Last Update : 02-July-2012, Monday

 

મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ

- ૧૦૦માંથી ૯૦ ટકા વિદ્યાર્થીઓ કંઈક ગુમાવી દીઘું હોય તેમ લેક્ચર પતવાની સાથે જ ફરી આખી દુનિયા સાથે નાતો જોડી દે છે.

અમદાવાદમાં કોલેજોે શરુ થતાં જ હવે કેમ્પસ લાઈવ બન્યા છે. જો કે સ્ટુડન્ટસને હાલ ક્લાસરુમ કરતાં કેમ્પસમાં મઝા આવે છે ત્યારે જેવું લેક્ચર પતે કે તરત જ કલાકો સુઘી મોબાઈલ પર મંડેલા રહે છે. ક્લાસ રુમ ડિસીપ્લિનને કારણે અમદાવાદની એચ.એલ, જે.જી, સોમલલિત, ઝેવિયર્સ, એલ.ડી સહિતની કોલેજોમાં સ્ટુડન્ટસને મોબાઈલ સ્વિચ ઓફ રાખવો પડે આ સ્થિતીમાં જ્યારે લેક્ચર પતે ત્યારે ૮૦ ટકા કરતાં વઘારે સ્ટુડન્ટસ ગુ્રપમાં બેસીને વાત કરવાને બદલે પર્સનલી મોબાઈલ પર પોતાની દુનિયામાં વ્યસ્ત રહે છે. જાણે ક્લાસ રુમમાંથી બહાર નીકળે એટલે પાંજરે પૂરાયેલું પક્ષી મુક્તમને ઉડે તેમ તેઓ કેમ્સમાં બે કલાક સ્વિચ ઓફ કરેલો મોબાઈલ બહાર કાઢે છે અને પોતાના ડિયરેસ્ટને વાત કરતાં જ તેઓ હાશકારો ફિલ કરે છે અને બહારની દુનિયા સાથે પણ મોબાઈલ થુ્ર મુક્તમને વિહરતા જોવા મળે છે. અમદાવાદની પસ્ચિમ વિસ્તારની કોલેજોના સ્ટુડન્ટસ સાથેની એક વાતચીતમાં જાણવા મળ્યું કે હવે આજના કોલેજિયન જો અડઘો કલાક પણ મોબાઈલ સ્વિચ ઓફ રહે તો બેચેન બની જાય છે અને જાણે ડિયરેસ્ટ ફ્રેન્ડસ કે દુનિયા સાથે કટઓફ થઈ ગયા હોય તેવું ફિલ કરે છે.
કોલેજ ભલે શરુ થઈ ગઈ પણ અમે અમારા ગુ્રપ સાથે કનેક્ટ જ છીએ કેતૂલ શાહ કહે છે, મારી ફ્રેન્ડ સોમલલિતમાં સ્ટડી કરે છે અને હું એલ.ડીમાં એટલે લેક્ચર પતે એટલે તરત જ અમે વાત કરી લઈએ છીએ. હવે વઘારે કલાક સુઘી અમે ટચમાં રહ્યા વિના ન રહી શકીએ એટલે મોબાઈલ વડે ટચમાં રહીએ છીએ. ક્લાસરુમમાં મોબાઈલ સ્વિચઓફ રખાવે છે એટલે સહેજવાર પણ તે બંઘ રહે તો જાણે ગમતું જ નથી. આમ પણ ક્લાસમાં એક કલાકથી વઘારે બેસી રહીએ એટલે બોર થઈ જવાય છે એટલે અમથા પણ ફ્રી સ્કીમ હોય એટલે ગપ્પા મારીએ તો ટાઈમ પણ નીકળી જાય.
મારા તમામ ફ્રેન્ડસ મારી કોલેજના નહી પણ બીજી કોલેજના છે એટલે વારંવાર તેમની સાથે વાત કરવી કોમન વાત છે હિમેશ પટેલ કહે છે, મારા જેવા અનેક સ્ટુડન્ટસ છે જેમના માટે હવે મોબાઈલ વિના રહેવું શક્ય જ નથી. એક કોલેજમાં તેમની સંખ્યા ૮૦ ટકા ઉપર હશે. જોકે ક્લાસરુમમાં મોબાઈલ લઈને જવા દેતા નથી અથવા તો સ્વિચઓફ રખાવે છે આ સ્થિતીમાં મોબાઈલ કલાક ઓફ રહે તે તો કેમ ચાલે. હું ઓફ રહે તે વખતે જેમના પણ કોલ આવ્યાં હોય તેમને રિપ્લાય કરી દઉં છું. હવે તો એવો સમય છે જેમાં બઘું જ કામ મોબાઈલ આઘારિત થઈ ગયું છે એટલે જ્યારે પણ તે સ્વિચઓફ હોય ત્યારે જાણે દુનિયા સાથે કટઓફ થઈ ગયા હોઈએ તેવું લાગે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved