Last Update : 02-July-2012, Monday

 

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી

મુંબઈ હુમલાના આતંકવાદીઓના માર્ગદર્શક તરીકે જુંદાલનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હોવાનો ક્રાઇમ બ્રાન્ચનો દાવો

મુંબઈ, તા. ૧
ઝબિબુદ્દીન અંસારી ઉર્ફે અબુ જુન્દાલની ધરપકડે દેશભરમાં સનસનાટી મચાવી છે ત્યારે આશ્ચર્યની વાત એ છે કે અબુ જુન્દાલ કે ઝબિબુદ્દીન અંસારીનું નામ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ૨૬/૧૧ મામલે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ક્યાંય નથી.
જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઇદ, ઝકી ઉર રહેમાન લખવી, અબુ કાફા અને ઝરાર શાહ સહિત ૩૫ વોન્ટેડ આરોપીઓના નામ ચાર્જશીટમાં છે, પરંતુ ઝબીહુદ્દીન અંસારી અથવા અબુ જુંદાલનું નામ તેમાં નથી. એક આરોપીનું નામ અબુ હમઝા છે, પરંતુ તે જ અબું જુંદાલ છે કે નહીં એ વિશે હજી સત્તાધિશો અવઢવમાં છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોએ જણાવ્યું હતું કે 'અબુ જુંદાલનો ચાર્જશીટમાં હેન્ડલર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જુંદાલની ધરપકડ સાઉદી અરેબિયામાં થઈ હતી અને ત્યાંથી તે ૨૧મી જૂને નવી દિલ્હી લાવવામાં આવ્યો હતો. હાલ તે દિલ્હી પોલીસની હિરાસતમાં છે. અબુ જુંદાલ ૨૦૦૮માં ૨૬મી નવેમ્બરે મુંબઈમાં દાખલ થઈ ૧૬૬ લોકોની હત્યા કરનારા પાકિસ્તાની આતંકવાદીઓનો મુખ્ય માર્ગદર્શક હતો. તેણે દસેય આતંકવાદીઓને હિન્દી શીખવ્યું હતું તથા મુંબઈની ભૂગોળ સમજાવી હતી. '
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અબુ જુંદાલની હિરાસત માટે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી છે, પરંતુ રાષ્ટ્રીય તપાસ એજન્સી અબુ જુંદાલ સામે એફઆઇઆર દાખલ કરવાની તૈયારી કરી રહી છે.આથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને જુંદાલની તાત્કાલિક ધોરણે હિરાસત મળવાની શક્યતાઓ ખૂબજ ઓછી છે. જોકે ક્રાઇમ બ્રાન્ચ આ મુદ્દે મીડિયા સાથે વાતચીત કરવા માટે તૈયાર નથી.
કરાચી કંટ્રોલ રૃમ અને મુંબઈ હુમલા દરમ્યાન આતંકવાદીઓ વચ્ચેની વાતચીત દરમ્યાન જુંદાલનું નામ બહાર આવ્યું હતું. તેની ધરપકડ કરવા માટે આટલું પર્યાપ્ત છે. જુંદાલનું નામ ૩૫ વોન્ટેડ આતંકવાદીઓમાં નથી, પરંતુ એ સિવાયના આરોપીઓમાં તેનું નામ છે, એવું મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું હતું કે 'ઝબીહુદ્દીન અંસારીની હિરાસત અમને મળે અને અમે તેની જુંદાલ તરીકે ઓળખ કરીએ ત્યાર પછી જ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી શકાય. એ પહેલા કઇપણ કહેવું ઉતાવળ ભરેલું ગણાશે અને અમે ચાર્જશીટમાં જુંદાલનો આતંકવાદીઓના માર્ગદર્શક તરીકે ઉલ્લેખ કરેલો છે.'
મુંબઈના તપાસનિશોએ કહ્યું હતું કે 'અમે જુંદાલની ભૂમિકા બાબતે સ્પષ્ટ છીએ અને તેની હિરાસત મળવાથી તેની સામેનો કેસ વધુ મજબૂત બનશે. વોન્ટેડની યાદીમાં અનેક નામો છે. તેમાંથી એક નામ જુંદાલનું હોય એવું પણ બની શકે છે. '

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved