Last Update : 30-June-2012, Saturday

 

રાજા પરવેઝ અશરફ, પાકના નવા વડાપ્રધાન
મીસ્ટર ૧૦ % ટુ રાજા રેન્ટલ પાકિસ્તાનના નવા ‘રાજા’ શાસક...

 

- ભ્રષ્ટ શાસકો અને કટ્ટરપંથીઓના ત્રાસ વચ્ચે પીસાતી પાકિસ્તાનની પ્રજા

 

પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે રાજા પરવેઝ અશરફે શપથ લીધા ત્યારે વૈશ્વિક રાજકારણમાં ગણગણાટ એ હતો કે પાકિસ્તાને વઘુ એક ભ્રષ્ટ શાસક પસંદ કર્યો છે. પાકિસ્તાનના પ્રમુખ અને વડાપ્રધાન એટલે મીસ્ટર ૧૦ % ટુ રાજા રેન્ટલ. પાકિસ્તાનના નવા વડાપ્રધાનને રાજા રેન્ટલના નામે ઓળખાય છે. તેમણે પાકિસ્તાનના રેન્ટલ પાવર પ્રોજેક્ટમાં (પાણી અને પાવરના પ્રોજેક્ટ) ભ્રષ્ટાચાર કર્યા છે. લંડનમાં તેમની પાસે મોટી સંપત્તિ છે. તેમની સામે આવક કરતાં અનેકગણી સંપત્તિનો આક્ષેપ છે.
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીમાં ૩૪૨ સભ્યો છે તેમાંથી ૨૧૧ વોટ રાજા પરવેઝ અશરફને મળ્યા જ્યારે ૮૯ મત તેમના પ્રતિસ્પર્ધી મેહતાબ અબ્બાસીને મળ્યા હતા. આમ, પણ છેલ્લા અઠવાડીયાથી પાકિસ્તાનમાં નવા વડાપ્રધાન માટેનો મુદ્દો ચગડોળે ચઢેલો હતો. સીનિયર પીપીપી નેતા શાહબુદ્દીનને વડાપ્રધાન બનવાનું નક્કી હતું ત્યાં જ એન્ટી નારકોટીક કોર્ટે તેમની ધરપકડના આદેશ આપ્યા હતા. ત્યારબાદ શાહબુદ્દીન અને કમરઝમન કેરાએ ઉમેદવારી પાછી ખેંચતા રાજા પરવેઝ અશરફ માટે માર્ગ મોકળો થયો હતો.
પાકિસ્તાનનું રાજકારણ ભ્રષ્ટાચારથી ખદબદે છે. તેના શાસકોને દેશનિકાલ કરવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. પરવેઝ મુશર્રફે દેશ બહાર બેઠા-બેઠા ગંદુ રાજકારણ રમવાનું ચાલુ રાખ્યું હતું. મુશર્રફ પાછા ફરવા માગતા હતા પરંતુ બેનઝીર ભુટ્ટોના પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ તેમને ફાવવા દીધા નહોતા. બેનઝીરના રહસ્યમય મોત પછી તેમના પતિ ઝરદારી રાજકાયી તખ્તા પર આવી ગયા હતા. બેનઝીરના શાસન વખતે તેમને મીસ્ટર ટેન પર્સેટનું ઉપમાન આપવામાં આવ્યું હતું. કેમકે તમામ સરકારી સોદામાં તેમનું કમિશન રહેતું હતું. જ્યારે ઝરદારી સત્તા પર આવ્યા ત્યારે તેમણે તેમને મીસ્ટર ટેન પર્સન્ટ કહેનારા સમાચાર માઘ્યમોને આવું કશું નહીં લખવા વિનંતી પણ કરી હતી.
પાકિસ્તાન સંદર્ભે બે સમાચાર એક સાથે ચાલતા હતા. એકમાં પાકિસ્તાનના નવા વડાપ્રધાનની વરણીની વાત હતી તો બીજામાં કાબુલના એક રીસોર્ટ પર થયેલા હુમલામાં ૨૦ માર્યા ગયાની વાત હતી. પાકિસ્તાનના શાસકો એક તરફ નવા વડાપ્રધાનને સન્માનવાની તૈયારી કરતા હતા ત્યારે એક તાલિબાની બંદુકધારીએ મશીનગન સાથે હોટલ પર હુમલો કર્યો હતો અને ૨૦ને ઢાળી દીધા હતા. તાલિબાન હુમલાખોરો પાકિસ્તાનમાં પોષાય છે એવા આક્ષેપો કરતા અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો આ હુમલાના કારણે વઘુ તંગ બનશે એમ મનાય છે. અફઘાનના સત્તાવાળાઓ જણાવતા હતા કે પાંચ હુમલાખોરો સ્પોઝમાઈ હોટલ પર ત્રાટક્યા હતા. સ્થળ પરના બે પોલીસો પણ માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનમાં થતા તાલિબાની હુમલા પાછળ પાકિસ્તાનની ઢીલી નીતિને જવાબદાર ગણવામાં આવે છે.
અમેરિકાએ કરેલા ડ્રોન હુમલામાં માર્યા ગયેલા પાકિસ્તાનના નિર્દોષ નાગરિકો વતી અવાજ ઉઠાવતા કટ્ટરપંથીઓને પાકિસ્તાનમાં ટેકો મળી રહ્યો છે.
પાકિસ્તાનમાં પ્રવર્તમાન અશાંત સ્થિતિથી અમેરિકા ભલે નારાજ હોય પરંતુ રાજકીય વિશ્વ્લેષકોના મતે ભારત માટે આ લાભદાયી સ્થિતિ છે. તાજેતરમાં ગયા સોમવારે પવિત્ર અમરનાથ યાત્રાનો શુભારંભ થયો ત્યારે ત્રાસવાદી હુમલાનો ડર નહિવત્‌ વર્તાતો હતો. પાકિસ્તાન પ્રેરીત ત્રાસવાદે ભારતમાં હુમલા કર્યા છે તો સામે છેડે ભારતે સંયમથી વર્તીને આ નફ્‌ફટ પાડોશીને તેના ઘરમાં જ અટવાઈ માર્યો હતો.
પાકિસ્તાનના શાસકો અને ત્રાસવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ વિશ્વ સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. વિશ્વના દુશ્મન નંબર-વન એવો ઓસામા બિન લાદેનને જ્યારે પાકિસ્તાનમાં જઈને અમેરિકી કમાંડોએ ખતમ કર્યો ત્યારે પાકિસ્તાનના સત્તાવાળાઓ કોઈ જવાબ આપી શક્યા નહોતા. ભારતમાં ત્રાસવાદ પ્રસરાવતા કટ્ટરપંથીઓને પાકિસ્તાનની સરહદે તાલિમ છાવણીમાં ટ્રેનંિગ આપવામાં આવે છે. એવી ભારતના સત્તાવાળાઓની રજૂઆતોનો જવાબ પાકિસ્તાન આપી શકતું નથી.
રાજા પરવેઝનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૯૫૦નો છે. તેમના કુટુંબમાં પત્નિ અને બે પુત્રો તેમજ બે પુત્રીઓ છે. રાવલપીંડીના ગુજરખાન મત વિસ્તારમાંથી તે બે વાર નેશનલ એસેમ્બલીમાં ચૂંટાયા હતા. તે વોટર અને પાવર મીનીસ્ટરનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. પ્રમુખ અસીફ અલી ઝરદારીની સ્વીસ બેંકમાં કેટલી સંપત્તિ છે તે જાણવા સ્વીસ બેંકને લખવાનું પ્રેશર સુપ્રીમ કોર્ટ વધારી રહી છે. આ પ્રેશર નવા વડાપ્રધાનની ઉંઘ હરામ કરી રહ્યું છે.
પાકિસ્તાનની સ્થિતિ તો જુઓ તે ભ્રષ્ટાચારી શાસકો અને કટ્ટરપંથીઓ વચ્ચે પીસાઈ રહ્યું છે. મીસ્ટર ટેન પર્સન્ટની પક્કડમાંથી માંડ છુટેલી પ્રજા વઘુ એક ભ્રષ્ટ શાસક રાજા રેન્ટલના નેતૃત્વ હેઠળ આવી ગઈ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 

 

 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved