Last Update : 02-July-2012, Monday

 

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ

 

- સેલ્ફફાઈનાન્સમાં મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશનના ભાવ આસમાને. મોબાઈલમાં એક પેરેન્ટસ વાત કરે છે. આ વાતમાં તેઓ વારેવારે એક ખોખમાંથી થોડું ઓછું કરોને ? આવી વિનંતી કરતા સંભળાય છે. થોડીવાર પછી દિકરો રિક્વેસ્ટ કરે છે... પ્લીઝ પપ્પા લઈ લો ને ... આમાં કોઈ ખોટું નથી.

 

પહેલી દ્રષ્ટિએ લાગતી આ વાતમાં એવું લાગે કે કોઈ બિઝનેસ ટોક થઈ રહી છે. પણ આ કરોડોમાં બોલાતા ભાવ મેડિકલની પીજી બ્રાંચના મેનેજમેન્ટ ક્વોટાના ટેબલ નીચેના ભાવ છે.
સરકારની કૃપાથી સેલ્ફાઈનાન્સ પીજીમાં એમ.ડીના એક કરોડ લાખ, સર્જરીના ૫૦ લાખ, ઓર્થોપેડિકના એક કરોડ, રેડિયોલોજીના ૧.૭૫ કરોડ,ઓપ્થેલ્મોલોજીના ૭૫ લાખ અને પિડિયાટ્રિક્સ બ્રાંચના ૭૫ લાખ રૂપિયા ઠંડે કલેજે બોલાય છે. આ ભાવ એટલે બોલાય છે કારણ કે આપનારા આટલી કંિમત આપીને પણ મિશન એડમિશનમાં જીતવા માંગે છે. છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદમાંથી ચાઈના, રશિયા અને ફિલિપાઈન્સમાં મેડિક્લમાં એડમિશન મેળવવા માટે જોરશોરથી જાહેરાતો કરવામાં આવતી. અમદાવાદના વૈભવી સંચાલકોએ ફિલિપાઈન્સમાં પણ પોતાની મેડિકલ કોલેજો સ્ટાર્ટ કરીને , રશિયામાં પણ વિદ્યાર્થીઓની નિકાસ કરીને મેડિકલ ફિલ્ડને મલિન કરવાનું પ્રયાણ કર્યું હતું. લગભગ વીસેક હજાર જેટલાં છોકરાઓએ વિદેશની મેડિકલની કોલેજોમાં એડમિશન લઈને પોતાના નામ આગળ ડો... લખાવી લીઘું. પણ ભારતમાં પરત આવીને પીજી કરવા માટે આ પૈસાદાર નબીરાઓએ સેલ્ફાઈનાન્સ સીટોનો સીઘો ઈજારો લઈ લીઘો છે. આજની તારીખમાં સેલ્ફાઈનાન્સમાં એમબીબીએસ પછી એમ.ડી કે એમ.એસ કરવું એટલે બે કરોડનો ચોખ્ખો ચાંદલો છે જેમાં દરેક વર્ષની સાતથી આઠ લાખ ફી અલગથી ચૂકવવાની રહે છે. પહેલાં ડોક્ટર અને એન્જિનિયર આ બંન્ને શબ્દો કરિયર બનાવતા વિદ્યાર્થીઓ સાથે બોલતા પણ આજે ડોક્ટર અને એન્જિનિયર બંન્ને શબ્દો બહું છૂટા પડી ગયા છે. એન્જિનિયરીંગમાં કોઈને પણ એડમિશન મળી જાય છે. જ્યારે મેડિકલમાં વિટામિન એમની જરૂર વિશેષ પડે છે.
હોશિયાર વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા લેવલે કે સ્ટેટ લેવલે લેવાતી પીજી એન્ટ્રન્સની એકઝામ આપીને કમ્પિટ કરીને એડમિશન મેળવે છે. આ અંગે એક સંચાલક પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવે છે કે , શું કરીએ પીજીની મંજુરી મેળવતી વખતે અમે પણ સામે એટલાં રૂપિયા ખર્ચ્યા છે. તો એક જાગુ્રત વાલી શિરિષભાઈ કહે છે કે જો એક વિદ્યાર્થી કરોડો ખર્ચીને ડોક્ટર બનશે તો તેટલી રકમના વ્યાજ જેટલું પણ શું તે કમાઈ શકશે ખરો? આવો વિચાર કોઈ કરતું નથી. આ તો માત્ર પૈસાદારોના છોકરાઓને ડોક્ટર બનાવવા માટેની એક વ્યવસ્થા છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved