Last Update : 30-June-2012, Saturday

 
કોઈ પકડાવાનું નથી, કોઈને સજા થવાની નથી... તપાસનું નાટક કરીને આવા હજારો નાટકોની જેમ ભીનું સંકેલાઈ જશે!

- મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારના સચિવાલયમાં લાગેલી આગ એ અકસ્માત નહોતો પણ રીતસરનું કાવતરું જ હતું? મોટા કૌભાંડનો એક ભાગ હતો?
- કે.લાલનો જાદુ પણ કામ ન કરે એવી એ આગ હતી! પહેલા કમરામાં આગ લાગે અને બાજુમાં જ ન લાગે એ કેવો જાદુ! કૌભાંડીઓ જાદુગરોને પણ ચઢી જાય તેવા!
- ગુજરાત સરકારનું સચિવાલય તો સલામત છે ને? મુંબઈના આગના તણખા ગાંધીનગરમાં આગ નહીં લાવેને?

‘‘શું થવા બેઠું છે, આપણા દેશનું?’’ નહીં.. પણ શું કરવા બેઠા છે આપણા થઇ પડેલા નેતાઓ? ગાંધીજીને અગ્નિદાહ આપેલો બાકી એમને સમાધિ આપી હોત તો એ એમની પેલી આંતરરાષ્ટ્રીય લાકડી લઇને નીકળી પડ્યા હોત!
મુંબઇમાં કફ પરેડ, નરીમાન પોઇન્ટ પર આવેલી ઓબેરોય હોટલ, એર ઈન્ડીયાની ઓફિસ, વિમલ હાઉસ, ઈન્ડીયન એક્સપ્રેસ બિલ્ડીંગ, વગેરે ભવ્ય ઈમારતોની વચ્ચે આવેલા મહારાષ્ટ્ર સરકારના સચિવાલયમાં એકાએક આગ લાગે અને અમુક ચોક્કસ ખંડમાં જ આગ લાગે અને એ આગ બુઝાવવાના સાધનો ઠેકાણા વગરના હોય... બઘું જ વ્યવસ્થિત કાવતરાનો એક ભાગ હોય ‘‘એવું લાગે’’ નહીં પણ એવું જ હોય!
આ કાવતરું પકડવા પેલી સીઆઈડી ટી.વી. સીરીયલ કે ક્રાઈમ પેટ્રોલ બીજી એવી સીરીયલ સુધી જવાની જરૂર પણ નહીં.
એક દાખલો જૂઓ!
૨૦૧૦માં ઓડીટ રિપોર્ટમાં મંત્રાલયમાં અગ્નિશમન પઘ્ધતિમાં ૩૨ ખામીઓ પકડવામાં આવેલી. તો પણ બેદરકારી જુઓ! કોઇએ એને ગંભીરતાથી લીઘું જ નહીં. સિક્યોરીટીની, ગાર્ડની એ જવાબદારી ખરી કે નહીં? લાગતાવળગતા પ્રધાનની પણ જવાબદારી ખરી કે નહીં? છેવટે મુખ્યપ્રધાનની જવાબદારી ખરી કે નહીં? પણ શું થાય? બધા જ મારી ખાવામાં પડેલા છે. ભ્રષ્ટાચાર, નર્યો ભ્રષ્ટાચાર! લૂંટો, જનતાને લૂંટો!
તપાસ કરતા જો જો, અગ્નિશમનના સાધનો ખરીદવાના રૂપિયા લેવાય ગયા હશે! પરદેશમાં (દા.ત. દુબઇ જેવામાં) ગ્રાહક હોટલમાં પોતાના રૂમમાં માચીસ સળગાવે તો પણ એલાર્મ વાગે એવી સાવચેતી હોય છે. તો પછી સચિવાલય જેવી જગ્યામાં જ્યાં દસેક હજાર જેટલા માણસો સાધારણ રીતે હોય જ... ત્યાં આગ લાગે ત્યારે એલાર્મ તરત વાગે એવા સાધનો હોવા જોઇએ અને છે પણ ખરા, પણ એ ચાલતા નથી, બગડી ગયા છે! રીપેરીંગ માંગે છે!
મુંબઇ જે દેશનું એક આઘુનિક શહેર ગણાય છે એને આ આગે ગામડીયું શહેર પુરવાર કર્યું છે. આથી મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણની જ આબરૂ ઘૂળમાં નથી મળી પણ મુંબઇ શહેરની આબરૂ ઘૂળમાં મળી ગઇ! એ પૃથ્વીરાજ ચૌહાણે ૨૦૧૦માં મહારાષ્ટ્રનું મુખ્યપ્રધાનપદ સંભાળેલું ત્યારે જ ફાયર બ્રિગેડે એમને જણાવેલું કે.. એલાર્મ કામ નથી કરતા કે અગ્નિશમનના સાધનો કામ નથી કરતા. એ વખતે જ ફાયર બ્રિગેડમાં ૩૨ ખામીઓ હોવાનું જણાવેલું. ફાયર ઓડીટ રિપોર્ટમાં પણ આગથી બચવા માટેના સૂચનો આપેલા.
મુંબઇ ઉપર આતંકવાદી હુમલો કરીને મુંબઇને બાનમાં રાખેલું ત્યારથી મહારાષ્ટ્ર સરકારે ‘‘ડીઝાસ્ટર મેનેજમેન્ટ’’ને વ્યવસ્થિત કરેલું. વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા ત્યારે ડીઝાસ્ટાર મેનેજમેન્ટની ચકાસણી અવારનવાર થતી રહેતી અને એની ખામી હોય તો દૂર કરવામાં આવતી તથા એની સલાહનો અમલ કરવામાં આવતો.
એ પછી પૃથ્વીરાજ ચૌહાણ મુખ્યપ્રધાન બન્યા અને એમણે ડીઝાસ્ટર મેનેજમેન્ટની આ પ્રથમ ચાલુ રાખી નહીં. કેમ ચાલુ રાખી નહીં એ કોઇ જાણતું નથી!
મુંબઇ જેવું શહેર છે કે જે હંમેશા સતત આતંકવાદીઓના નિશાન પર જ હોય છે તેમજ કુદરતી હોનારતનો ભોગ બનતું હોય છે એને ડીઝાસ્ટર મેનેજમેન્ટથી અલગ કેમ રાખી શકાય? મુંબઇની સલામતી માટે આવી બેદરકારી કેમ ચાલે? કેમ ચલાવી લેવાય?
વળી મુખ્ય પ્રશ્ન એ છે કે મંત્રાલયના છઠ્ઠા માળે નાનકડી આગ લાગી એ આટલી ફેલાઇ કઇ રીતે? ફાયર બ્રિગેડ કલાકો સુધી શું કરતું રહ્યું? આગ અંતે એટલી બધી ફલાય કે લશ્કરની, નૌકાદળની મદદ લેવી પડી. હેલિકોપ્ટરોમાંથી પાણી રેડવામાં આવ્યું.
ભારતની, આપણા દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇની શોભારૂપ અનેક ઈમારતોમાંની એક ઈમારત મંત્રાલયની આ દશા? જાણે કોઇ ધણીધોરી જ નહીં.
મુંબઇ અને દેશની સલામતીની દ્રષ્ટિએ ઘણો મહત્ત્વનો ગણાય એવો ગૃહ વિભાગ, ગૃહ મંત્રાલય, સાતમા માળે છે. ત્યાં બહુ ઓછા માણસોને પ્રવેશ મળે છે. કારણ કે નકસલવાદ, આતંકવાદ વગેરેને લગતી ફાઇલો, એની સામે લડવાની યોજનાની ફાઇલો, પેલા કસાબથી માંડી મુંબઇ અને દેશના માફીયાઓને લગતી ફાઇલો, કાફેપોસાથી ટાડાની ફાઇલો, ખૂબ જ ખતરનાક ગુંડાઓ, વગેરે વગેરે ઢગલા બંધ ફાઇલો આ માળમાં રાખેલી હતી એ બધી જ બળીને ખાક થઇ ગઇ છે.
આ તો એક જ માળની વાત થઇ બાકી બીજા માળોની હજારો લાખો કરોડો ફાઇલો પમ આ જ રીતે ખાક થઇ ગઇ છે.
નિયમ તો એવો છે કે, દર છ મહિને ફાયર ઓડીટ કરાવવું અનિવાર્ય છે. છ મહિના નહીં પણ ચાર વર્ષથી એ ઓડીટ થયું જ નથી.
‘‘મહારાષ્ટ્ર ફાયર પ્રીવેન્શન એન્ડ લાઇફ સેઇફટી મેજર્સ એક્ટ, ૨૦૦૬’’ નીચે દરેક સરકારી ઈમારતનું દર છ મહિને ફાયર ઓડીટ અનિવાર્ય છે. એ તપાસ કરીને પોતાનો રિપોર્ટ આપે.
ખરી વાત એવી છે કે મહારાષ્ટ્ર મંત્રાલયનો કોઇ ધણીધોરી જ નથી. (ગુજરાતના સચિવાલયનો પણ કોઇ ધણીધોરી નથી. સત્તા ચાલી જવાના ડરથી માંડી જીવ ચાલી જવાના ડર વચ્ચે ફફડતા રહેતા મુખ્યપ્રદાને પોતાની સલામતી એવી સજ્જડ કરેલી છે કે ગુજરાતના સચિવાલયનું કોઇ ધણીધોરી છે જ નહીં. સચિવાલયમાં આગ લાગે તો ગાંધીનગર શહેરના બંબા બોલાવવા પડે, પછી અમદાવાદથી, મહેસાણાથી, હંિમતનગરતી બોલાવવા પડે. સચિવાલયમાં ઠેરઠેર શંકુ આકારના ફાયરડીસ્ટીંગવીશર રાખ્યા છે એ દેખાવના જ છે. એ ખાલી થઇ ગયા છે કે નથી ચાલતા એની કોઇ ચકાસણી નથી થતી. સચિવાલયની ઊંચાઇને આંબી શકે એવી ઊંચી સીડી પણ નથી. એવી સીડીની જરૂર પડે તો ઈફકોમાંથી મંગાવવી પડે. ટૂંકમાં, એટલે કોઇને મહારાષ્ટ્ર સરકારની જેમ ફાઇલો નાશ કરવાનું કાવતરું ગુજરાત સરકારમાં કરવું હોય તો ઘણું સહેલું છે. આવી ગુનાઈત બેદરકારી માટે કોને સજા કરવાની? જાડેજાને? જયનારાયણ વ્યાસને? સૌરભ પટેલને? રૂપાણીને? સરવાળે એક વાત છે કે ગુજરાત સચિવાલયની દશા મહારાષ્ટ્રના મંત્રાલય કરતાં અગ્નિશમનની બાબતમાં બદતર છે.)
મહારાષ્ટ્રનું મંત્રાલય મહાભારતનું લાક્ષાગૃહ બની ગયું હતું. કોઇ વ્યક્તિ કે ખાતાની એ જવાબદારી નહોતું અથવા હજી નથી.ાૃમંત્રાલયમાં રીપેરીંગ હોય કે પ્રધાનોની ઓફિસો રીમેક કરવાની હોય તો પી ડબલ્યુ ડી ખાતુ છે. મંત્રાલયમાં ક્યાંય ફેરફાર કરવો હોય, તો એ વિભાગની મંજુરી લેવી પડે પણ ઈમારતની સલામતી (સેઈફટી) માટે કોઇ જવાબદાર નથી.
‘‘સેઈફટી પ્લાન’’ નામની કોઇ ચીજ મંત્રાલયમાં નથી. એ હોય તો આગ લાગે તો અટકાવવાના ઉપાય થઇ શકે.
નવાઇ લાગશે કે ૧૯૫૫થી આજ સુધીમાં કોઇએ મંત્રાલયનો વીમો ઈન્સ્યુરન્સ ઉતરાવવાનો ન વિચાર પણ નથી કર્યો! એ જ રીતે, આગ લાગે ત્યારે બંબાને ઊભા રહેવા માટે તેમજ તેની પાણી માટેની પાઇપોને પાથરવા માટે જગ્યા છે કે નહીં એનો પણ વિચાર નથી કર્યો. (ગુજરાતના ગાંધીનગરના સચિવાલયની પણ આ જ દશા છે. અને કદાચ દિલ્લીના કેન્દ્રિય સચિવાલયની પણ એ જ દશા છે.)
વિદેશોમાં ઊંચી ઈમારતોમાં ફાયર પ્રિવેન્શન ટેકનીક લગાવવામાં આવે છે પરંતુ મુંબઇમાં કે આખા ગુજરાતમાં કે ભારતમાં એના વિષે કોઇએ વિચાર્યું પણ નથી! દુબઇમાં એકએક ઘરમાં આ વ્યવસ્થા હોય છે. ન હોય તો, લાગતો વળગતો ઓફિસર ક્લાર્ક સીધો જેલમાં!
મંત્રાલયમાં પાણી માટેની સગવડ વિષે કોઇને કશી પણ જાણ જ નહોતી. લાઇબંબાને મંત્રાલયના ગ્રાઉન્ડમાં આવવા માટે જગ્યા જ નહોતી અને ગ્રાઉન્ડમાં પડેલા સેંકડો વાહનોને હટાવવા માટે કોઇ હુકમ જ નહોતો... બઘું આડેધડ પડેલું હતું.
મકાનની અંદર ફસાયેલા માણસો, સ્ટાફને બહાર નીકળવા માટે કોઇ સૂચના આપનાર જ નહીં! ડીઝાસ્ટર મેનેજમેન્ટ હોય તો એની એ જવાબદારી બની રહે છે.
આ આગે પ્રધાનમંડળના પ્રધાનો વચ્ચેની હુંસાતુંસી બહાર આણી. દા.ત. નાયબ મુખ્યપ્રધાન અજીત પવારની ઓફિસની પડખે જ આવેલી મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવાણની ઓફઇસ આગથી સંપૂર્ણ સુરક્ષિત રહી, અરે, એમના ટેબલ ઉપર રાખેલો કાગળ પણ સળગ્યો નથી અને અજીત પવારની ઓખી ઓફિસ બળી ગઇ છે.
આવું કેવી રીતે બની શકે?
જોકે સરવાળે કશું જ થવાનું નથી. આપણા દેશમાં અને મુંબઇમાં આવી હોનારતો તો છાશવારે થતી હોય છે અને એની તપાસ પણ કરવામાં આવે છે. છેવટે બઘું ભીનું સંકેલીને કચરા ટોપલી તરફ ફેંકી દેવામાં આવે છે. કોઇ પકડાતું નથી કે કોઇને સજા થતી નથી.
કોને પડી છે? કે.લાલ જેવા જાદુગર આ દેશ ચલાવતા હોય એવું લાગે અથવા ભગવાન ભરોસે દેશ ચાલતો હોય એવું લાગે!
- ગુણવંત છો. શાહ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved