Last Update : 04-July-2012,Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૪-૭-૨૦૧૨ બુધવાર
અષાઢ વદ એકમ
શ્રી સીમંધર સ્વામિપ્રભુ આદિ ૨૦ વિહરમાન ભ.ચ્ય. કલ્યાણક.
''ગુજરાત સમાચાર''ના વાત્સલ્યમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની આઠમી માસિક પુણ્યતિથિ.

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૩ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૮ મિ. (સૂ) ૬ ક. ૫૧ મિ. (મું) ૬ ક. ૫૫ મિ.
જન્મરાશિ ઃ આજે સાંજના ૭ ક. ૫૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- પુર્વાષાઢા બપોરના ૨ ક. ૨૩ મિ. સુધી પછી ઉત્તરાષાઢા.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મિથુન, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૃ- વૃષભ, શુક્ર- વૃષભ, શનિ- કન્યા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષબ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન
ચંદ્ર- સાંજના ૭ ક. ૫૬ મિ. સુધી ધન પછી મકર.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ઋતુ રા.દિ.બા./૧૩
માસ-તિથિ-વાર ઃ અષાઢ વદ એકમને બુધવાર.
- યજ્ઞાનારાયણ ઈષ્ટિયાગ (રાયગઢ-બોલુંદ્રા. જી.ણ.)
- વૈદ્યૃતિ યોગ સાંજના ૪ ક. ૨૦ મિ.થી શરૃ.
- જૂનાગઢ, ગોકુલેશજીનો ઉત્સવ.
- શ્રી સીમંધર સ્વામી પ્રભુ આદિ ૨૦ વિહરમાન ભગવાનનું ચ્યવન કલ્યાણક.
''ગુજરાત સમાચાર''ના વાત્સલ્યમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની આઠમી માસિક પુણ્યતિથિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શાબાન માસનો ૧૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બેહમન માસનો ૨૧ રોજ રામ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામમાં આવક થાય. યશ-સફળતા મળે. સરકારી-રાજકીય- ખાતકીય કામ અંગે ચર્ચા-વિચારણા થાય.

 

વૃષભ ઃ આપના રોજીંદા કામમાં, અન્ય કામમાં રૃકાવટ જણાય. સમય- નાણાંનો વ્યય થાય. કામ ઉકેલાય નહીં. શ્રમ- થાક અનુભવો.

 

મિથુન ઃ આપના નોકરી-ધંધાના કામમાં, જાહેર સંસ્થાકીય કામમાં ધ્યાન આપી શકો. કામ ઉકેલાય. ફાયદો- લાભ થાય.

 

કર્ક ઃ માનસિક વ્યગ્રતા- ચિંતા- ઉચાટ નોકરી-ધંધાના નાણાંકીય લેવડદેવડના વ્યવહારના પ્રશ્ને, અન્ય પ્રશ્ને રહે.

 

સિંહ ઃ આપની વાણીની મીઠાસ અને વ્યવહારની નમ્રતાથી નોકરી-ધંધાનું કામ ઉકેલી શકો. લાભ-ફાયદો મેળવી શકો.

 

કન્યા ઃ સગા સંબંધી- મિત્રવર્ગના કારણે, આડોશ પાડોશના કારણે ચિંતા- ઉચાટ રહે. અનિંદ્રા- અસ્વસ્થતા અનુભવો.

 

તુલા ઃ પરદેશના - બહારગામના કામ અંગે, ધર્મકાર્ય અંગે, નોકરી ધંધાની મુલાકાત અંગે ચર્ચા- વિચારણા થાય. આનંદ રહે.

 

વૃશ્ચિક ઃ આપને નોકરી-ધંધામાં આવક થાય પરંતુ શાંતિ- રાહત જણાય નહીં. પોતાના જ માણસોથી તકલીફ, રૃકાવટ, મુશ્કેલી જણાય.

 

ધન ઃ આપના નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ધંધો- આવક થાય, વ્યવહાર સચવાય પરંતુ નાણાંની છૂટ જણાય નહીં.

 

મકર ઃ આપને જાહેર સંસ્થાકીય કામ- સેવા અંગે ખર્ચ- ચિંતા રહે. પરંતુ નોકરી-ધંધાના, પત્ની- સંતાન- પરિવારના સહકારથી રાહત રહે.

 

કુંભ ઃ આપના નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. કામ ઉકેલાય. ધંધો- આવક થવાથી રાહત રહે. વધારાનું કામ થાય.

 

મીન ઃ આપના નોકરી-ધંધાના, પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. પરંતુ સગા સંબંધી- મિત્રવર્ગથી ચિંતા- ઉચાટ- ખર્ચ જણાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૪ જુલાઈ

 

આજથી શરૃ થતા આપના જન્મ વર્ષ દરમ્યાન નોકરી-ધંધાના કામકાજમાં રુકાવટ ચિંતા રહે. અવર નવર કામકાજમાં કંટાળો આવે. શારિરીક માનસિક શિથિલતાના કારણે ધાર્યું કામકાજ થાય નહીં. આર્થિક ખેંચ ચિંતા મુંઝવણ અનુભવાય. અન્યના દોરવાયા દોરવાઈ જવું નહીં. દેખાદેખીમાં જોખમી નાણાંકીય રોકાણ- સાહસ કરવા નહીં.

 

- સરકારી નોકરી હોય તેમને ખટપટ, ઇર્ષા, અદેખાઈના કારણે બદલી થાય, બઢતીમાં રુકાવટ જણાય. લાંચ- ભ્રષ્ટાચાર ખોટું કામ કરવામાં બંધન શિક્ષા થાય.

 

- ધંધામાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે ધંધો ટકાવી રાખવાનો પ્રયત્ન કરવો. દેવા કરીને ધંધો ટકાવવામાં વધુ દેવામાં ડૂબતા જાવ. હરિફાઇથી તકલીફ અનુભવાય.

 

- સ્ત્રીવર્ગને પારિવારિક, કૌટુંબીક જવાબદારીમાં શાંતિ- રાહત જણાય નહીં.

 

- વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી ભણવામાં ધ્યાન આપવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

બે બાળકોની મા ચંપા ત્રીજી વાર લગ્ન કરી રહી હતી. એ વખતે નાનકો ટપુ જોસ જોસથી રડવા લાગ્યો. એથી ખીજાયેલી ચંપા ટપુને કહેવા લાગી, ‘‘ચૂપ! ચૂપ થઈ જા! નહીંતર ચોથા લગ્નમાં તને નહીં લઈ જાઉં.’’

[Top]
 

આજ ની રેસીપી

વૈવિઘ્યસભર વાનગીઓ

ક્રીમ કોપ્સ

 

સામગ્રી ઃ ૧ વાટકી રવો, ૧/૨ વાટકી સૂકા ટોપરાનું ખમણ, ૧/૨ ચમચી મીલ્ક મસાલા, ૧-૧/૨ લીટર દૂધ, ૨ ચમચી ઘી, ચપટી લીલો તથા લાલ રંગ, ૧/૨ કપ ખમણેલો માવો, ૧ ચમચો દળેલી ખાંડ.

 

રીત ઃ માવાને સહેજ ખમણી જાડા વાસણમાં શેકી થાળીમાં કાઢો. પછી તેમાં દળેલી ખાંડ અને દૂધનો મસાલો મિક્સ કરી તેની નાની નાની ગોળી વાળી લેવી. જાડા વાસણમાં ઘી નાખી રવો શેકો. પાંચ-સાત મિનિટ પછી તેમાં કોપરાનું ખમણ નાખી ખાંડ તથા ૧/૨ વાડકી દૂધ ધીમે ધીમે નાખતા જવું, શીરાની જેમ થાય કે તુરત નીચે ઉતારી ઠંડુ પાડો. થાળીમાં કાઢી તેના બે ભાગ કરવા. એકમાં લાલ અને બીજામં લીલો રંગ નાખ્યા પછી તેના સાધારણ મોટા લુવા કરી તેની વચ્ચે તૈયાર કરેલા માવા વાળી ગોળી મૂકી પછી ફરીથી સરખા ગોળા કરવા.
દૂધને ઉકાળવું. ઘટ્ટ થાય તો તેમાં ખાંડ નાખીને ફરીથી થોડીકવાર ઉકાળો, પછી તેમાં તૈયાર કરેલા ગોેળા નાખી ૫-૧૦ મિનિટ ઉકળવા દો. પછી નીચે ઉતારી મોટા બાઉલમાં ઠંડા કરો. ઈચ્છા પ્રમાણે સૂકો માવો ભભરાવી શકો છો.

[Top]
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved