Last Update : 30-June-2012, Saturday

 
અબુ જંદલ અને પાકિસ્તાની જૂઠાણાં
મુંબઇ પર થયેલા ત્રાસવાદી હુમલા અંગેની તપાસમાં ત્રાસવાદી અબુ જંદલ સ્વરૂપે મોટી સફળતા મળી છે. મુંબઇ હુમલા વખતે કરાચીના કન્ટ્રોલરૂમમાં બેસીને હુમલાખોરોને માર્ગદર્શન આપવાનો આરોપી સૈયદ ઝબિઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ હમઝા ઉર્ફે અબુ જંદલ ભારતના હાથમાં આવ્યો છે, એનાથી પણ વધારે મોટી વાત એ છે કે પાકિસ્તાનના નિકટના સાથી ગણાતા દેશ સાઉદી અરબસ્તાને ભારતને અબુ જંદલનો કબજો સોંપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી ચિદમ્બરમે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇ.એસ.આઇ.નું નામ લીધા વિના કહ્યું કે જંદલની ધરપકડથી વઘુ એક વાર પાકિસ્તાનની સંડોવણી નિર્ણાયક રીતે પુરવાર થઇ છે. એટલું જ નહીં, આખા ત્રાસવાદી હુમલામાં ‘સ્ટેટ ઓપરેટર્સ’- રાષ્ટ્રનાં સત્તાવાર પાત્રો-નો હાથ પણ સ્પષ્ટ રીતે જણાઇ આવ્યો છે.
ભારતવિરોધી ત્રાસવાદના મુદ્દે જૂઠું બોલવા માટે જાણીતા પાકિસ્તાને રાબેતા મુજબ પોતાની જવાબદારી ખંખેરી નાખી છે. પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી રહેમાન મલિકે કહી દીઘું કે જંદલ તો ભારતનો નાગરિક છે અને ભારત પોતાના નાગરિકોને કાબૂમાં ન રાખી શકતું હોય તો એમાં પાકિસ્તાનનો શો વાંક? મલિકે એવું પણ કહ્યું કે ભારત દરેક વાતમાં આઇ.એસ.આઇ. સામે આંગળી ચીંધે છે, પરંતુ અત્યાર સુધી એકેય વાર તે આઇ.એસ.આઇ.ની સંડોવણી પુરવાર કરી શક્યું નથી.
ખુદ મલિક સહિત સૌ જાણે છે કે તેમની બાલીશ દલીલબાજી કેવળ ઔપચારિકતા છે અને આ બાબતમાં કોઇ એમને- એટલે કે પાકિસ્તાની સત્તાધીશોને- વિશ્વાસપાત્ર ગણતું નથી. તેનો સૌથી મોટો પુરાવો એ છે કે સાઉદી અરબસ્તાને જંદલની બાબતમાં ભારતને મદદ કરી છે. પાકિસ્તાને તો અબુ જંદલને બનાવટી પાસપોર્ટ પર સાઉદી અરબસ્તાન ઉડી જવા દીધો. એટલું જ નહીં, ભારતે સાઉદી અરબસ્તાન પાસે જંદલની માગણી કરી ત્યારે પણ પાકિસ્તાને જંદલની બનાવટી ઓળખને સાચી ઠેરવવાના બહુ પ્રયાસ કર્યા અને કહ્યું કે તે સૈયદ ઝબિઉદ્દીન નહીં, પણ પાકિસ્તાનનો પાસપોર્ટ ધરાવનાર રિયાસતઅલી છે. ભારત જંદલની ઓળખ સાબીત કરવા માટે તેની બાળપણની તસવીરોથી માંડીને તેના પિતાના લોહીના નમૂના પરથી કરાયેલા ડીએનએ પરીક્ષણના નમૂના પૂરા પાડ્યા. પરંતુ પાકિસ્તાની દબાણને કારણે સાઉદી અરબસ્તાનને પણ પૂરી ખાતરી કરવાની જરૂર હતી.
ભારત, સાઉદી અરબસ્તાન અને અમેરિકાના જાસુસી તંત્રની મસલત પછી ફરી એક વાર જંદલના પિતાના લોહીના નમૂના લેવામાં આવ્યા, પણ તેમનું પરીક્ષણ ભારતમાં કરવાને બદલે એ નમૂના સાઉદી અરબસ્તાન મોકલી આપવામાં આવ્યા. તેનાં પરિણામ પછી સાઉદી અરબસ્તાનને ખાતરી થઇ કે ભારતનો દાવો સાચો છે. દરમિયાન પાકિસ્તાને રિયાસતઅલીના નેશનલ આઇડેન્ટીફિકેશન નંબર સહિતની બીજી (ખોટી) વિગતો સાઉદી અરબસ્તાનને પહોંચાડી, પણ ત્યાં સુધી બહુ મોડું થઇ ચૂક્યું હતું. તેનું જૂઠાણું ડીએનએ ટેસ્ટનાં પરિણામ થકી ઉઘાડું પડી ગયું.
સાઉદી અરબસ્તાન પાકિસ્તાનને નુકસાન થાય એ રીતે ભારતને મદદ કરે, એ ઘટનાથી ઘણાં વમળ સર્જાયાં છે. સાઉદી અરબસ્તાનને સૌથી મોટો ખતરો ઇરાનના અણુહુમલાનો છે. તેની સામે પાકિસ્તાનનાં અણુશસ્ત્રોનો સાઉદી અરબસ્તાનને મોટો સહારો છે. ઇરાનથી ભારતનું સલામત અંતર અમેરિકાને માફક આવતું હોવાથી, તેના ઇશારે સાઉદી અરબસ્તાન ભારતને સહકાર આપે તે સમજાય એવું ગણિત છે. બીજી શક્યતા પાકિસ્તાનની સાવ તળીયે બેઠેલી વિશ્વસનીયતાની છે. વર્ષો સુધી પાકિસ્તાનને થાબડભાણાં કરનાર અને તેને અત્યારની સ્થિતિમાં પહોંચાડનાર અમેરિકાનો રહ્યોસહ્યો ભ્રમ પણ ઓપરેશન ઓસામા પછી દૂર થઇ ગયો છે. અમેરિકાના ફૌજી અને ગુપ્તચર અફસરો પાકિસ્તાન વિશે ઉઘાડેછોગ ખરાબ બોલતાં ખચકાતા નથી. ત્રાસવાદને રાજ્યાશ્રય આપવાના કળણમાં પાકિસ્તાન એટલું ઊંડું ઉતરી ગયેલું છે કે હવે બહાર નીકળવાનું તેના માટે શક્ય જણાતું નથી.
ડેવિડ હેડલી અને અબુ જંદાલ જેવા ત્રાસવાદીઓ અનુક્રમે અમેરિકા અને ભારતના હાથમાં આવ્યા પછી પાકિસ્તાન પાસે સદંતર જૂઠું બોલવા સિવાય બીજા કોઇ વિકલ્પ રહ્યા નથી. પરંતુ પાકિસ્તાનનું જૂઠાણું પકડાઇ ગયા પછી અને એ જગજાહેર બન્યા પછી, ભારત અબુ જંદલનું શું કરે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. તેની પાસેથી બને એટલી માહિતી અને પુરાવા કઢાવાની પ્રક્રિયા પૂરી થયા પછી, તેની સામેનો કેસ ઝડપથી ચાલે અને ભયંકર ગુના બદલ તેને દાખલો બેસે એવી સજા મળે, એ પણ સમયનો તકાદો છે. બાકી, અજમલ કસાબની જેમ તેને પણ વર્ષો સુધી જેલમાં ભારે સુરક્ષા નીચે રાખી મૂકવામાં જોખમ, ખર્ચ અને નામોશીનો પાર નથી. અબુ જંદલના મુદ્દે ભારતે રાખેલી ધીરજ ફળી હોવાનું ચિદમ્બરમે કહ્યું છે, પરંતુ તેની સામેની ન્યાયપ્રક્રિયા માટે એટલી લાંબી ધીરજ રાખવાની જરૂર ન હોવી જોઇએ. નહીંતર એ ધીરજ નબળાઇ અને નિષ્ક્રિયતામાં ખપી જશે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved