોરન્ટનું લાઈસન્સ રદ કરવા કાર્યવાહી
* સુદામા રિસોર્ટમાંથી જુગારખાનું પકડાયા બાદ પોલીસે કડક પગલાં ભરવાનું શરૃ કર્યું છે. તપાસનિશ, નવરંગપુરાના પી.આઈ. એમ.બી. નકૂમે કહ્યું કે- સુદામા રિસોર્ટના રેસ્ટોરન્ટનું લાઈસન્સ રદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિસોર્ટમાં રેસ્ટોરન્ટ ચલાવવા માટેના નિયમનો ભંગ કરાયો હોવાનું જણાતાં કાર્યવાહી કરાઈ રહી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved