Last Update : 02-July-2012, Monday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર તા. ૨૭ જૂનથી મંગળવાર ૩ જુલાઈ સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજીપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ થકી ભાવિ ફળકથન કરવામાં આવે છે. જેમાં ૨૨ મુખ્ય અને ૫૬ સહાયક કાર્ડ છે. દરેક કાર્ડ પરના ચિત્રનું અલગ અલગ અર્થઘટન હોય છે. ટેરટ કાર્ડ અંગેની વિશાળ માહિતી ઇન્ટરનેટ પર ગુગલ દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ધ કંિગ ઓફ પેન્ટાકલ્સનું સંિહાસન પર બિરાજમાન પ્રભાવશાળી રાજાનું ચિત્ર તમારે ઉચ્ચ હોદ્દા પર રહેલી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું બનવાનું સૂચવી જાય છે અને રાજકારણ સાથે સંકળાયેલા હોય તેઓનો કોઈ મહત્ત્વનો હોદ્દો પ્રાપ્ત થઈ શકે. એકાદ હૃદયસ્પર્શી શુભ ઘટના બનશે. શુભ સમાચાર મળશે તા. ૨૭, ૨૮, ૨૯, ૩૦ શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - ધ એમ્પરરનું સંિહાસન ઉપર બિરાજમાન પ્રભાવશાળી રાજાનું ચિત્ર મેષ રાશિ સાથ સંકળાયેલ ધ કંિગ ઓફ પેન્ટાકલ્સના કાર્ડની જેમ તમારા માટે પણ ઉચ્ચ હોદ્દા પર રહેલી વ્યક્તિઓનો સંપર્ક તમારા માટે નોંધપાત્ર બનવાનું સૂચવી જાય છે. જે તમારા પિતા, મોટાભાઈ, પતિ કે કુટુંબની અન્ય વડિલ વ્યક્તિ હોઈ શકે. જેની સાથે માનમર્યાદામાં વાતચીત કરવાનું લાભદાયક બનશે. તા. ૨૯, ૩૦, ૧, ૨, શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - ધ નાઇટ ઓફ વોન્ડસનું કાર્ડ ઘોડા પર સવાર થઈને જઈ રહેલી વ્યક્તિનું ચિત્ર તમારા માટે અણધારી મુસાફરીનો યોગ ઉદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે. સ્થાન પરિવર્તનનો યોગ ઉદ્‌ભવશે. તમારી કુશળતા અને સાહસિકવૃત્તિ દ્વારા આ સપ્તાહ દરમિયાન નોંધપાત્ર કાર્યોમાં સારું ખોટું પરિણામ મેળવી શકશો. તા. ૧, ૨, ૩ શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ધ નાઇન ઓફ પેન્ટાકલ્સનું ચિત્ર બગીચામાં ઉભેલી એક સુંદર સ્ત્રી જેના હાથ પર બેઠેલા સુંદર પક્ષીનું ચિત્ર કુદરત તરફના પ્રેમને ્‌વ્યક્ત કરી શકવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારા હૃદયમાં રહેલો મુંગા અબોલ પક્ષીઓ/ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવી શકશો અને તેઓને માટે કંઈક શુભકાર્ય કરી શકશો. દૂર વસતા સ્નેહીજનો અંગે સમાચાર મળશે. તા. ૨૮, ૨૯, ૩ શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - ધ મેજીસીઅન એક જાદુગરનું લાંબો લાલ રંગનો કોટ પહેરી ટેબલ ઉપર તેના ગોઠવાયેલા સાધનો પાસે ઉભા રહી કંઈક કરામત બતાવવાની તૈયારી કરી રહ્યાનું દ્રશ્ય/ ચિત્ર તમારા માટે તમારી આવડત હોશિયારી બતાવી શકો તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે જેમાં એકાગ્રતા ના રાખી શક્યા તો અપયશ મળશે. દરેક પ્રકારે સાવધાની રાખી કામકાજ કરવું, તા. ૨૯, ૩૦ શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ધ નાઇટ ઓફ કપ્સનું સંિહાસન પર બિરાજમાન ગંભીરતાપૂર્વક કાંઈક વિચારી રહેલા રાજાનું ચિત્ર કોઈ સમસ્યાનું નિરાકરણ લાવવા તમારે પ્રયત્નશીલ બનવવાનું સૂચવી જાય છે. તમારી સામે રહેલો કૌટુંબિક અને નાણાંકીય પ્રશ્નોને ઉકેલવા માટે પ્રયત્ન કરજો. એકાદ પ્રશ્ન તમારા માટે કસોટીરૂપ પુરવાર થશે. નવા કાર્યોમાં વિચારીને આગળ વધવું તા. ૨૭, ૨૯, ૧, ૨ શુભ.

 

તુલા (ર. ત.) ઃ The World - ધ સ્ટારનું આકાશમાં ઝગમગતા તારલાઓનું સરોવરમાં પડી રહેલા પ્રતિબંિબનું ચિત્ર તમારા અંતરાત્માના અવાજને અનુસરી નોંધપાત્ર કાર્યમાં નિર્ણય લેવા સૂચવી જાય છે. તમારા નિશ્ચિત કરેલા કાર્યોમાં સંતોષકારક પરિણામ પ્રાપ્ત થઈ શકશે. એકાદ લાભદાયક ઘટના તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરશે. તા. ૨૯, ૩૦, ૩ શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - પેજ ઓફ વોન્ડસનું નવજુવાન વ્યક્તિનું ફેશનેબલ ડ્રેસ પહેરીને પોતાનો પ્રભાવ ઉપસાવવાનું કાર્ય કરી રહ્યાનું ચિત્ર તમારા કુટુંબમાં કે મિત્રવર્તુળમાં કોઈ પ્રસંગના કારણે પ્રભાવ પાડી શકો તેવી તક પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. કલાક્ષેત્ર સાથ સંકળાયેલી વ્યક્તિઓના માન-સન્માનમાં વધારો થાય અને નવી તક પ્રાપ્ત થશે. તા. ૨૭, ૨૮, ૧, ૨ શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ધ નાઇન ઓફ પેન્ટાકલ્સનું ચિત્ર કુટુંબની વ્યક્તિઓ ભેગા મળેલી હોય તેવું ચિત્ર સપ્તાહ દરમ્યાન તમારે શુભ પ્રસંગની ઉજવણી અંગે કુટુંબની વ્યક્તિઓને મળવાનું તથા ભેગા થઈ આ અંગે નોંધપાત્ર નિર્ણય લેવાનો આવવાનું સૂચવી જાય છે. કુટુંબમાં કોઈ નવી વ્યક્તિનું આગમન થશે તમારા આનંદ- ઉત્સાહમાં વધારો થાય તેવી ઘટના બનશે. તા. ૨૭, ૨૮, ૨૯ ૩૦, ૩ શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ નાઇન ઓફ કપ્સ એક પ્રભાવશાળી વ્યક્તિની આસપાસ ગોઠવાયેલા નવ કપનું ચિત્ર તમારા માન- સન્માનમાં વધારો થવાનું અને કલાક્ષેત્રે તથા રમતજગત સાથે સંકળાયેલા હોય તેઓને મેડલ પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. વિદ્યાર્થી વર્ગને ધાર્યા કરતા વઘુ સારું પરિણામ પ્રાપ્ત થાય અને પસંદગીની કોલેજ- સ્કૂલ કે યુનિવર્સિટીમાં એડમિશન મળી શકશે. તા. ૨૯, ૩૦, ૧, ૨ શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ધ ફાઇવ ઓફ વોન્ડસનું પાંચ વ્યક્તિઓ હાથમાં ઉંચા વાંસ જેવા દંડાઓ લઈને ઉભેલી દર્શાવાયેલી છે તે સૂચવી જાય છે કે, સપ્તાહ દરમ્યાન કોઈની પણ સાથે તમારે વાદ-વિવાદ થઈ શકે અને આવેશમાં આવી શકાય. કોર્ટ/ કચેરી જેવા કાર્યોમાં નિષ્ફળતા મળે. કૌટુંબિક સમસ્યાઓ જો કોઈ હોય તો તે પરાકાષ્ટાએ પહોંચી શકે. તા. ૧, ૨, ૩ શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess -ધ ક્વીન ઓફ પેન્ટાકલ્સનું સંિહાસન પર તાજ પહેરેલ રાજકુમારીનું બેઠેલું ચિત્ર તમારા માન-સન્માનમાં વધારો થવાનું અને અવિવાહિત હોય તેઓને માટે યોગ્ય જીવનસાથીની પસંદગી કરી શકવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારી સુખ- સમૃદ્ધિમાં વધારો થશે. સામાજિક દ્રષ્ટિએ માન-સન્માનના અધિકારી બની શકશો તા. ૨૭, ૨૮, ૩ શુભ.

- ઇન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved