Last Update : 30-June-2012, Saturday

 

ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ

- કોમ્પિટિટીવ એકઝામની તૈયારી કરવા માટે ગુજરાતના ખૂણે ખાચરેથી અમદાવાદની લાઈબ્રેરીઓમાં સતત વાંચન કરવા આવતા ગામડાના વિદ્યાર્થીઓ

મોટાભાગના યંગસ્ટર્સ એવી ઇચ્છા રાખે છે કે ગર્વમન્ટ જોબ મળે. સરકારી નોકરી મેળવવા માટે કેટલાંક યંગસ્ટર્સ તનતોડ મહેનત કરતા હોય છે. જેના માટે તેઓ વિવિઘ કમ્પીટીટીવ એક્ઝામની તૈયારી કરતા હોય છે. જો કે, શહેરના યંગસ્ટર્સને તો કમ્પીટીટીવ એક્ઝામની તૈયારી માટેની સામગ્રી શહેરની લાઇબ્રેરી કે બુક સ્ટોલમાંથી મળી રહેતી હોય છે. પરંતુ શહેરથી ૫૦ કે ૧૦૦ કિ.મી. દૂર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કેટલાંક યંગસ્ટર્સને તો અમદાવાદની લાઇબ્રેરી પર આઘાર રાખવો પડે છે. જેથી ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમા વાચવા માટે આવતા મોટાભાગના યંગસ્ટર્સ અમદાવાદથી દૂર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે. તેઓથી લાઇબ્રેરી ઉભરાય છે. તો કેટલાંક સ્ટુડન્ટ્‌સ તો બે કે ત્રણ દિવસ શહેરમાં મિત્ર કે હોસ્ટેલમાં મિત્ર સાથે રહીને તૈયારી કરતા હોય છે.
સાણંદ પાસેના નળસરોવર વિસ્તારમાં રહેતા જયદીપ સેનવા કહે છે કે, હાલમાં હું ટેટ અને ટાટની એક્ઝામની તૈયારી કરુ છું. મારુ ઘર અમદાવાદથી ૬૫ કિ.મી. દૂર છે. જેથી છેલ્લા છ મહિનાથી હું રેગ્યુલર અપડાઉન કરું છું. ક્યારેક મિત્રના ઘેર તો હોસ્ટેલમાં મિત્ર સાથે પણ રહુું છું. કારણકે રોજે રોજ આવવા જવાનું ભાડુ ૭૦ રૂપિયા અને એક ટાઇમ જમીએ તો ઓછામાં ઓછા ત્રીસ રૂપિયા થઇ જાય છે. આવો રોજે રોજનો ખર્ચો પોસાતો નથી પણ મારા ગામમાં વાચવાની કે સામગ્રી મળી રહે તેવી સુવિઘા ના હોવાથી છેવટે શહેરમાં આવીને તૈયારી કરવી પડે છે. જેથી કેટલીક વાર હું એસટી બસનો પાસ પણ કરાવી લઉ છું.
જ્યારે અમદાવાદથી ૧૦૦ કિ.મી. દૂર આવેલા બહુચરાજીગામથી અહીં વાચવા આવતા રાજેશભાઇ ગઢવી કહે છે કે, હું અને મારા અન્ય મિત્રો સાથે અહીં લાઇબ્રેરીમાં છેલ્લા ચાર મહિનાથી આવીએ છીએ. હાલમાં હું અને મારા અન્ય મિત્ર પોલીસ કોન્સ્ટેબલની ભરતીની તૈયારી કરી રહ્યા છીએ. રોજ ઓછામાં ઓછુ ૨૦૦ રૂપિયા ભાડુ થતુ હોવાથી અમે પાસ કઢાવ્યો છે. તો કેટલીક વાર અમે મિત્રની હોસ્ટેલમાં પણ રહી જઇએ છીએ. તો કેટલીક વાર રોજ અપડાઉન તો કેટલીક વાર બે ત્રણ દિવસે ઘેર જઇએ છીએ. ગામમાં વાચવાની અને પરિક્ષાલક્ષી અભિગમનું વાતાવરણ ના હોઇ અમે શહેરમાં આવીને તૈયારી કરીએ છીએ.
જામનગરમાં રહેતો વિરલ સંઘાણી કહે છે કે, છેલ્લા છ મહિનાથી હું ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં વાચવા માટે આવું છું. કારણ કે હું પીએસઆઇની તૈયારી કરી રહ્યો છે. મારા ત્યાં વાચવા લાયક યોગ્ય વાતાવરણ નથી અને મટીરીયલ સરળતાથી મળતુ નથી. જેથી એક અઠવાડિયું અહીં રહીને વાંચુ છું અને શનિવાર રવિવારે ઘેર જઉ છું. પણ નવાઇ એ વાતની લાગે છે કે અહીં વાચવા આવતા મોટાભાગના સ્ટુડન્ટ્‌સ મારી જેમ દૂર દૂરથી આવે છે. જેથી અમારી વચ્ચે પણ સારી મિત્રતા બંઘાઇ ગઇ છે. જમવા કે ચા નાસ્તો કરવા અમે સાથે જઇએ તો કેટલીક વાર સાથે જ રોકાઇ જઇએ છીએ.

 

 

 

 

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved