Last Update : 02-July-2012, Monday

 

એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન રૃ.૨,૮૮,૮૨૩ કરોડનું ટર્નઓવર કીમતી ધાતુઓમાં સોનાના વાયદા રૃ.૧૦૦થી વધુ અને ચાંદીના રૃ.૧,૦૦૦થી વધુ તૂટયા

તાંબા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ નરમઃ ક્રૂડ તેલ પણ ઘટયુંઃ મેન્થા તેલ ઢીલું

એમસીએક્સ ખાતે સમીક્ષા હેઠળના (૨૨થી ૨૮ જૂન) સપ્તાહ દરમિયાન ૫૧,૦૨,૮૩૩ સોદામાં રૃ.૨,૮૮,૮૨૩.૭૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં સોના-ચાંદીનાં કામકાજનો હિસ્સો રૃ.૧,૬૦,૯૩૬.૨૫ કરોડનો હતો.
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવોમાં ૧૦ ગ્રામદીઠ રૃ.૧૫૬થી રૃ.૧૯૩નો ઘટાડો થયો હતો. સોનું ઓગસ્ટ વાયદો રૃ.૨૯,૮૧૦ ખૂલી, ઊપરમાં રૃ.૩૦,૧૮૦ અને નીચામાં રૃ.૨૯,૬૩૦ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૃ.૧૯૧ ઘટી રૃ.૨૯,૬૫૨ બંધ રહ્યો હતો. સોનાનો ઓક્ટોબર વાયદો સૌથી વધુ રૃ.૧૯૩ ઘટી બંધમાં રૃ.૨૯,૯૬૧ રહ્યો હતો, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો સૌથી ઓછો રૃ.૧૫૬ ઘટી રૃ.૨૯,૬૧૩ના ભાવ બંધમાં રહ્યા હતા. ગોલ્ડ-ગિનીના ત્રણેય વાયદા ૮ ગ્રામદીઠ રૃ.૧૧૯થી રૃ.૧૨૦ નરમ રહ્યા હતા. ગિની જૂન વાયદો રૃ.૨૩,૯૬૬ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૧૧૯ ઘટી રૃ.૨૩,૮૦૮ બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૃ.૨૪,૧૨૦ અને નીચામાં રૃ.૨૩,૭૭૬ બોલાયો હતો. ગોલ્ડ-પેટલના વાયદા ૧ ગ્રામદીઠ રૃ.૧૨થી રૃ.૨૦ ઢીલા રહ્યા હતા, જ્યારે ગોલ્ડ-પેટલ દિલ્હી વાયદા રૃ.૧૮૬થી રૃ.૩૩૬ જેટલા વધ્યા હતા. ગોલ્ડ-પેટલ જૂન વાયદો રૃ.૨૦ ઘટી રૃ.૨,૯૭૭ અને ગોલ્ડ પેટલ-દિલ્હી જૂન વાયદો રૃ.૩૩૬ વધી રૃ.૩,૪૦૩ બંધ રહ્યા હતા. સોનાની માફક ચાંદીના વાયદાઓમાં પણ નરમાઈનો માહોલ હતો. જોકે, ચાંદીના વાયદામાં ભાવઘટાડાની રેન્જ કિલોદીઠ રૃ.૧,૦૮૦થી રૃ.૧,૧૫૨ જેટલી વ્યાપક હતી. ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૃ.૫૨,૮૭૧ ખૂલી, ઊંચામાં રૃ.૫૩,૮૮૯ અને નીચામાં રૃ.૫૧,૬૬૦ રહી સપ્તાહના અંતે રૃ.૧,૧૪૨ ઘટી રૃ.૫૧,૭૫૬ બંધ રહ્યો હતો. ચાંદીનો દૂર ડિલિવરી ડિસેમ્બર વાયદો રૃ.૧,૦૯૭ ઘટી બંધમાં રૃ.૫૪,૭૪૩ રહ્યો હતો. સોનાના વાયદાઓમાં ૭,૯૭,૧૯૫ સોદામાં રૃ.૭૫,૫૨૭.૭૭ કરોડનાં ૨,૫૨,૩૧૩ કિલો અને ચાંદીના વાયદાઓમાં ૧૭,૯૮,૧૯૧ સોદામાં રૃ.૮૫,૪૦૮.૪૮ કરોડનાં ૧૬,૦૭૩.૫૬૯ ટનનાં કામકાજ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં માત્ર તાંબામાં સુધારો હતો, જ્યારે અન્ય તમામ ધાતુઓ નરમ બંધ થઈ હતી. કિલોદીઠ તાંબાના વાયદા રૃ.૨.૩૦થી રૃ.૩.૦૫ જેટલા સુધર્યા હતા. નિકલના વાયદા રૃ.૮.૭૦થી રૃ.૧૧.૭૦, એલ્યુમિનિયમ ૭૦ પૈસાથી રૃ.૧.૬૦, ટિન જૂન ૨૫ પૈસા, સીસું રૃ.૩.૧૫થી રૃ.૩.૬૦ અને જસતના વાયદા રૃ.૧.૭૦થી રૃ.૨.૨૫ જેટલા ઘટયા હતા. તાંબામાં રૃ.૨૫,૧૯૦.૬૩ કરોડ, ટિનમાં રૃ.૫૪ લાખ, નિકલમાં રૃ.૫,૫૦૩.૩૩ કરોડ, એલ્યુમિનિયમમાં રૃ.૨,૯૦૮.૩૩ કરોડ, સીસામાં રૃ.૬,૦૫૭.૭૦ કરોડ અને જસતમાં રૃ.૩,૮૬૮.૩૪ કરોડના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં બેરલદીઠ રૃ.૫૪થી રૃ.૭૮નો ઘટાડો રહ્યો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો રૃ.૪,૫૧૨ ખૂલી, ઊપરમાં રૃ.૪,૬૩૮ અને નીચામાં રૃ.૪,૪૪૮ના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે રૃ.૫૭ ઘટી રૃ.૪,૪૬૦ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનો દૂર ડિલિવરી ડિસેમ્બર વાયદો સૌથી વધુ રૃ.૭૮ ઘટી બંધમાં રૃ.૪,૭૦૯ના ભાવ રહ્યા હતા. નેચરલ ગેસમાં એમએમબીટીયૂદીઠ રૃ.૪.૨૦થી રૃ.૪.૫૦નો સુધારો હતો. ક્રૂડ તેલમાં ૭,૫૯,૧૬૧ સોદામાં રૃ.૬૦,૪૨૧.૯૦ કરોડનાં ૧૩,૨૮,૦૭,૪૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૧૩૭.૯૩ કરોડનાં ૨,૬૪,૧૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં ૩,૦૫,૬૪૪ સોદામાં રૃ.૧૦,૧૧૨.૭૬ કરોડનાં ૬૪,૩૪,૫૨,૫૦૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો. ગેસોલીનમાં ૪૨,૦૦૦ યુએસ ગેલન અને થર્મલ કોલમાં ૧,૦૦૦ ટનનાં કામ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં કોટનના વાયદાના ભાવોમાં ગાંસડીદીઠ રૃ.૨૩૦થી રૃ.૩૦૦ની વૃદ્ધિ જોવા મળી હતી. કોટન જૂન વાયદો રૃ.૨૩૦ વધી રૃ.૧૬,૦૬૦ બંધ રહ્યો હતો. કોટનનો જુલાઈ વાયદો રૃ.૨૩૦ અને ઓગસ્ટ સૌથી વધુ રૃ.૩૦૦ વધી અનુક્રમે રૃ.૧૬,૩૯૦ અને રૃ.૧૬,૭૬૦ બંધ રહ્યા હતા. બદામનો જૂન વાયદો કિલોદીઠ રૃ.૮ ઘટી બંધમાં રૃ.૪૦૫.૨૫ રહ્યો હતો. સીપીઓના ચારેય વાયદા ૧૦ કિલોદીઠ રૃ.૧.૧૦થી રૃ.૪.૩૦ અને એલચીના ચારેય વાયદા કિલોદીઠ રૃ.૬.૧૦થી રૃ.૪૫.૪૦ જેટલા વધ્યા હતા. સીપીઓ જૂન વાયદો રૃ.૪.૩૦ વધી રૃ.૫૬૬.૭૦ અને એલચી જુલાઈ રૃ.૩૩.૬૦ વધી રૃ.૧,૩૨૨ બંધ રહ્યા હતા. બટેટાની જાતોમાં આગ્રા જુલાઈ વાયદો ૧૦૦ કિલોદીઠ રૃ.૨૬ અને ઓગસ્ટ રૃ.૮.૯૦ ઘટવા સામે સપ્ટેમ્બર વાયદો રૃ.૯.૮૦ વધી બંધમાં રૃ.૧,૩૬૩.૩૦ રહ્યો હતો. બટેટા-તારકેશ્વરના વાયદા રૃ.૨૯.૬૦થી રૃ.૩૯.૮૦ જેટલા સુધર્યા હતા. બટેટા-તારકેશ્વર જુલાઈ વાયદો રૃ.૩૦.૯૦ વધી બંધમાં રૃ.૧,૦૮૯.૯૦ રહ્યો હતો. મેન્થા તેલ કિલોદીઠ રૃ.૪૨.૮૦થી રૃ.૪૪.૬૦ ઢીલું હતું. મેન્થા તેલ જૂન વાયદો રૃ.૪૪.૬૦ ઘટી રૃ.૧,૨૫૧.૧૦ બંધ રહ્યો હતો. કપાસનો માર્ચ વાયદો ૨૦ કિલોદીઠ રૃ.૨૦.૧૦ અને એપ્રિલ રૃ.૯.૫૦ વધી અનુક્રમે રૃ.૧,૦૦૬ અને રૃ.૧,૦૦૦ રહ્યા હતા. સીપીઓમાં ૨૫,૮૧૦ સોદામાં રૃ.૧,૮૮૧.૨૧ કરોડનાં ૩,૨૯,૩૯૦ ટન, એલચીમાં ૨૨,૧૫૫ સોદામાં રૃ.૩૪૨.૭૨ કરોડનાં ૨,૬૩૦ ટન, બટેટા-આગ્રામાં ૨,૫૮૫ સોદામાં રૃ.૧૧૬.૦૬ કરોડનાં ૯૧,૮૦૦ ટન, બટેટા-તારકેશ્વરમાં ૫૨૯ સોદામાં રૃ.૨૩.૦૭ કરોડનાં ૨૦,૩૧૦ ટન, મેન્થા તેલમાં ૩૬,૫૯૬ સોદામાં રૃ.૧,૮૧૧.૫૦ કરોડનાં ૧૪,૧૭૩ ટન, બદામમાં ૩ ટન, કપાસમાં ૫૮૦ સોદામાં રૃ.૧૨.૨૪ કરોડનાં ૨,૪૧૬ ટન અને કોટનમાં ૧૧,૫૫૯ સોદામાં રૃ.૫૪૭.૬૩ કરોડનાં ૩,૩૫,૪૭૫ ગાંસડીના વેપાર થયા હતા.
એમસીએક્સ કોમડેક્સ સપ્તાહના અંતે ૭.૫૨ પોઈન્ટ વધી ૩૬૧૧.૯૬ બંધ રહ્યો હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૦.૭૦ પોઈન્ટ વધી ૪૯૦૮.૩૯, એનર્જી ઈન્ડેક્સ ૯.૪૧ પોઈન્ટ વધી ૩૦૭૫.૫૭ અને એગ્રી ઈન્ડેક્સ ૨૦.૪૨ પોઈન્ટ વધી ૨૮૧૬.૫૬ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved