Last Update : 30-June-2012, Saturday

 
દિલ્હીની વાત
 

એનડીએ માટે ૧૦ ટકા રાહત
નવીદિલ્હી, તા. ૨૯
લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ પી.એ. સંગમા રાષ્ટ્રપતિપદનો જંગ જીતે એવા ચાન્સીસ ખૂબ ઓછા છે પરંતુ તે કોઈ ચમત્કારની આશાએ બેઠા છે. જોકે આ જંગમાં આ તબક્કે એનડીએને થોડી રાહત મહેસુસ થઈ છે. આમ તો યુપીએના ઉમેદવાર પ્રણવ મુખરજીને જનતા દળ (યુ) અને શિવસેના ટેકો આપવાના છે જે એનડીએ માટે ઝાટકા સમાન હતું. પ્રણવને એજીપી (આસામગણ પરિષદ)નો ટેકો પણ મળવાનો છે. એનડીએ માટે રાહતની વાત એ છે કે પ્રણવનું નામ પ્રપોઝ કરનાર જનતાદળ (યુ)ના વડા શરદ યાદવ ગઈકાલે ઉમેદવારી પત્રક ભરતી વખતે ગઈકાલે આવ્યા નહોતા જ્યારે બીજી તરફ કોંગ્રેસે શિવસેનાને ઉમેદવારી પત્રમાં સહી કરવા દીધી નહોતી. યાદવની ગેરહાજરી સમજાય તેવી છે. એમ માનવામાં આવે છે કે શરદ યાદવને ડર એ છે કે જો તે ઉમેદવારી પત્રમાં સહી કરે તો તે કોંગ્રેસની નીતિઓને ટેકો આપે છે. એવો મેસેજ જાય. શિવસેનાને સહી એટલા માટે ના કરવા દેવાઇ કે સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવે વાંધો ઉઠાવ્યો હતો.
ભાજપ સક્રિય
પી.એ. સંગમાની ઉમેદવારીપત્રક ભરવાના કાર્યક્રમને ભાજપે કોઈ ઉજવણી જેમ ઉજવવા પ્રયાસ કર્યો હતો. પક્ષના મોટા માથા નીતિન ગડકરી, એલ.કે. અડવાણી, અરૃણ જેટલી, સુષ્મા સ્વરાજ અને રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મુખ્ય પ્રધાનોમાં પંજાબના બાદલ, ઓરિસાના નવિન પટનાયક અને ગોવાના મનોહર પરીકર ઉપસ્થિત રહ્યા હતાં.
જયલલિથાની નારાજગીનું કારણ
પી.એ. સંગમાના નામને લીલી જંડી આપનારામાં ઓરિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સાથે તમિળનાડુના મુખ્ય પ્રધાન જયલલિથા પણ સૌ પહેલાં હતાં. પરંતુ ગઈકાલે સંગમાએ ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે જયલલિથા નહોતા આવ્યા. રાજકીય સૂત્રો જણાવે છે કે સંગમાનો પ્રચાર એનડીએ દ્વારા જે રીતે થયો છે તેનાથી જયલલિથા નારાજ છે. જયલલિથાના જણાવ્યા અનુસાર એનડીએના જનતાદળ (યુ) અને શિવસેના જેવા સાથી પક્ષોને યુપીએ જીતી શક્યું છે પરંતુ એનડીએ યુપીએના કોઈ સાથી પક્ષોને તોડી શક્યું નથી.
સંગમાને ટેકો આપનારની હકાલપટ્ટી
પી.એ. સંગમા તરફી પ્રચાર કરનાર ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બસ્તરના આદિવાસી નેતા અરવિંદ નેતમની કોંગ્રેસે હકાલપટ્ટી કરી હતી. સંગમા સાથે નેતમે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી પછી તરત જ તેમની સામે પગલાં લેવાયા હતા. નેતમનો ખુલાસો એવો છે કે જ્યારે દેશની ટ્રાયબલ ફોરમ ઓફ ઇન્ડિયાએ તમામ રાજકીય પક્ષોને સંગમાને ટેકો આપવા જણાવ્યું છે. સંગમા આદિવાસી છે અને કોંગ્રેસે તેમને ટેકો નથી આપ્યો.
ઢોલ-નગારા સાથે સંગમાની ઉમેદવારી
પી.એ. સંગમાએ ગઈકાલે ઉમેદવારી પત્રક ભર્યું ત્યારે તેમાં ખાસ 'આદિવાસી ટચ' દેખાતો હતો. આસામના આદિવાસી ડાન્સ અને ઢોલ-નગારાં સાથે વાજતે-ગાજતે તે રાજ્યસભા પહોંચ્યા હતા. આદિવાસી સાંસદો અને વિધાન સભ્યોનો ટેકો મળવાની આશા સંગમા રાખી રહ્યા છે. સંગમા તો એટલે સુધી કહે છે કે તેમના જેવા આદિવાસીને ટેકો નહીં આપનાર એનસીપી અને કોંગ્રેસને ભવિષ્યમાં રાજકીય રીતે સહન કરવાનું આવશે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે પ્રણવ સામે જંગમાં ઉતરવા બદલ એનસીપીએ સંગમાની હકાલપટ્ટી કરી છે.
દીદી કોની સાથે ??
દાદા કે સંગમા ??
પ્રણવ મુકરજી અને પી.એ. સંગમા બંને એમ માને છે કે તૃણમૂલ કોંગ્રેસ તેમે ટેકો આપશે. પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે મમતા તેમના કાર્ડ ખોલતા નથી. પ્રણવ કે સંગમા એ બંનેમાંથી કોઈના પણ ઉમેદવારી પત્રક ભરવાના સમયે તૃણમૂલના કોઈ નેતા હાજર રહ્યા નહોતા. સંગમા તાજેતરમાં દીદીને મળ્યા હતા પરંતુ નજીકના સૂત્રો જણાવે છે કે મમતાએ તેમને ટેકાની કોઈ ખાત્રી આપી નથી.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved