Last Update : 02-July-2012, Monday

 

અને.. મોદીએ હિન્દુ વોટ બેન્ક ઉભી કરી

 

- કોંગ્રેસનું લધુમતી સંમેલન

 

 

- મુસ્લિમોને મુદ્દો બનાવ્યો

 

ગાંધીનગર,રવિવાર
વર્ષ ૨૦૦૨ની ચૂંટણીમાં ગોધરા કાંડ અને ત્યાર બાદ વર્ષ ૨૦૦૭ની ચૂંટણીમાં મુસ્લિમ યુવક યુવતિના એકાઉન્ટરના મુદ્દાઓને ઉછાળીને નરેન્દ્ર મોદી હિન્દુ વોટ બેન્ક ઉભી કરી વિધાનસભાની ચૂંટણી તો મોદી જીતી ગયા છે પરંતુ સામે લધુમતિઓના દિલમાંથી મોદી ઉતરી ગયા છે. લધુમતિ વિરોધી આ સરકાર મુસલમાનેને મુદ્દા બનાવી હિન્દુઓ અને મુસ્લિમોની લાગણીઓ સાથે રમી રહી છે. તેમ કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન શંકરસિંહ વાઘેલાએ આજે કોબા ખાતે મળેલા પ્રદેશ કોંગ્રેસ સમિતિના લધુમતિ સંમેલનમાં કહ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના દિગ્જ નેતાઓ ઉપરાંત લધુમતિ સેલના આગેવાનો મોદીના શાસન વિરૃદ્ધ આકરા પ્રહારોે કર્યા હતા.
ગાંધીનગર નજીક આવેલા કોબા પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લધુમતિ ડીપાર્ટમેન્ટ દ્વારા લધુમતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં લધુમતિ સેલના આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી સાત હજાર જેટલા મુસ્લિમ ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં ત્રણ ઠરાવો પ્રસાર કરવામાં આવ્યા હતા. જેમાં દેશની પ્રગતિ માટે યુપીઆઇ સરકાર દ્વારા ચલાવવામાં આવતી ચળવળોમાં કડી બધ્ધતાં, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અલ્પ સંખ્યક વિરોધી નિતીઓનો વિરોધ્ધ તેમજ લધુમતિ સમાજનો સામાજીક વિકાસ કરવાના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંમેલનમાં તેમજ સમગ્ર રાજ્યમાંથી આવેલા લધુમતિ સેલના નેતાઓ ઉગ્ર ભાષણ બાજી કરી હતી. પ્રવચનમાં અમદાવાદ મહાનગર પાલિકાના વિરોધ્ધ પક્ષના નેતા બદરૃદિન શેખે ભાજપની સરકારના શાસનનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે અમદાવાદમાં પણ લધુમતિઓની ઉપેક્ષા કરાય છે ત્યારે હવે ઉદ્યોગપતિઓની આ સરકાર સામે મુસ્લિમ ભાઇઓ એક થઇ ગયા છે. તો સંમેલનમાં લોકસભાના સાંસદ જગદીશભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, પહેલા હિન્દુ - મુસ્લિમ અને હવે મુસ્લિમભાઇની વચ્ચે પણ સંઘર્ષ કરાવીને પોતાનો રાજકીય રોટલો શેકતા નરેન્દ્ર મોદીને હવે લોકો ઓળખી ગઇ છે અને તેનો જવાબ પણ આવનારી ચૂંટણીમાં જનતા આપશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લધુમતિ ડિપાર્ટમેન ચેરમેન વજીરખાન પઠાણે જણાવ્યું હતું કે, માઇનોરીટી પહેલેથી જ કોંગ્રેસમાં રહી છે અને આગળના દિવસોમાં પણ આ માઇનોટીરી કોંગ્રેસને સાથ આપશે ફક્ત લધુમતિ શાંતિ અને વિકાસ ઇચ્છે છે પરંતુ રાજ્ય સરકાર લધુમતિઓને આટલું પણ આપી શકતી નથી. ત્યારે ધારાસભ્ય ઇકબાલ પટેલે કોમી એકતાનો સંદેશો આપતી વાત રજુ કરી હતી કે, મુસ્લિમ ભાઇનો વિકાસ હિન્દુભાઇના સાથ અને સહકારથી જ શક્ય છે તેથી હિન્દુઓને દુશ્મન નહીં માનીને ભાઇચારાથી રહેવું જોઇએ. આ સંમેલનમાં ઉપસ્થિત માજી નાયબ મુખ્યમંત્રી નરહરી અમીને કહ્યું હતું કે, ક્રિકેટ વર્લ્ડ કપના ગુજરાતના બે લધુમતિ કોમના ખેલાડીઓને ફક્ત એક લાખ રૃપિયાની બક્ષીસ આપી સરકારે લધુમતિઓની જ નહીં પરંતુ રમતની પણ મજાક ઉડાડી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોગ્રેસના માજી પ્રમુખ સિધ્ધાર્થ પટેલે કહ્યું હતું કે, આ સંમેલન નાજુક અને નિર્ણાયક તબક્કે મળી રહ્યું છે અને સંમેલનમાં આટલી મોટી હાજરીના કારણે ધર્મના નામે રાજનિતી રમતાં મોદી સરકારના પાયા હલી ગયા છે. સંમેલનમાં હાજર વિરોધ્ધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આ વખતે પણ નરેન્દ્ર મોદીના શાસનની ઝાટકણી કાઢી હતી. અંદરો અંદર ભાગલા પડાવીને રાજ કરતાં ભાજપની સરકારને વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં લધુમતિ સમાજ પોતાનો નિર્ણય બતાવી દેશે. તો કોંગ્રેસના દિગ્જનેતા શંકરસિંહ વાઘેલાએ નરેન્દ્ર મોદીની લધુમતિ વિરોધી નિતિ છતી કરીને જણાવ્યું હતું કે, દર ચૂંટણીમાં મુસલમાનોના મુદ્દાને ઉછાડીને મોદી હિન્દુ વોટ બેન્ક ઉભી કરે છે. સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાએ ભાઇચારાની વાતો કરી હતી અને હિન્દુ - મુસ્લિમોને ઝઘડાવતાં શાસકોને ખદેડી મુકવા આહ્વાન કર્યું હતું. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિના મહામંત્રી મોહન પ્રકાશજી, રાજ્ય સભાના માજી ઉપાધ્યક્ષ કે.રહેમાન ખાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રે સમિતિના કોર કમિટીના સભ્ય કદીર પીરઝાદા પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર લધુમતિઓના વિકાસ માટે ૧૫ મુદ્દાનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. પરંતુ ગુજરાત સરકારે આ કાર્યક્રમ રાજ્યમાં દાખલ નહીં કરીને લધુમતિ સમાજનો સામાજીક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ રૃંધી રહી છે.

મુખમેં રામ બગલમેં છુરી
ટોપી નહીં પહેરીને મોદી 'સદ્ભાવના'ની વાતો કરે છે
કોંગ્રેસના લઘુમતી સંમેલનમાં નકલી દાઢી, ટોપી અને બુરખાનો મુદ્દો છવાયેલો રહ્યો
ગાંધીનગર,રવિવાર
નરેન્દ્ર મોદીના અમદાવાદ ખાતેના ત્રિ-દિવસીય સદ્ભાવના ઉપવાસ દરમ્યાન મૌલાના દ્વારા પહેરાવામાં આવેલી ટોપી મોદીએ નહીં સ્વિકારીને મુસ્લિમ ભાઇઓને દુઃખ પહોંચાડયું હતું. તો આ બનાવ આજે કોંગ્રેસના લધુમતિ સંમેલનમાં વારંવાર ઉછળ્યો હતો. લધુમતિ સેલના નેતાઓએ આપેક્ષ કર્યો હતો કે નરેન્દ્ર મોદીના મુખપે રામ અને બગલમાં છુરી છે મુસ્લિમોની ટોપીથી નફરત કરતા મોદી સદ્ભાવનાની ખોટી વાતો કરી મુસ્લિમોને ગુમરાહ કરે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લધુમતિ ડીપાર્ટમેન્ટ દ્વારા આયોજીત લધુમતિ સંમેલનમાં કોંગ્રેસના નેતાઓ અને લધુમતિ સેલના આગેવાનોએ રાજ્ય સરકારની ઘોર નિંદા કરી હતી તો સાથે મોદીના સદ્ભાવના ઉપવાસ દરમ્યાન નકલી દાઢી અને બુરખાનો વિવાદ તેમજ મુસલામાનોની ટોપીનો બનાવ વારંવાર નેતાઓના મુખે આવી જતો હતો. સંમેલન દરમ્યાન વીસ જેટલા આગેવાનોએ વકત્વ્ય આપ્યું હતું તેમાંથી મોટા ભાગના નેતાઓએ જણાવ્યું હતું કે, મોદી સદ્ભાવના ઉપવાસ ફક્તને ફક્ત ઢોગ હતા એટલું જ નહીં મુખપે રામ અને બગલામે છુરીની નિતી ધરાવતાં નરેન્દ્ર મોદીએ ઉપવાસ દરમ્યાન મૌલાનાએ આપેલી ટોપી નહીં પહેરીને મુસ્લિમ સમુદાયનું અપમાન કર્યું હતું એટલું જ નહીં નરેન્દ્ર મોદીના સદ્ભાવના ઉપવાસ પણ નકલી છે. સાથે મોદી દ્વારા લધુમતિઓના વિકાસની વાતો પણ પોકળ છે. મોદીના રાજમાં લધુમતિ સમાજનો વિકાસ રૃંધાયો છે. તેવા આપેક્ષો પણ કરવામાં આવ્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved