Last Update : 02-July-2012, Monday

 

નવા સપ્તાહમાં નિફ્ટી ૫૩૬૬થી ૫૧૮૮, સેન્સેક્ષ ૧૭૭૮૮થી ૧૭૦૫૫ વચ્ચે અથડાશે

ચોમાસાની પ્રગતિ ક્રુડ ઓઇલ, ડોલરની અફડાતફડી, જૂનના મેન્યુફેક્ચરીંગ આંક પર નજર

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
નાણા પ્રધાન તરીકે પ્રણવ મુખર્જીની વિદાય અને આર્થિક ઉદારીકરણના પ્રણેતા પૈકી વડા પ્રધાન મનમોહન સિંહ દ્વારા ફરી દેશના ડામાડોળ બનવા લાગેલા અર્થતંત્રનું સુકાન સંભાળી લેવું જાણે કે યોગાનુયોગ શેરબજારો માટે શુકનિયાળ બન્યું છે. દેશના હચમચી ગયેલા આર્થિક માચડાંને પુનઃ વ્યવસ્થિત કરવાનો અને લકવો મારી ગયેલા આર્થિક સુધારાઓને પુનઃ પટરી પર લાવી વેગ આપવાની સક્રીયતા વડા પ્રધાને આગમનની સાથે જ બતાવી દઇ પોતાના પ્રમુખ સલાહકારોને કામગીરી સોંપવાનો સંકેત આપી શરૃ કરી દીધેલી હિલચાલથી જ એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 'ગાર'ના ગારમાંથી બહાર આવી યુરોપના સ્પેન, ઇટાલી મુદ્દે હળવા થયેલા સંકટના જોમમાં સેન્સેક્ષને ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ની દસ સપ્તાહની ઉંચાઇએ મૂકી દીધો છે.
નેગેટીવ પરિબળો પોઝિટીવ બનવા લાગ્યા, પરંતુ હજુ ચોમાસુ, ક્રુડ ઓઇલ પ્રમુખ જોખમી પરિબળ
સંખ્યાબંધ રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય નેગેટીવ પરિબળોથી ઘેરાયેલા શેરબજારો પાછલા ઘણા દિવસોથી આ જાળમાં મુક્ત થવાના ફાંફા મારી રહ્યા હતા. ફુગાવા-મોંઘવારીના પરિબળે અનેકની બચતો કોરી ખાવા લાગી, રોકાણકાર પાત્ર ફંડની અછત સર્જવા લાગી, તો બીજું આર્થિક કૌભાંડો- ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતે અનેકને મુંઝવણમાં મૂકી દઇ કરેલું રોકાણ પાછું ખેંચી લેવા મજબૂર કરી દીધા, તો ભારતમાં ભ્રષ્ટાચાર, આર્થિક કૌભાંડોને પગલે સર્જાયેલી રાજકીય અસ્થિરતા- અનિશ્ચિતતાની પરિસ્થિતિથી ભયભીત વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ અટકી ગયેલા આર્થિક સુધારાથી નવું રોકાણ ભારતમાં ઠાલવવાનું અટકાવી ઉચાળા ભરતા ડોલર સામે રૃપિયો પણ તૂટતો જઇ ૫૭ની સપટી પાર કરી જઇને ૫૭.૦૯ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ આવી ગયો. યુરો ઝોનના અસ્તિત્વને જોખમમાં મૂકતી જતી એક પછી એક દેશોની કટોકટીની ઘટનામાં કોણ કોને બચાવે એ મુંઝવણમાં યુરોપીય યુનીયને અંતે યુરો ઝોનના અસ્તિત્વને ટકાવવા ગ્રીસને ફરી ચૂંટણી પૂર્વે જ મદદનું વચન આપી દઇ હવે સ્પેનની બેંકોને ઇમરજન્સી લોન આપવાનું અને જરૃર પડયે ઇટાલીને પણ મદદ કરવાનું યુરોપીય યુનીયનની સમિટમાં વચન આપી દઇ અત્યારે પરિસ્થિતિ અંકુશમાં લઇ લેતા વૈશ્વિક ઇક્વિટી બજારો તરફ વેજ ફંડો ઇન્વેસ્ટરો આકર્ષાયા છે. પરંતુ હજુ સ્થાનિક મોરચે ચોમાસાના વિલંબનું પરિબળો અને ક્રુડ ઓઇલના ફરી ઉંચકાતા ભાવ પ્રમુખ જોખમી પરિબળ બની રહેવા સાથે યુરોપમાં સ્પેન, ઇટાલીને વચન બાદ કોઇ નવી મુશ્કેલી આવી ન પડે એના પર નજર રહેશે.
મનમોહન સિંહ આવતાની સાથે ઝળક્યા ઃ હવે બે વર્ષમાં નબળા સુકાનીનું મેણું ભાંગશે?
ભારતમાં પણ મનમોહન સિંહે નાણા ખાતાનું સુકાન સંભાળી લેતાની સાથે જનરલ એન્ટિ અવોઇડન્સ ટેક્ષ રૃલ્સ (જીએએઆર) હવે પાછલી તારીખથી લાગુ નહીં થઇ એપ્રિલ ૨૦૧૩થી જ અમલી બનશે એવાં સંકેત આપી દઇ આર્થિક સુધારા- ઉદારીકરણના પગલાંના શ્રીગણેશ કરાવી વિદેશી રોકાણકારોનો ભારત પર વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત કરવાની દિશામાં મહત્વનું પગલું લીધું છે. આવતાની સાથે બજાર માટે મનમોહન સાબીત થયેલા મનમોહન સિંહ પર લાંબા સમયથી દેશના નબળા વડા પ્રધાન- સુકાની હોવાનું મેણું વિપક્ષો લગાવી યુપીએ સરકારની છબી ખરડાવવા એક પણ મોકો જતો કરાતો નથી. ત્યારે વર્ષ ૨૦૧૪માં યોજાનારી આગામી લોકસભા ચૂંટણી પૂર્વેના કાર્યકાળમાં નાણા ખાતાનો કારભાર સંભાળી મનમોહન સિંહે દેશના આર્થિક માચડાંને પુનઃ વ્યવસ્થિત કરી દઇ ફરી એફઆઇઆઇના દિલ જીતી શેરબજારોમાં પુનઃ ધમધમતી તેજી લાવી એના થકી ઉદ્યોગો- અન્ય બજારોને પુનઃ ધબકતા કરી આ મેણું ભાંગશે કે કેમ એ જોવું રહ્યું. આર્થિક વૃદ્ધિના બેરોમીટર ગણાતા શેરબજારોમાં ફરી તોફાની તેજી થકી આ શક્ય બની શકે એમ છે.
માત્ર અજવાસ પૂરતો નથી ઃ શેરોમાં વોલ્યુમ સાથેની તેજી જરૃરી છે
પાછલા સપ્તાહમાં આવેલી તોફાની તેજી છતાં રોકાણકારોમાં હજુ વિશ્વાસની કટોકટી છે. ઇન્ડેક્ષ બેઝડ થયેલી તોફાની તેજી અને ગુરુવારે જૂન વલણના અંત પૂર્વે જુલાઇમાં મંદી બતાવી ખેલંદાઓને ફસાવાયા એ વાતથી હજુ ખેલંદાઓ ભયભીત છે. એ વાતથી કે વાસ્તવિક ફુગાવો હજુ ઊંચો છે, રોકાણકાર મૂડી સામે રોજીંદી જરૃરીયાતોના વધેલા ખર્ચને પહોંચી વળવાને પ્રાથમિક્તા જરૃરી છે. હજુ જૂના રોકાણમાંથી છૂટી શકાયું નથી, ત્યાં નવી મૂડી ક્યાં ફસાવવી અને બજારમાં અજવાસ જરૃર થયો છે, પરંતુ હજુ શેરોમાં વોલ્યુમ સાથે કોઇ ઉછાળો આવ્યો નથી. જેથી માત્ર અજવાસ પૂરતો નથી. વોલ્યુમ સાથેની તેજી જરૃરી છે.
કોર્પોરેટ પરિણામો પૂર્વે જૂનના ઓટો, સિમેન્ટ, મેન્યુફેક્ચરીંગ પીએમઆઇ આંક પર નજર
કોર્પોરેટ પરિણામોની સીઝન ૧૧, જુલાઇથી શરૃ થતા પૂર્વે ઇન્ડેક્ષ બેઝડ આવેલી તોફાની તેજી હવે આવતીકાલે ૧, જુલાઇ અને ૨, જુલાઇના ઓટોમોબાઇલ તેમજ સિમેન્ટ કંપનીઓના જૂન મહિનાના વેચાણના આંકડા તેમજ ચોમાસાની પ્રગતિ સાથે એચએસબીસી મેન્યુફેક્ચરીંગ પરચેઝીંગ ઇન્ડેક્ષના અને સર્વિસિઝ પીએમઆઇના (પીએમઆઇ) જૂન મહિનાના ૨, જુલાઇના જાહેર થનારા આંક તેજીની ચાલને અથડાવે એવી શક્યતા રહેશે. ૨૭, જુનના પૂરા થયેલા સપ્તાહમાં દેશમાં વરસાદ ૧૮ ટકા ઓછો અને સીઝનનો લાંબાગાળાની સરેરાશ કરતા ૨૩ ટકા ઓછો થયો હોવાના આંક હજુ ચિંતાનું પ્રમુખ પરિબળ છે. ચીનમાં પાછલા દિવસોમાં મંદ પડેલી ઔદ્યોગિક- આર્થિક વૃદ્ધિએ પણ વૈશ્વિક આર્થિક રીકવરીની ચિંતા કરાવી છે, અને હવે ચીન સ્ટીમ્યુલસના કેવા પગલાં લે છે, અને મેન્યુફેક્ચરીંગ - આર્થિક આંકડા કેવા આવે છે એના પર વૈશ્વિક બજારોની ચાલ નિર્ભર હોઇ બજાર ફંગોળાતી ચાલ બતાવી શકે છે.
નિફ્ટી ૫૩૬૬થી ૫૧૮૮, સેન્સેક્ષ ૧૭૭૮૮થી ૧૭૦૫૫ વચ્ચે અથડાતાં જોવાશે
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ઓટો, સિમેન્ટ કંપનીઓના જૂનના વેચાણ આંકડા અને એચએસબીસી પીએમઆઇના ભારત, ચીન સહિતના આંકડા પર નજરે ઉપરમાં ૧૭૭૮૮થી નીચામાં ૧૭૦૫૫ વચ્ચ ે અને નિફ્ટી સ્પોટ ઉપરમાં ૫૩૬૬થી નીચામાં ૫૧૮૮ વચ્ચે અથડાતા જોવાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved