Last Update : 02-July-2012, Monday

 

પૂર્વ રાષ્ટ્રપતિના દાવા પર શંકા
કલામ સોનિયાને વડાપ્રધાન બનાવવા તૈયાર ન હતા ઃ સ્વામી

કલામે યુપીએ પ્રમુખને ૧૭ મે, ૨૦૦૪ ના રોજ જે પત્ર લખેલો તે જાહેર કરવા માગણી

(પીટીઆઈ) નવીદિલ્હી, તા. ૧
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના ૨૦૦૪ની પૃષ્ઠભૂમિ પરના પુસ્તક 'ટર્નિંગ પોઇન્ટ' વિવાદનો નવો મધપૂડો છેડયો છે. તેમાં તેમણે સોનિયા ગાંધીને તેમના દ્વારા અટકાવાયા હોવાના આક્ષેપોનું ખંડન કર્યું હતું. તેના અનુસંધાને જનતા દળના મહાસચિવ સુબ્રમણ્યમ્ સ્વામીએ કહ્યું હતું કે કલામે સોનિયા ગાંધીને પત્ર લખી કાયદાકિય જોગવાઈઓ અનુસાર તેઓ વડાપ્રધાન ન બની શકે તેવું જણાવ્યું હતું. તો બીજી તરફ જનતા દળ (યુ) જેડી(યુ)ના નેતા તથા એનડીએ કન્વિનર શરદ યાદવે આ સમગ્ર ઘટનાક્રમને વ્યર્થ ગણાવ્યો હતો. તથા હાલના અનુસંધાને તે બિનમહત્ત્વનો હોવાનું કહ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ૨૦૦૪માં પ્રધાનમંત્રી પદ ઠુકરાવ્યાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનાં ખુલાસા પર જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ્ સ્વામીએ સવાલ ઉઠાવ્યો હતો.
સ્વામીના કહેવા પ્રમાણે કલામે સોનિયા ગાંધીને વડાપ્રધાન બનવા પર વાંધો દર્શાવ્યો હતો. તેમણે ૧૭મી મે ૨૦૦૪ના રોજ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. તેમણે કલામને તે પત્ર જાહેર કરવા પણ કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે સમયે સોનિયા ગાંધી સાંજે પાંચ વાગ્યે સરકાર બનાવવાનો દાવો કરવા માટે તેમને મળવાના હતા. સ્વામીના જણાવ્યા પ્રમાણે ''હું કલામને અંદાજે સવા બાર વાગ્યે મળ્યો હતો. અને તેમને જણાવ્યું હતું કે સોનિયા ગાંધીના વડાપ્રધાન બનવા પર કાયદાકીય અચડણો છે. ત્યાર પછી કલામે સોનિયા ગાંધીને સાડા ત્રણ વાગ્યે પત્ર લખ્યો હતો. જેમાં સાંજે પાંચ વાગ્યાની મુલાકાત રદ્દ કરવાની જાણકારી આપી હતી. તેમણે સોનિયા ગાંધીને લખ્યું હતું કે તે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આગલા દિવલે તેમને મળી શકે છે.''
સ્વામીનો દાવો હતો કે જ્યારે પત્ર મળ્યો ત્યારે સોનિયા ગાંધીની સાથે મનમોહનસિંહ અને નટવરસિંહ પણ ત્યાં હાજર હતા. તેમણે તે પત્ર જોયો પણ હતો. મનમોહન સિંહે એક ફકરો પણ સાર્વજનિક રૃપથી વાચ્યો હતો. સ્વામીએ કહ્યું હતું કે જો કલામ એ પત્રને જાહેર નથી કરતા તો હું માનીશ કે તેઓ ઇતિહાસ સાથે ન્યાય નથી કરતા. સ્વામીએ તેના પર પણ સવાલ ઉઠાવ્યો હતો કે કલામ હવે કેમ આ મુદ્દો ઉભો કરી રહ્યા છે ?
ઉલ્લખેનિય છી કે કલામે તેમના પુસ્તક 'ટર્નિંગ પોઇન્ટ'માં લખ્યું હતું કે, ૧૮મી મે ૨૦૦૪માં જ્યારે સોનિયા ગાંધી તેમને મળવા આવ્યા ત્યારે સોનિયાએ મનમોહનસિંહનું નામ વડાપ્રધાન પદ માટે આગળ ધર્યું હતું.
જદ (યુ)નેતા તથા એનડીએ કન્વિનર શરદ યાદવે આ મુદ્દે જણાવ્યું હતું કે ''આઠ વર્ષ જૂની આ બાબત અત્યારે અપ્રસ્તુત છે. જો કલામે તે સમયે જણાવ્યું હોત તો તે દેશ માટે ફળદાયી નીવડયું હોત.''
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved