Last Update : 01-July-2012, Sunday

 

ટૂંક સમયમાં આવનારી યોજના
ખેડૂતો અને ખેત મજુરોને પ્રતિ માસે ૨૦૦૦ના પેન્શનની યોજના

પેન્શન ફંડ માટે ખેત પેદાશો પર બે ટકા ટેક્સની જોગવાઇ કરાશે
નવીદિલ્હી, તા.૩૦
દેશના ખેડૂતોને પણ હવે પેન્શન મળી શકે તેવી યોજના સરકાર વિચારી રહી છે. તેની રૃપરેખા તૈયાર કરવામાં સરકારી તંત્ર વ્યસ્ત થઇ ગયું છે. ફાર્મર્સ એન્ડ એગ્રીકલ્ચર વર્કર્સ વેલ્ફેર એક્ટ માટેની કાચી રૃપરેખા તો તૈયાર પણ કરી દેવાઇ છે. તેમાં ૬૦ વર્ષની ઉંમરના ખેડૂતને દર મહિન ે૨૦૦૦ રૃા. પેન્શન આપવાની જોગવાઇ કરવામાં આવશે.
દસ એકર સુધીની જમીન ધરાવનારા ખેડૂતો તેમજ ૧૦૦ દિવસ (આશરે ત્રણ માસ કરતા વધુ) કામ કરનારા છુટક મજુરોને ખેતમજુર ગણવામાં આવશે. પ્રસ્તાવિત ડ્રાફ્ટને દરેક રાજ્યોમાં મોકલીને તેના પર લોકવિચારો માંગવામાં આવશે તે પછી તેને અંતિમ સ્વરૃપ આપવામાં આવશે. આ અંગે પ્રથમ કાર્યશાળા તાજેતરમાં ચંડગઢ ખાતે યોજાઇ હતી. તેમાં નિષ્ણાતોએ પોતાના મત વ્યક્ત કર્યા હતા.
આ કાનૂનમાં ખેડુત માટે પેન્શન ઉપરાંત ખેડૂતોને વિમાનું રક્ષણ, પાક વીમો, બાળકોના શિક્ષણ માટે, લગ્ન માટે તેમજ ઘર માટે સસ્તી લોનની પણ જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂત અને ખેત મજુરની સાથે તેની પત્નિ પણ પેન્શનની હક્કદાર બનશે. પેન્શન બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા અપાશે તે માટે રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ બોર્ડની રચના કરાશે.
રાષ્ટ્રીય બોર્ડ નાણા પુરા પાડશે. રાજ્ય બોર્ડે રાજ્યમાં સ્કીમ મેનેજ કરશે. જિલ્લા બોર્ડ દેખરેખ રાખશે. જ્યારે તાલુકા બોર્ડ નાણાનું વિતરણ કરશે. જ્યારે પેન્શન લાયક ખેડુતો અને ખેત મજુરોની પસંદગી ગ્રામ પંચાયત કરશે. તે યાદી પંચાયત સમિતિના ચેરમેનના વડપણ હેઠળ રચાયેલા તાલુકા બોર્ડને મોકલશે જેમાં સ્થાનિક ધારાસભ્ય અને નાયબ કલેક્ટર (એસ.ડી.એમ.) પણ સામેલ હશે.
ખેડુતોના પેન્શન માટે નાણા એકત્ર કરવા માર્કેટીંગ યાર્ડમાં વેચાવા આવતા ખેત ઉત્પાદન પર સેસ લાગશે. આ બે ટકા સેસ ખેત ઉત્પાદનના ખરીદનાર (ગ્રાહક)ને ભોગવવા પડશે. તે ઉપરાંત આયાતી ખેત ઉત્પાદન પર પણ સેસ લગાવાશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જાહેર કાર્યક્રમોમાં હાજરી ટાળી રહેલાં કેન્દ્રીય પ્રધાન અગાથા

મુંબઇમાં રૃા.૧.૭૫ કરોડમાં વેચાયેલો પ્લોટ દસ વર્ષે રૃા.૬૦૦ કરોડમાં ફરી વેચાયો

ફિલ્મ નિર્માણમાં મૂડીરોકાણના નામે કરોડોની છેતરપિંડી
ઉદ્યોગોના વિકાસદરનો વધારો દર્શાવતા આંકડા ટેકનિકલ ભૂલ ઃ સરકાર
ગુગલની Prizes.org વેબસાઇટ છ માસમાં બંધ થશે

આજે સ્પેન અને ઈટાલી વચ્ચે યુરો કપ ફૂટબોલની ફાઇનલ

વિમ્બલ્ડનમાં ફેડરરે પાંચ સેટના ભારે સંઘર્ષ બાદ બેનેટેયુને હરાવ્યો
સાનિયા-ભુપતિ બહાર ફેંકાયા પેસ અને સ્ટેપાનીકની આગેકૂચ

ચીનમાં ૬.૬નો ભૂકંપ ઃ ૩૪ ઘાયલ

૨૨ વર્ષ પછી અમેરિકાએ મ્યાનમારમાં રાજદૂત નિમ્યા
ચીનમાં ભારે વરસાદથી ભેખડો ધસી પડતાં ૪૦નાં મોત

સંતાનના મૃત્યુ પછી જાપાની મહિલા નેટ પર ચેટીંગ કરતી રહી

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
સ્પેન ચેમ્પિયન બનવા માટે વધુ ફેવરિટ પણ ઈટાલી આંચકો આપી શકે
બીજી ટેસ્ટમાં શ્રીલંકા સામે પાકિસ્તાનના ૩૩૪/૧
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved