Last Update : 30-June-2012, Saturday

 

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું

 

- રિક્ષા ચાલક મહોમંદ મલીક છેલ્લા ૧૫ વર્ષથી વિદેશી પ્રવાસીઓને અમદાવાદ દર્શન કરાવે છે, ઘોરણ ૩ સુધી અભ્યાસ કર્યો હવો છતાં તેઓ ફ્રેન્ચ, જર્મન, ઇગ્લિશ, ચાઇનિઝ અને સ્પેનિશ જેવી ભાષાઓ જાણે છે.

અમદાવાદના રિક્ષાવાળા માત્ર ગુજરાત કે દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. અમદાવાદના પ્રેમદરવાજા વિસ્તારમાં રહેતા મહોમંદ મલીક છેલ્લા ૩૦ વર્ષથી રિક્ષા ચલાવે છે. છેલ્લા ૧૫ વર્ષથી તેઓ અમદાવાદ આવનાર વિદેશી પ્રવાસીઓને હેરિટેજ ડોર ટુ ડોર વોક કરાવે છે, આ ઉપરાંત અમદાવાદ નજીકના વિસ્તારમાં આવેલા હેરિટેજ પ્લેસ વિશે માહિતી આપે છે, એમ કહેવાય કે મહોમંદભાઇ ડ્રાઇવર કમ ગાઇડનું કામ કરે છે.મહોમંદ મલીક ઉર્દૂ સ્કૂલમાં ઘોરણ ૩ સુધી અભ્યાસ કર્યો હોવા છતાં તેઓ ફ્રેન્ચ, જર્મન, ઇગ્લિશ, ચાઇનીઝ અને સ્પેનિસ ભાષા જાણે છે, મહોમંદભાઇએ આ ભાષા શિખવા માટે કોઇ કોચંિગ ક્લાસ નથી કર્યો પણ તેઓ પોતાના અનુભવો આધારે જ આ ભાષાઓ ગ્રહણ કરી છે. અમદાવાદમાં દર વર્ષે વિદેશથી અસંખ્ય પ્રવાસીઓ જુદા જુદા વિષય પર સંશોધન માટે આવતા હોય છે જેમાં ખાસ કરીને આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે પ્રમાણમાં હોય છે, અમદાવાદ આવનાર વિદેશી પ્રવાસીઓ રિક્ષાને વધારે પ્રાધાન્ય આપે છે. આમ પણ રિક્ષા એ અમદાવાદની એક ઓળખ બની ગઇ છે.
આ અંગે રિક્ષા ચાલક મંહોમદભાઇ મલીક કહે છે કે મારા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે હું વધારે અભ્યાસ ન કરી શક્યો, આજથી ૩૦ વર્ષ પહેલા મેં રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું તે સમયે કેરાલાથી એક વ્યક્તિ બિઝનેસ માટે અમદાવાદ આવ્યો હતો તેને અમદાવાદની વિવિધ સ્થળોની મલાકાત માટે મારી રિક્ષા પસંદ કરી પછી તો હું તેની સાથે ફરતો હતો, આ વ્યક્તિ માત્ર ઇગ્લિશમાં જ વાત કરતો હતો શરૂઆતમાં તો મનેં ઈંગ્લિશ આવડતું ં ન હતું પણ હું તે વ્યક્તિની વાત ઘ્યાનથી સાંભળતો હતો, ધીમે ધીમે હું તેની નકલ કરવા લાગ્યો તે સમયે મને ઇંગ્લિશની બેઝિક સમજણનો ખ્યાલ આવી ગયો અને હવે છેેલ્લા ૧૫ વર્ષથી હું અમદાવાદમાં આવનાર વિવિધ દેશોના પ્રવાસીઓને લઇને આખા અમદાવાદ દર્શન કરાવું છું દરેક વિદેશીઓનો અહી આવવાનો ઉદ્દેશ અલગ અલગ હોય છે તેથી તેમની સાથે સાથે હું પણ વિવિધ વિષયોથી માહીતગાર બનું છું, હાલ મને પાંચ જેટલી ભાષાઓ આવડે છે જેમાં ખાસ કરીને ઇગ્લિશ હું સારી રીતે બોલી શકું છું.
આ અંગ સ્પેનથી આવેલી આર્કિટ્‌ક્ચર ક્રિસ્ટીના કહે છે કે હું નવેમ્બર ૨૦૧૧થી અમદાવાદ શહેરમાં રહું છું, અહીયા હું મારા અભ્યાસના ભાગરૂપે શહેરની વિવિધ ઐતિહાસિક દિવાલના બાધકામ વિશે સંશોઘન કરુ છું, અમદાવાદમાં ફરવા માટે રિક્ષાને હું વધારે પ્રાધાન્ય આપું છું કારણ કે રિક્ષા સરળતાથી કોઇ પણ સ્થળે પહોચી શકે છે, સાંકળી ગલીઓમાં ફરવા માટે રિક્ષા બેસ્ટ છે. મારે અમદાવાદના કોઇ સ્થળની મુલાકાત લેવી હોય તો હું મહોમંદભાઇને કોલ કરી દઊં છું કારણ કે મહોમંદભાઇ એક સારા ડ્રાઇવર ઉપરાંત સારા ગાઇડ પણ છે અને તેઓ અમારી ભાષા જાણે છે અને અમારી ભાષામાં વાત પણ કરી શકે છે તેથી તેમની સાથે વાર્તાલાપ કરવામાં મુશ્કેલી થતી નથી,
આ અંગે ચીનના તાઇવાનથી આવેલી જેસિકા કહે છે કે અમદાવાદ આવ્યા મારે બે દિવસ થયા છે હું અમદાવાદ શહેરમાં પહેલી વાર આવી છું તેથી હું સમગ્ર અમદાવાદની મુલાકાત લેવા માગું છું, અહી આવીને મારા કેટલાક મિત્રોએ મનેં કહ્યું કે જો અમદાવાદની મુલાકાત લેવી હોય તો ઓટોરિક્ષા બેસ્ટ છે હવે સમસ્યા એ હતી કે અહીં રીક્ષા ચાલકો મારી ભાષા સરળતાથી સમજી શકતા નથી પણ ત્યાર બાદ મારે મહોમંદભાઇને સાથે મુલાકાત થઇ તેઓ મારી ભાષા સમજી શકે છે આ વાતની જાણ થતાં હું ખૂબ જ ખુશ થઇ હતી, હાલ મહોમંદભાઇ સાથે હું અમદાવાદની વિવિધ પોળ તથા વિવિધ ધર્મસ્થાનોની મુલાકાત લઇ કહી છું મહોમંદભાઇ મુસ્લિમ હોવા છતાં તેઓ તમામ ઘર્મસ્થાનો વિશે સારી માહીતી ધરાવે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved