Last Update : 02-July-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨-૭-૨૦૧૨ સોમવાર
અષાઢ સુદ તેરસ - જૈન ચોમાસી ચૌદસ (ચૌદસક્ષય)
જૈન અઠ્ઠાઈ સમાપ્ત
વિંછુંડો સાંજના ૬ ક. ૩૯ મિ. સુધી

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૮ મિ. (સૂ) ૬ ક. ૫૦ મિ. (મું) ૬ ક. ૫૪ મિ.
જન્મરાશિ ઃ આજે સાંજના ૬ ક. ૩૯ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ જ્યેષ્ઠા સાંજના ૬ ક. ૩૯ મિ. સુધી પછી મૂળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિ પૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મિથુન, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર ઃ સાંજના ૬ ક. ૩૯ મિ. સુધી વૃશ્ચિક પછી ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન વર્ષાઋતુ રા.દિ.આ-૧૧
માસ-તિથિ-વાર ઃ અષાઢ સુદ તેરસને સોમવાર (ચૌદસનો ક્ષય)
- જૈન ચોમાસી ચૌદસ. અઠ્ઠાઈ સમાપ્ત.
- સુદ ચૌદસનો ક્ષય છે. અશુભ.
- વિંછુંડો સાંજના ૬ ક. ૩૯ મિ. સુધી
- વિષ્ટી રાત્રે ૩ ક. ૨૨ મિ.થી શરૃ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શાબાન માસનો ૧૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બેહમન માસનો ૧૯ રોજ ફરવરદીન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે નોકરી-ધંધામાં તિથિ ક્ષયના કારણે સાવધાની રાખવી. નુકસાન-વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખવું.
વૃષભ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ અસ્વસ્થતા-ચિંતા-બેચેની અનુભવો. નોકરી-ધંધામાં જોખમી નિર્ણય કરવો નહીં.
મિથુન ઃ આપે બજારોની-હવામાનની ફેરફારીમાં નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી. આળસ-બેકાળજીથી નુકસાન થાય.
કર્ક ઃ શેરોની લે-વેચમાં દૂધ-મીઠાઈ-ખાણીપીણીના ધંધામાં સંભાળવું પડે. નોકરીમાં જીદ્દ-મુમત-અહમ-વિવાદથી નુકશાન થાય.
સિંહ ઃ તિથિક્ષયના કારણે આજનો દિવસ ચિંતા-ઉચાટનો રહે. બહારના કે બહારગામના કામમાં દ્વિધા-મુંઝવણમાં રહો.
કન્યા ઃ આજે રાત્રે યાત્રા પ્રવાસ-મુલાકાતમાં સંભાળવું પડે. નોકરી-ધંધાના કામ અંગે ચિંતા રહે. પરંતુ આવકથી રાહત જણાય.
તુલા ઃ તિથિ ક્ષય-બજારોની-હવામાનની અસરના કારણે નોકરી-ધંધાના-બેંકના-નાણાંની લેવડ દેવડના વ્યવહારમાં સંભાળવું પડે.
વૃશ્ચિક ઃ આજે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ-રાહત-આનંદ અનુભવો. તમારા અગત્યના કામમાં પ્રગતિ જણાય.
ધન ઃ નોકરી-ધંધાના, કોર્ટ કચેરીના, મકાન-જમીન-મીલ્કતના પ્રશ્નમાં, નાણાંની લેવડ દેવડના-બેંકના કામમાં ચિંતા-મુશ્કેલી રહે.
મકર ઃ વ્યવહારિક-સામાજીક-ધાર્મિક કામ અંગે યાત્રા પ્રવાસ થાય. ખર્ચ થાય. પરંતુ આનંદ રહે. મિત્રવર્ગને મળવાનું થાય.
કુંભ ઃ નોકરી-ધંધાના કામમાં ચિંતા-ઉચાટ રહે. સમયસર પોતાની ગણત્રી-ધારણ પ્રમાણેનું કામ થાય નહીં. આરોગ્ય સાચવવું.
મીન ઃ યાત્રા પ્રવાસ-મુલાકાતનું આયોજન ગોઠવાય. પત્ની-સંતાન-પરિવારને મદદરૃપ થઈ શકો. સાંજ પછી રાહત આનંદ રહે.

જન્મતારીખ વર્ષ સંકેત
૨ જુલાઈ
આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ આરોહ અવરોહનું રહેશે. વ્યવહારીક-સામાજીક-સાંસારિક કામકાજમાં માનસિક પરિતાપ રહે. સંયુક્ત પરિવાર, સંયુક્ત મીલ્કત, સંયુક્ત ધંધાના પ્રશ્ને ધીરે ધીરે નુકસાનની શરૃઆત થાય અને આગામી સમય ચિંતા રખાવે.
- નોકરી-ધંધામાં માનસિક પરિતાપ રહેવા છતાં વર્ષારંભે એક-બે કામ ઉકેલાતા આપ હળવાશ-રાહત અનુભવો પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસમાં ઉતાવળા જોખમી નિર્ણય લોભ-લાલચમાં કરવા નહીં.
- અવિવાહીતને વિવાહ-લગ્નના પ્રશ્નમાં ચિંતા, રૃકાવટ રહે પરંતુ બાંધછોડના અંતે પ્રશ્ન ઉકેલાય. સાંસારીક જીવનમાં અસંતોષ રહે.
- સ્ત્રી વર્ગને પરિવારની સુખસંપત્તિ, પતિ સંતાનની પ્રગતિ છતાં હૃદય-મનને શાંતિ જણાય નહીં. વાણીમાં મીઠાશ રાખવી પડે.
- વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી ભણવામાં ધ્યાન આપવું પડે. એકાગ્રતા રાખવી પડે.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન બંદૂક ખભે લઇને ઘરના દરવાજે ઊભો હતો. એ જોઇને પત્ની લીલીએ પૂછ્‌યું, ‘‘ક્યાં જાવ છો?’’
‘‘જંગલમાં શિકાર કરવા,’’ છગને કહ્યું.
‘‘તો પછી ઉપડો ને!’’ લીલી બોલી, ‘‘કોની રાહ જૂઓ છો? જીપ તો આવી ગઇ છે ને?’’
‘‘હા, હા, બઘું જ તૈયાર છે,’’ છગને કહ્યું.
‘‘તો પછી કેમ ઊભા છો?’’ લીલીએ પૂછ્‌યું.
‘‘કઇ રીતે જાઉં?’’ છગને કહ્યું, ‘‘બહાર કૂતરો ઊભો છે.’’

[Top]
 

આજ ની રેસીપી

વૈવિઘ્યસભર વાનગીઓ

ક્રીમ કોપ્સ

 

સામગ્રી ઃ ૧ વાટકી રવો, ૧/૨ વાટકી સૂકા ટોપરાનું ખમણ, ૧/૨ ચમચી મીલ્ક મસાલા, ૧-૧/૨ લીટર દૂધ, ૨ ચમચી ઘી, ચપટી લીલો તથા લાલ રંગ, ૧/૨ કપ ખમણેલો માવો, ૧ ચમચો દળેલી ખાંડ.

 

રીત ઃ માવાને સહેજ ખમણી જાડા વાસણમાં શેકી થાળીમાં કાઢો. પછી તેમાં દળેલી ખાંડ અને દૂધનો મસાલો મિક્સ કરી તેની નાની નાની ગોળી વાળી લેવી. જાડા વાસણમાં ઘી નાખી રવો શેકો. પાંચ-સાત મિનિટ પછી તેમાં કોપરાનું ખમણ નાખી ખાંડ તથા ૧/૨ વાડકી દૂધ ધીમે ધીમે નાખતા જવું, શીરાની જેમ થાય કે તુરત નીચે ઉતારી ઠંડુ પાડો. થાળીમાં કાઢી તેના બે ભાગ કરવા. એકમાં લાલ અને બીજામં લીલો રંગ નાખ્યા પછી તેના સાધારણ મોટા લુવા કરી તેની વચ્ચે તૈયાર કરેલા માવા વાળી ગોળી મૂકી પછી ફરીથી સરખા ગોળા કરવા.
દૂધને ઉકાળવું. ઘટ્ટ થાય તો તેમાં ખાંડ નાખીને ફરીથી થોડીકવાર ઉકાળો, પછી તેમાં તૈયાર કરેલા ગોેળા નાખી ૫-૧૦ મિનિટ ઉકળવા દો. પછી નીચે ઉતારી મોટા બાઉલમાં ઠંડા કરો. ઈચ્છા પ્રમાણે સૂકો માવો ભભરાવી શકો છો.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved