Last Update : 04-July-2012,Wednesday

 

રૃપિયાના પતનની IT કંપનીઓના પરિણામ/નફા પર વિપરીત અસર

 

અમદાવાદ, સોમવાર
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકી ડોલર સામે રૃપિયાનું ઐતિહાસિક પતન થવા પામ્યું છે. જેના પગલે એપ્રિલ-જૂન ત્રિમાસિકના આઈટી કંપનીઓ દ્વારા જાહેર થનારા પરિણામો પર ગંભીર અસર જોવા મળશે.
સૂચિત ત્રિમાસિક ગાળા દરમિયાન ડોલર સામે રૃપિયાનું મોટાપાયે ધોવાણ થવા પામ્યું છે. જેમાં જૂનના બીજા પખવાડિયા દરમિયાન તો રૃપિયો ઐતિહાસિક તળિયાની સપાટીએ ઉતરી આવ્યો હતો. એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં રૃપિયો સરેરાશ ૭.૩ ટકા જેટલો ઘટયો હતો.
આમ રૃપિયાની નરમાઈની આઈટી કંપનીઓ પર ગંભીર અસર થવા પામી છે. ઘણા લાંબા સમયથી પશ્ચિમના દેશોમાં ખાસ કરીને અમેરિકા તથા યુરોપના બજારોમાં માંગની સ્થિતિ નરમ હોવા છતાં જૂન ત્રિમાસિકમાં આઈટી ક્ષેત્રે નિકાસના કામકાજ કરતી કંપનીઓની કામગીરી પર ચલણની વધઘટની અસર થવા પામી હતી. નબળો રૃપિયો રૃપી આધારિત નફો વધારશે પરંતુ નફાના પ્રમાણનો આધાર કંપની દ્વારા લેવામાં આવેલા કરન્સી હેજ પર રહેશે. હેજ જેટલું મોટું હશે તેટલા પ્રમાણમાં રૃપિયાના ઘસારાનો લાભ ઓછો થશે.
ડોલર સામે રૃપિયાની સતત પીછેહઠની જેમજ ડોલર સામે પાઉન્ડ અને યુરોની નરમાઈને જોતાં જૂન ત્રિમાસિક દરમિયાન ડોલર આધારિક આવક પણ નીચી જ રહેવાની ધારણા મૂકાય છે. જેની સીધી અસર ટર્નઓવર પર જોવા મળશે. આમ, સર્જાયેલી આ વિપરીત સ્થિતિના પગલે વોલ્યુમ ગ્રોથ નબળો રહેવાની ધારણા છે.
આ સંજોગોમાં દેશના ચાર મુખ્ય આઈટી નિકાસકારો જૂન ૨૦૧૧ના ત્રિમાસિક દરમિયાન તેમની રૃપી આધારિત આવકમાં ૧૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાવે તેવી શક્યતા છે. રૃપિયાના મૂલ્યમાં ઘસારાના કારણે વિદેશી ચલણના વધારે ઉંચા નુકસાનની શક્યતાને ધ્યાનમાં રાખીએ તો ચોખ્ખા નફામાં વૃધ્ધિનું પ્રમાણ ઉંચું નહી હોય.
આ ક્ષેત્રના જાણકાર વર્તુળોના અંદાજ મુજબ ટીસીએસ તથા એચસીએલ ટેકનોલોજીની ડોલર આધારિત આવકમાં આશરે બે ટકાથી વધુનો વધારો જોવા મળશે. જ્યારે ઈન્ફોસિસ અને વિપ્રો અગાઉના ત્રિમાસિક જેટલી જ આવક નોંધાવે તેવી શક્યતા છે. જો કે ઈન્ફોસિસના વેચાણમાં વધારો થવાની શક્યતા છે.

ઈન્ફી, TCS અને વિપ્રોના રેટિંગમાં ઘટાડો
નવી દિલ્હી, મંગળવાર
વૈશ્વિક સ્તરે ડહોળાયેલી આર્થિક પરિસ્થિતિના પગલે માંગમાં થયેલા ઘટાડાના વલણને ધ્યાનમાં રાખીને ઈક્વિટી રીસર્ચ સંસ્થા મેકક્વેરીએ આઈટી ક્ષેત્રની આગેવાન ઈન્ફોસીસ, ટીસીએસ અને વિપ્રોના રેટિંગ ઘટાડીને અન્ડરપર્ફોમ કર્યા છે. આ ઉપરાંત આ સંસ્થાએ આઈટી સર્વિસ સેક્ટરના રેટિંગને ઓવરવેઈટથી ઘટાડીને અન્ડરવેઈટ કર્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved