Last Update : 02-July-2012, Monday

 

કમાન્ડોને વિશિષ્ટ તાલીમ અપાશે
વીઆઇપી, વીવીઆઇપી સુરક્ષામાંથી NSGના ૯૦૦ કમાન્ડો પાછા ખેંચાશે

હાઇજેકિંગ વિરોધી - બાનને બચાવવાની તથા સ્કાઇ-માર્શલિંગની ડયુટી સોંપાશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧
વર્ષો પછી પહેલી જ વાર દેશમાં ત્રાસવાદ વિરોધી ચુનંદા ત્રાસવાદ વિરોધી દળ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)એ તેના ૯૦૦ બ્લેક કેટ કમાન્ડોઝને વીઆઇપીની સલામતી સેવામાંથી પાછા ખેંચી તેઓને ત્રાસવાદ વિરોધી (કાઉન્ટર- ટેરર) અને હાઇજેકિંગ વિરોધી કાર્યવાહી માટે કામે લગાડવામાં આવશે આ માટે પણ આ ચુનંદા દળના કર્મચારીઓને વધુ વિશિષ્ટ તાલીમ પણ અપાશે.
આ એનએસજી અત્યારે પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે, જેમાં બે સ્પેશ્યલ એક્શન ગુ્રપ (એસએજી) છે જેમાં લશ્કરના જવાનો અને અધિકારીઓ હોય છે. આ ઉપરાંત ત્રણ એસઆરજી (સ્પેશ્યલ રેન્જર્સ ગુ્રપ) છે જેમાં અર્ધલશ્કરી દળોના ચૂંટેલા અધિકારીઓ અને જવાનો હોય છે.
આ એસએજી પૈકીના પ્રત્યેક (૫૧ ઓવર)ને કાઉન્ટર-ટેરર અને કાઉન્ટર હાઇજેક કાર્યવાહી અનુક્રમે સોંપવામાં આવશે. જ્યારે એસઆરજી (૧૧, ૧૨ અને ૧૩) 'હાઇરિસ્ક' વીઆઇપીઓ અને વીવીઆઇપીની સુરક્ષા માટે એસએજીને લોજિસ્ટિક સપોર્ટ (સાધન- સામગ્રી સહિતનો તમામ ટેકો) પૂરો પાડશે.
એનએસજીમાં દરેક એકમમાં આશરે ૯૦૦ કર્મચારીઓ હોય છે તેના ડીરેક્ટર જનરલ રાજન કે. મેઢકરે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવી જે પ્રમાણે ૧૧ એસઓજીને તેની અત્યારની કાર્યવાહીમાંથી મુક્ત કરાશે અને તેને એસએજીની નિશ્ચિત ત્રાસવાદ વિરોધી કાર્યવાહીમાં જોડવામાં આવશે.
આ ડીરેક્ટર જનરલ નિવૃત્ત થયા પછી તેમના સ્થાને આવેલા નવા વડા સુભાષ જોષીએ તેમના અધિકારીઓને આ કાર્યવાહી પૂરી કરવા જણાવી દીધું છે.
માહિતગાર સાધનો વધુમાં જણાવે છે કે, અત્યારે એનએસજીની સુરક્ષા સેવા જેમને અપાઈ રહી છે. તેના માત્ર ૧૫ વીઆઇપી/ વીવીઆઇપી જ છે. આ સંખ્યા અત્યાર સુધીની સૌથી ઓછી સંખ્યા છે. આથી આ તકનો લાભ લઈ ઘણા વર્ષો પછી તેના જવાનો અને અધિકારીઓને પાછા ખેંચી તેમને કાઉન્ટર હાઇજેક, હોસ્ટેજ રેસ્ક્યુ (બાનને બચાવવાની) અને વિમાનમાં જ સ્કાઇ માર્શલિંગ ડયુટી સોંપવામાં આવશે.
વીઆઇપી અને વીવીઆઇપી સુરક્ષા માટે બે એસઆરજી તો પૂરતા છે તેમ પણ એનએસજીના અધિકારીઓ માને છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved