Last Update : 02-July-2012, Monday

 

ગુજરાતમાં ચૂંટણીમાં કાળાં નાણાંનો બેફામ ઉપયોગ

 

- ચૂંટણી પંચના અહેવાલને સમર્થન

 

 

- સર્વેલન્સ દ્વારા કાળુ નાણું વપરાતું રોકાશે

 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, રવિવાર
ગુજરાતની ચૂંટણીઓમાં કાળા નાણાનો ભરપુર ઉપયોગ થતો હોવાનો આડકતરો નિર્દેશ કેન્દ્રીય ચૂંટણી પંચમાં ખર્ચની બાબતો સંભાળતા ડિરેકટર જનરલ પી.કે. દાશએ આપ્યો છે, જેમાં સૂર પુરાવતા ગુજરાતના ુુમુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી અનિતાબેન કરવાલે જણાવ્યું છે કે, 'મની પાવરનો બેફામ ઉપયોગ એ ચૂંટણીઓ વખતે મુખ્ય સમસ્યા છે.' રવિવારે અહીં ગુજરાત ઈલેકશન વૉચની જાહેરાત વખતે યોજાયેલી વર્કશોપમાં આ કહેવાયું હતું.
દેશમાં રાજકીય અને ચૂંટણી સુધારા માટે કાર્યરત ૧૨૦૦ જેટલા સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ એકઠાં કરીને 'નેશનલ ઈલેકશન વૉચ' રચાયું છે અને 'ગુજરાત ઈલેકશન વૉચ' એ તેનું ગુજરાત ચેપ્ટર છે. આ ચેપ્ટર તથા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી વર્કશોપમાં બોલતા પી.કે. દાશએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર નાણાનો બેફામ ઉપયોગ ચૂંટણી દરમિયાન થાય છે અને આ ઉપયોગ કઇ રીતે ઘટે તે દિશામાં પગલાં લેવાઇ રહ્યાં છે. નાણાનો બેફામપણે ચૂંટણીમાં થતાં ઉપયોગ ઘટાડવાની તાતી જરૃરીયાત છે કારણ કે તેના લીધે ચૂંટણીનું મેદાન અસમાનતામાં પલટાય છે, જે લોકશાહીને બગાડે છે, તેમ ઉલ્લેખી પી.કે. દાશે જણાવ્યું હતું કે, શેડો ઓબ્ઝર્વેશન રજિસ્ટર, સ્થાયી સર્વેલન્સ ટીમો, ફ્લાઈંગ સ્ક્વોર્ડસ, વિડિયો સર્વેલન્સ, તમામ મીડિયા જાહેરાતો ઉપર નજર રાખવી- જેવા પગલાં લેવાથી ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખી શકાય છે. તેમણે એવું પણ જાહેર કર્યું હતું કે, ગેરકાયદેસર નાણાનો ઉપયોગ રોકવાના હેતુથી જ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ઘટે તેને અનુલક્ષીને જ ચૂંટણી પંચ આ વખતે દરેક જિલ્લામાં ૨૪ કલાક કાર્યરત ટોલ ફ્રી ટેલિફોન સેવા શરૃ કરશે, જે ફરિયાદોનું મોનિટરિંગ કરશે.
પી.કે. દાશે એવો પણ બળાપો કાઢ્યો હતો કે, તમામ રાજકીય પક્ષો તથા ઉમેદવારો વારંવાર અપીલ કરવા છતાં તેઓ ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને આ સ્થિતિ કમનસીબ છે.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી અનિતા કરવાલે જણાવ્યું હતું કે મની પાવરનો ઉપયોગ એ દર ચૂંટણી વખતે મુખ્ય સમસ્યા બને છે, પરંતુ લોકજાગૃતિ અને લોકોના પ્રત્યક્ષ ઈન્ટેલિજન્સ દ્વારા ચૂંટણી દરમિયાન વપરાતી ખોટી રીતરસમો ઉપર અંકુશ લાવી શકાય. શ્રીમતી કરવાલે ગુજરાતની ચૂંટણીમાં માહિતી પહોંચાડવાની બાબતમાં સંપૂર્ણ પારદર્શીતા રાખવાનો વાયદો પણ કર્યો હતો.
ગુજરાત ઈલેકશન વૉચના સંયોજક એવા આઈઆઈએમ- અમદાવાદના પ્રો. જગદીશ છોકરએ ૨૦૦૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ- એડીઆરનો રિપોર્ટ ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં સાર્વજનિક કલ્યાણ માટે કામ કરી શકે તેવાં ઉમેદવારો ચૂંટવાનું કામ આખરે તો મતદારોનું છે અને જવાબદારી લોકોએ કર્તવ્યપૂર્ણ ભાવથી અદા કરવી જોઇએ.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved