Last Update : 02-July-2012, Monday

 

કોટનના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટતાં દક્ષિણ ભારતના સ્પિનરોની વિદેશી બજાર પર નજર

પેમેન્ટમાં છ મહિનાના વ્યાજમુકત સમયની પણ સ્પિનરોને સવલત

આંતરરાષ્ટ્રીય બજારમાં કોટનના ભાવમાં ઘટાડો ભારત કરતા ંઘણો તીવ્ર રહ્યો હોવાથી દક્ષિણ ભારતના સ્પિનરો પોતાની કોટનની માગ માટે હવે વિદેશી બજાર પર નજર દોડાવી રહ્યા છે. આ ઉપરાંત સ્પિનરોને પેમેન્ટમાં છ મહિનાનો વ્યાજમુકત સમય આપવામાં આવે છે. છ મહિના કરતા વધુ ઢીલ થાય તો બાકી પેમેન્ટ પર વાર્ષિક ત્રણ ટકાથી પણ ઓછા દરે વ્યાજ ચૂકવવાની સ્પિનરોને સવલત મળી રહે છે.
કોટનના આંતરરાષ્ટ્રીય ભાવ જે મે મહિનાના પ્રારંભમાં પાઉન્ડ દીઠ ૮૫.૭૦ સેન્ટ હતા તે આજે વીસ ટકા જેટલા ઘટીને ૭૦.૫૦ સેન્ટ બોલાય છે. જો કે આ સમયગાળા દરમિયાન રૃપિયામાં ઘસારો આવતા આયાત મોંઘી બની છે. જેને કારણે ભાવમાં ઘટાડો માત્ર પાંચ ટકા જેટલો જ જોવા મળે છે. ભારતીય બજારમાં કોટનનો ભાવ જો કે સ્થિર જળવાઈ રહ્યો છે. ભારતમાં પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૯૨૦૦ આસપાસ ભાવ બોલાય છે. શંકર ૬ જાતિ જેવા કોટનના આયાતી ભાવ પ્રતિ પાઉન્ડ ૭૫ સેન્ટસ પડે છે જ્યારે ભારત ખાતે કોટનની નિકાસ ૮૦ સેન્ટસમાં થાય છે, એમ સ્થાનિક બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દક્ષિણ ભારતના સ્પિનરો હાલમાં આફ્રિકા ખાતેથી માલ મંગાવી રહ્યા છે કારણ કે અહીં તે સસ્તું પડે છે. મળતી માહિતી પ્રમાણે દક્ષિણમાં અત્યારસુધી ૭૦,૫૦૦ કિ.ગ્રા. ગાંસડીની આયાત થઈ છે. પ્રતિ કેન્ડી આયાત ખર્ચ રૃપિયા ૩૪૦૦૦ પડે છે.
કોઈમ્બતુરમાં ગુજરાતનું કોટન રૃપિયા ૩૭૦૦૦ અને આન્ધ્રનું રૃપિયા ૩૮૦૦૦માં પડે છે. કોટનની આયાત કરવા માટે અમને દક્ષિણના ટ્રેડરો તરફથી ઓર્ડરો મળી રહ્યા છે, એમ એક ઈન્ડેન્ટિંગ એજન્ટે જણાવ્યું હતું. ચોમાસુ મોડું પડતા વાવેતર વિસ્તાર ઘટવાની પણ શકયતા વચ્ચે ભાવમાં ઉછાળો આવવાની પણ આશંકા સેવાઈ રહી છે. ઓર્ડર આપ્યા બાદ ચાલીસ દિવસે ડિલિવરી મળતી હોવાથી સ્પિનરો નીચા ભાવના માલની ખેંચ ન પડે માટે ઓર્ડરો આપી રહ્યા છે.
મે મહિનાથી ભારતની નિકાસ લગભગ ઠપ્પ પડી ગઈ છે. ઓકટોબરથી મે દરમિયાન માત્ર ૧.૧૦ કરોડ ગાંસડીની નિકાસ થઈ શકી છે. ત્યાર બાદ લાખ ગાંસડીની જ નિકાસ થઈ શકી છે, એમ પણ વાણિજ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. ભારતની સરખામણીએ આંતરરાષ્ટ્રીય બજારમાં કોટનના ભાવ નીચે જતાં નિકાસ પર અસર પડી છે. ચીન અને બંગલાદેશ જે ભારતના બે મોટા કપાસના ગ્રાહકો છે તેમના તરફથી પણ માગ આવતી નહીં હોવાનું જણાવાઈ રહ્યું છે. ચીને અમેરિકા ખાતેથી મોટી આયાત કરીને બફર સ્ટોક ઊભો કર્યો છે.
જો કે વચગાળાના સમયમાં ભારત ખાતેથી કોટનની નિકાસ પર મુકાયેલા પ્રતિબંધને કારણે પણ નિકાસ ઓછી રહી હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે. નિકાસ પ્રતિબંધ મે મહિનામાં ઉઠાવી લેવાયો હતો. મિલો પણ જરૃરિયાત પૂરતી ખરીદી કરતી હોવાથી ઘરઆંગણે પણ માગ ઘટી હોવાનું જણાવાયું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved