Last Update : 30-June-2012, Saturday

 
 

હોટ-ફેવરિટ જર્મની ૧-૨થી પરાજીત થઇ ટુર્નામેન્ટમાંથી બહાર
યુરો કપ ફૂટબોલની ફાઇનલમાં ઇટાલી અને સ્પેન વચ્ચે મુકાબલો


જર્મનીના સ્ટ્રાઇકર્સ ગોલકિપર બુફોન અને ઇટાલીયન ડિફેન્સ સામે લાચાર

 

બાલોટેલીએ પ્રથમ હાફમાં જ બે ગોલ ફટકારતા જર્મની સ્તબ્ધ

 

વર્સોવા,તા.૨૯
ઘરઆંગણાના ફૂટબોલમાં ફિક્સિંગના વિવાદથી પરેશાન ઇટાલીએ જબરજસ્ત ટીમ સ્પિરિટ દર્શાવતા ટાઇટલના દાવેદાર જર્મનને ૨-૧થી આંચકાજનક પરાજય આપતાં યુરો કપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ઇટાલીના મારિયો બાલોટેલીએ કારકિર્દીનો યાદગાર દેખાવ કરતાં પ્રથમ હાફમાં જ બે ગોલ ફટકારીને જર્મનીને સ્તબ્ધ કરી દીધું હતું. પોડોસ્કી, ખેદીરા, ગોમેઝ, મુલર, સ્વાઇન્સટાઇગર જેવા વિશ્વના ટોચના ખેલાડીઓએ જર્મનીને મેચમાં પાછા લાવવાની ભરપૂર કોશીશ કરી હતી પણ ગોલકિપર બુફોન અને ઇટાલીયન ડીફેન્સને તેઓ ભેદી શક્યા નહતા. આખરે ૯૨ મી મિનિટે મળેલી પેનલ્ટીને ગોલમાં ફેરવીને ઓઝીલે જર્મની તરફથી એકમાત્ર આશ્વાસક ગોલ ફટકાર્યો હતો.
હવે રવિવારે રાત્રે ૧૨.૧૫થી શરૃ થનારી યુરો કપની ફાઇનલમાં ઇટાલીનો મુકાબલો સ્પેન સામે થશે. અગાઉ સ્પેને પ્રથમ સેમિ ફાઇનલમાં પોર્ટુગલને પેનલ્ટી શૂટ આઉટમાં ૪-૨થી પરાજય આપ્યો હતો. નોંધપાત્ર છે કે એક જ ગુ્રપમાં સ્થાન ધરાવતા સ્પેન અને ઇટાલી વચ્ચેની લીગ મેચ ૧-૧થી બરોબરી પર રહી હતી, જેમાં ઇટાલીએ શરૃઆતમાં ૧-૦થી સરસાઇ મેળવી હતી અને સ્પેને આખરે ગોલ ફટકારીને નિશ્ચિત લાગતી હારને આખરે ડ્રોમાં ફેરવી હતી.
વર્સોવામાં ઇટાલી અને જર્મની વચ્ચેની હાઇપ્રોફાઇલ સેમિ ફાઇનલનો પ્રારંભ ભારે ઉત્સાહજનક રહ્યો હતો.જર્મનીએ તેના ગેમ પ્લાન મુજબ શરૃઆતમાં જ ઇટાલીના ગોલ પર આક્રમણો કર્યા હતા. ગોમેઝ, પોડોસ્કી, ખેદીરા અને ક્રૂસ સહિતના ખેલાડીઓએ ઇટાલીયન ડિફેન્સ અને બુફોનની અગ્નિપરિક્ષા લીધી હતી પણ દરેક વખતે ઇટાલી ગોલ બચાવવામાં સફળ રહ્યું હતુ. એક વખત તો ગોલમાં જઇ રહેલા બોલને ગોલ લાઇન પર ઉભેલા કેપ્ટન પીર્લોએ અટકાવ્યો હતો અને ત્યાર બાદ બોલ બુફોનના સેફ-હેન્ડસમાં પહોંચ્યો હતો. શરૃઆતમાં ગોલ ફટકારવાને કારણે જર્મનીના ખેલાડીઓ થોડા ધીમા પડયા હતા અને તેનો લાભ ઉઠાવતા ઇટાલીએ ૨૦મી મિનિટે કાઉન્ટર એટેક કર્યો હતો.
એન્ટોનીયો કસાનોએ જર્મનીના બે ડિફેન્ડરોને હંફાવતા જર્મનીના ગોલ તરફ ક્રોસ કીક ફટકારી હતી, જેના પર ઇટાલીના સુપર મારિયો તરીકે ઓળખાતા બાલોટેલીએ ક્લાસિક હેડર વડે નેયરને બીટ કરીને બોલને ગોલમાં મોકલી આપ્યો હતો. ૦-૧થી પાછળ પડેલા જર્મનીને બરોબરી અપાવવાનો ભરપૂર પ્રયાસ ઓઝીલ અને ગોમેઝે કર્યો હતો પણ તેઓ બુફોનને બીટ કરી શક્યા નહતા.
મેચની ૩૬મી મિનિટે મોન્ટોલીવોએ એક ક્લાસિક પાસ બાલોટેલીને આપ્યો હતો. આ તબક્કે પણ જર્મન ડિફેન્સ ઉંઘતુ ઝડપાયું હતુ અને માન્ચેસ્ટર સીટીના ઇનફોર્મ સ્ટ્રાઇકર બાલોટેલીએ પેનલ્ટીકીક એરિયાથી પાવરફૂલ કીક ફટકારીને ગોલ નોંધાવ્યો હતો. આ સાથે ઇટાલીએ ૨-૦થી સરસાઇ મેળવી લીધી હતી. ઇટાલીએ બે ગોલ ફટકારતાં જ જર્મન સમર્થકો સ્તબ્ધ થઇ ગયા હતા અને કેટલીક ચાહકો તો રીતસર રડી પડયા હતા.
જર્મનીએ મેચમાં પુનરાગમન કરવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા પણ તેઓ સફળ થયા નહતા. બાલોટેલીને ઇજા થતાં તેના સ્થાને ડી નાતાલ મેદાનમાં ઉતર્યો હતો, જેને ગોલ કરવાની એક આસાન તક મળી હતી પણ તે બોલને ગોલમાં મોકલી આપી શક્યો નહતો. આખરે મેચની ૯૨મી મિનિટે બાલ્ઝારેટીએ પેનલ્ટી એરિયામાં હેન્ડબોલ કરતાં જર્મનીને પેનલ્ટી મળી હતી અને તેને ઓઝીલે ગોલમાં ફેરવી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved