Last Update : 02-July-2012, Monday

 
દિલ્હીની વાત
 

દીદીના ટેકા માટે મનમોહન પર આશા
યુ.પી.એ.ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, પ્રણવ મુખર્જીએ તૃણમૂલ કોંગ્રેસના વડા, મમતા બેનર્જીને તેમને મત આપવા વિનંતી કરી છે. તેઓએ એ અંતરે ભાવાત્મક બનવાનો પ્રયાસ કર્યો કે તેમને પોતાના નાના બહેન કહ્યા છતા તેમના તરફથી સકારાત્મક પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી. અને હવે આશાનું એકમાત્ર કિરણ વધ્યું હોય તો તે છે, વડાપ્રધાન મનમોહનસિંહ. વરીષ્ઠ કોંગ્રેસી નેતાઓના દબાણ હેઠળ વડાપ્રધાન મમતાજીને ફોન કરીને પ્રણવદા માટે ટેકો માંગશે. પક્ષના નેતાઓનું કહેવું છે કે મનમોહનસિંહ અને મમતાજી વચ્ચે એ પ્રકારના સંબંધો છે કે મમતાજી મનમોહનસિંહની વિનંતીને 'ના' નહીં કહી શકે.
પ્રણવદાનો પ્રવાસ
પ્રણવદા તેમની ઉમેદવારીનો પ્રચાર કરવા માટે જુલાઇના બીજા સપ્તાહમાં પશ્ચિમ બંગાળ તેમના પ્રચારાર્થે જવાના છે. કોંગ્રેસના નેતાઓને આશા છે કે વડાપ્રધાનની મમતાજી સાથેની ટેલીફોનીક ચર્ચા, પ્રણવદા અને મમતાજી વચ્ચેની આંટીઘુંટી ઉકેલવામાં મદદરૃપ થશે અને પ્રણવ મુખરર્જી તેમની બંગાળ મુલાકાત દરમ્યાન તેમને મળવામાં સફળ થશે. જો મમતા વડાપ્રધાનની અપીલને પણ ફગાવી દે તો તેનાથી કોંગ્રેસ માટે ભારે ક્ષોભજનક સ્થિતિનું નિર્માણ કરશે. અને તો તે સ્થિતિ કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડવામાં સારૃ કારણ તો બની જ રહેશે પણ સાથોસાથ તે પછી કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેનું વૈમનસ્ય પરાકાષ્ઠાએ પહોંચી જશે તે નિઃશંક છે.
દીદી તેમના સાથીઓને ભ્રમમાં જ રાખે છે.
એ બાબત સ્પષ્ટ થઇ શકી નથી કે દીદી, દાદા ને ટેકો આપશે કે પછી ગેરહાજર રહેશે. પણ એ બાબત આશ્ચર્યજનક છે કે તેમની પાસે એક પ્રધાનપદ છે અને તે મુકુલરોય, રેલવે પ્રધાન તે છતાં તેઓ વધારેનો દાવો કરી શકે તેમ હોવા છતાં તેમણે તેમના પક્ષના કોઇ સાથી માટે પ્રધાન મંડળમાં સ્થાન મેળવવા કોઇ માંગણી કરી નથી કે તેવો કોઇ સંકેત આપ્યો નથી. સુત્રોના મતે જ્યારે મુકુલ રોયને દિનેશ ત્રિવેદીના સ્થાને રેલ્વે પ્રધાન બનાવવામાં આવ્યા સૌગાતા રોય, રાજ્યકક્ષાના મંત્રીને તેમણે કહ્યું હતું કે તેમની પાસે શિપીંગનો વધારાનો ચાર્જ રહેશે. પણ અત્યાર પર્યન્ત આ મુદ્દેતેમણે એક અક્ષર પણ ઉચ્ચાર્યો નથી.
નાણા મંત્રાલય, PMO વચ્ચે તંગદિલી
જો સરકારના ઉચ્ચ પદસ્થ સુત્રોની વાત માનવામાં આવે તો વડાપ્રધાન કાર્યાલય અને નાણા મંત્રાલય વચ્ચે બધુ બરાબર જ ચાલી રહ્યું હોવાની માન્યતા ખોટી ઠરે છે. નાણાં મંત્રાલયે વિવાદાસ્પદ જી.એ.એ.આર. જનરલ એન્ટી એવોઇડન્સ રૃલ્સી અંગેના માર્ગદર્શક સિદ્ધાંતો વડાપ્રધાન કાર્યાલય સાથે વિચાર વિમર્શ કર્યા વીના બહાર પાડયા હતા. પ્રાપ્ત અહેવાલ અનુસાર નાણાં મંત્રાલયે ૨૦૧૪ સુધી અમલી રહે તે પ્રકારે આ માર્ગદર્શક સિદ્ધાંતો બહાર પાડયા છે. જ્યારે વડાપ્રધાન કાર્યાલય માટે આ બાબત થોડી આપત્તિજનક જણાઇ છે, તેનાથી બજાર પર પણ અસર પડી છે.
વડાપ્રધાન કાર્યાલયની ઇચ્છા
વડાપ્રધાન કાર્યાલયમાં એવી વિચારસરણી છે કે જેની બજારમાં સકારાત્મક અસર જાય તેમ હોય તેવા નિર્ણયોને પ્રાધાન્ય આપવું જ્યારે તે બાબતો બજારમાં ગુંચવાડો સર્જે તેમ હોય તેને હમણાં પડી રહેવા દેવી. આ એક માત્ર કારણથી વડાપ્રધાન કાર્યાલયે 'ગાર' નિયમોનો વિરોધ કર્યો છે. વડાપ્રધાન કાર્યાલયને એ બાબતની ચિંતા છે કે ગારની કેટલીક જોગવાઇઓ તેમને ભારતમાંથી બહાર જવાની તેમજ અન્ય વિકલ્પો અંગે વિચારવાની ફરજ પાડશે.
સ્વિડીશ શિક્ષણની વિરાટકાય કંપનીનો ભારત પ્રવેશ
સ્વિડન સ્થિત વ્યક્તિગત તાલિમ આપતી મહત્વની સંસ્થા કુનાસકાપાસકોલન જેને અમેરિકા તેમજ બ્રિટનમાં ૩૭ શાળાઓ આવેલી છે તેમણે ભારતમાં પ્રવેશ કર્યો છે. આની જાહેરાત સ્વિડનના પૂર્વ શિક્ષણ સેક્રેટરીએ કહી હતી. તેઓ કુનાસ્કાકોલ્તનના નાયબ વડા પણ છે, તે ઉપરાંત ઓડ એઇકન અને કુન્સકાપાસ્કોલન એડવેન્ચર્સ, કુનાલ ભાદુના ચેરમેન છે. તેમણે ગઇકાલે આ જાહેરાત કરી હતી. અમારા વિદ્યાર્થીઓ વ્યક્તિગત દેખરેખ હેઠળ નેતાગીરી માટે તૈયાર થાય છે. તેવી ખાત્રી તેમણે ઉચ્ચારી હતી.
- ઇન્દર સહાની

Share |
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved