Last Update : 30-June-2012, Saturday

 

મનમોહન સિંઘની નાણાં ખાતામાં સક્રિયતા વચ્ચે
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો

ડોલર ઘટી રૃ.૫૬ની અંદર ઉતરી ગયો ઃ ઝવેરી બજારોમાં મંદી પચાવી મોડી સાંજે કિંમતી ધાતુઓ ફરી ઉછળી
(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૯
વડા પ્રધાન મનમોહન સિંહે નાણાં મંત્રાલયનો કારભાર સંભાળ્યા પછી દેશના વિવિધ બજારોમાં ઓચિંતો પ્રવાહ પલ્ટાયા જેવી સ્થિતિ ઉભી થઈ છે. મુંબઈના ફોરેક્સ માર્કેટમાં રૃપિયા સામે ડોલરના ભાવોમાં તેજીને બ્રેક લાગી ઝડપી કડાકો બોલાતાં રૃપિયો મજબૂત બની ઉંચકાઈ આવ્યો છે. શેરબજારમાં તેજી આવતાં તથા વિદેશી રોકાણકારો બજારમાં પાછા આવતાં ડોલરના ભાવો આજે ઝડપી ઘટી રૃ.૫૬ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. ઝવેરી બજારોમાં આજે બપોર સુધી મંદીનો માહોલ રહ્યા પછી બપોરે પછી વિશ્વ બજાર પાછળ ફરી તેજીનો ચમકારો દેખાયો હતો. રૃપિયા સામે ડોલરના ભાવો આજે ૩.૧૦ ટકા તૂટી ગયા હતા જે એક દિવસીય વધઘટ ગણતાં રૃપિયામાં છેલ્લા ૧૦ વર્ષનો બીજો મોટો એક દિવસીય ઉછાળો ગણાય છે. આજે ડોલરના ભાવો રૃ.૫૬.૮૦ વાળા રૃ.૫૬.૫૫ ખુલી ઉંચામાં રૃ.૫૬.૬૬ થયા પછી ઝડપી નીચા આવી રૃ.૫૬ની અંદર જતા રહી નીચામાં રૃ.૫૫.૬૦ બોલાઈ છેલ્લે રૃ.૫૫.૬૧ રહ્યા હતા જે ૧૧૯ પૈસાનો ઘટાડો દર્શાવે છે આ અગાઉ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૧ના દિવસે ડો લરના ભાવો એક જ દિવસમાં ૧૨૪ પૈસા તૂટયા હતા અને ૨૦૦૮માં ૧૨મી નવેમ્બરે ડોલરના ભાવો ૧૧૯ પૈસા ઘટયા હતા. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૩૧૦થી ૩૧૫ તથા ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૨૯૦ ઘટયા પછી મોડી સાંજે ભાવો ફરી વધી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ગુરૃવારે મોડી સાંજે તૂટી ૧૫૫૪થી ૧૫૫૫ ડોલર રહ્યા હતા તે આજે નીચામાં ૧૫૫૦થી ૧૫૫૧ થઈ ગયા પછી સ્પ્રીંગની જેમ ઉછળી મોડી સાંજે ૧૬૦૦ ડોલર નજીક પહોંચી ૧૫૯૯થી ૧૫૯૯.૫૦ ડો લર રહ્યાના સમાચારો હતા.
દરમિયાન, ઘરઆંગણે જનરલ એન્ટીટેક્સ એવોઈડન્સ રુલ્સ (જીએએઆર)માં સરકારે માર્ગરેખાઓ નક્કી કર્યાના નિર્દેશો તથા શરેબજારમાં તેજીના પગલે દેશમાં દરિયાપારથી ડોલરનો પ્રવાહ વધવાની આશાએ આજે મુંબઈ ફોરેક્સ બજારમાં ડોલરના ભાવોમાં ગાબડાં પડયા હતા. અને રૃપિયો વિજેતા બની બહાર આવ્યો હતો.
યુરોપમાં સ્પેન તથા ઈટાલીમાં આર્થિક સંકટ દૂર કરવા નક્કર પ્રયત્નો શરૃ થતાં વિશ્વ બજારમાં આજે યુરોના ભાવો વધતાં તથા સામે ડોલરના ભાવો તૂટતાં તેની અસર પણ ભારતના કરન્સી બજારો પર પડી હતી. વિશ્વ બજારમાં ડોલર સામે આજે યુરોના ભાવો ૧.૨૦ ટકા વધતાં છેલ્લા આઠ મહિનાનો સૌથી મોટો ભાવ ઉછાળો યુરોમાં આવ્યો હતો.
પ્રમુખ ચલણોના બાસ્કેટ ભાવો સામે ડોલરના ભાવો આજે ૦.૯૦ ટકા ઘટયા હતા. ભારતમાં કરન્સી વાયદાઓમાં સટ્ટારૃપી પ્રવૃત્તિને અંકુશમાં રાખવા રિઝર્વ બેંકે 'સેબી'ને જણાવતાં તેની અસરે પણ આજે મુંબઈ બજારમાં ડોલરમાં ભાવોમાં મોટા ગાબડાં પડયા હતા. ડોલર ઉપરાંત આજે પાઉન્ડના ભાવો રૃ.૮૮.૪૧ વાળા ઘટી રૃ.૮૬.૭૮ તથા યુરોના ભાવો રૃ.૭૦.૭૨ વાળા ઘટી રૃ.૬૯.૯૩ રહ્યા હતા.
દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૮૪૦ વાળા ઘટી રૃ.૨૯૫૩૦ થઈ છેલ્લે રૃ.૨૯૬૫૦થી ૨૯૬૭૫ રહ્યા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૫૩૫૮૦ વાળા નીચામાં રૃ.૫૩૧૬૫ બોલાઈ છેલ્લે ફરી વઘી રૃ.૫૩૫૦૦ રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો છેલ્લે રૃ.૩૪૮૫૦૦ આસપાસ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved