Last Update : 02-July-2012, Monday

 

જસ્ટિસ શાહ કમિશનને ફરી એકસ્ટેન્શન

 

- મુદત ત્રણ મહિના માટે લંબાવી

 

 

- પંચ દ્વારા સતત થઈ રહેલી ઉતાવળ

 

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, રવિવાર
જસ્ટિસ એમ.બી. શાહ કમિશનની મુદત વધુ એક વખત ૩ મહિના માટે એટલે કે ૩૦મી સપ્ટેમ્બર સુધી લંબાવી અપાઈ છે. કમિશન્સ ઓફ ઈન્કવાયરી એક્ટ હેઠળ ૧૬મી ઓગસ્ટ, ૧૧ના રોજ જાહેરનામું બહાર પાડીને નિમાયેલા આ તપાસ પંચને ૩૧મી માર્ચ, ૧૨ સુધીમાં તેનો અહેવાલ આપવા જણાવાયું હતું, એ પછી બીજી વાર તેની મુદત વધારાઈ છે.
મોદી સરકારે પોતાની ઉપર લાગેલા રૃા. ૧ લાખ કરોડના ભ્રષ્ટાચારની તપાસ કરવા રચેલા આ કમિશનને ૧૪ મુદ્દાની તપાસ સોંપાઈ છે, જે પૈકી એક પણ મુદ્દાની તપાસ હજી સુધી પૂરી થઈ નથી. અદાણી જૂથને મુંદરા પોર્ટ અને મુંદરા એસઈઝેડ માટે અપાયેલી જમીનનો મુદ્દો શરૃઆતથી તપાસ પંચે હાથ ઉપર લીધો છે, તે હજી પણ ચાલુ છે.
સિટીઝન્સ ફોર ડેમોકસી કે જે મોદી સરકારના ભ્રષ્ટાચાર સામે પંચમાં લડી રહ્યું છે, તેના આગેવાન ગૌતમ ઠાકરના જણાવ્યા પ્રમાણે અન્ય તપાસ પંચોની માફક જસ્ટિસ શાહ પંચ અદાણીને જે તે સમયે જમીન ફાળવનારા કલેકટરો તથા અન્ય અધિકારીઓને પંચ સમક્ષ બોલાવી પૂછપરછ કરવાની મંજૂરી આપતું નથી, ઊલ્ટાનું કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ મળ્યો હોય તે રીતે સતત ઉતાવળ કરી રહ્યું છે, એ જોતાં આ પંચ જમીનના ૯ મુદ્દાઓમાં તપાસનું પીલ્લું વાળી હવે વહેલામાં વહેલી તકે વચગાળાનો રિપોર્ટ સરકારને સોંપે તેવી શક્યતા છે.
તાતા જૂથના નેનો પ્રોજેક્ટને અપાયેલા રૃા. ૩૩ હજાર કરોડના લાભો સુજલામ્ સુફલામ્ યોજના કૌભાંડ, પશુદાણ કૌભાંડ, આંગણવાડીઓમાં પોષાક આહાર કૌભાંડ, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના અબજો રૃપિયાના કૌભાંડો તથા મુખ્યપ્રધાન મોદીએ સરકારી લાભો મેળવનારા ઉદ્યોગપતિઓના વિમાનોમાં કરેલી ઊડાઊડ જેવા અન્ય પાંચ મુદ્દાઓ તપાસ બીજા તબક્કામાં થશે, એવું નક્કી કરાયું છે.
વિધાનસભાની ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં મોદી સરકાર પોતાની ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપો આ તપાસ પંચ દ્વારા મિટાવવા માગે છે. હવે જોવાનું એ રહે છે કે કેટલી ઝડપથી તપાસનું કાર્ય જસ્ટિસ શાહ પંચ આટોપે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved