Last Update : 30-June-2012, Saturday

 
દેશની પ્રથમ મહિલા અવકાશયાત્રીને સાંકળતી
૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

૨૦૨૦ સુધીમાં સ્પેસ સ્ટેશન બાંધવા ચીનની તૈયારી

(પીટીઆઈ) બૈજિંગ,તા.૨૯
દેશની પ્રથમ મહિલા અવકાશયાત્રી સહિતની ચીનની અવકાશયાત્રી - ત્રિપુટી એનું કાર્યસિધ્ધ કરીને આજે પૃથ્વી પર પાછી ફરી છે. ત્રિપુટીએ માણસ દ્વારા કરાતા મહત્વપૂર્ણ સ્પેસ ડોકીંગનું કાર્ય સિધ્ધ કર્યું હોવાથી ચીન અમેરિકા રશિયાની આગવી ક્લબનું સભ્ય બની શકશે. વળી, ઈ.સ. ૨૦૨૦ સુધીમાં સ્પેસ સ્ટેશન બાંધવ ાના ચીનના પ્રયાસો આથી આગળ ધપશે.
વડાપ્રધાન વેન જિઆબાઓ અને અન્ય ઉચ્ચ કક્ષાના નેતાઓએ આતુરતાપૂર્વક જેનું નિરીક્ષણ કર્યું હતું એ અવકાશયાન શેન્ઝોહુ-૯ (દિવ્ય કૃપા)એ મોંગોલિયાના ઘાસિયા પટ પર આજે સલામત ઉતરાણ કર્યું હતું. ૧૩ દિવસના સફળ અવકાશ મિશન પછી પરત આવેલા યાને પૃથ્વીના વાતાવરણમાં પાછા ફરવાના તબક્કામાં ગરમી અને ઘર્ષણના માહોલમાંથી પસાર થવું પડયું હતું.
ધાકુની પેરેશૂટ ધરતીથી ૧૦ કિલોમીટર ઊંચે હતી ત્યારે રી-એન્ટ્રી વ્હીકલની ધરતીના વાતાવરણમાંના પ્રવેશ વેળાની ઝડપને ધીમી પાડી દીધી હતી. એ જમીન પર નિયત સ્થાને ધબ એવા મોટા અવાજ સાથે ઊતર્યું હતું. એ પછી રી-એન્ટ્રી કેસ્યુલમાંથી બહાર આવતા અવકાશયાત્રીઓને કલાક જેટલો સમય લાગ્યો હતો.
શેન્ઝોહુ - ૯ ના કમાન્ડર જિન્ગ હૈઈપેન્ગ સહુ પહેલાં બહાર આવ્યા હતા. એ પછી ૩૩ વર્ષના લી વેન્ગ દેખાયા હતા, જ્યારે દેશની પ્રથમ મહિલા અવકાશયાત્રી લી. યોન્ગ સહુથી છેલ્લાં બહાર આવ્યા હતા.
એરફોર્સના પાઈલોટ એવા લી નાના દરવાજામાંથી હસતા ચહેરે બહાર આવતા જ ચોતરફ હર્ષની કિકિયારીઓ છવાઈ ગઈ હતી. ખુરશીમાં બેઠેલા ત્રણેય અવકાશયાત્રીઓએ સત્તાવાર માધ્યમનું અભિવાદન કર્યું હતું અને પછી એમને તબીબી તપાસ માટે બૈજિંગ લઈ અવાયા હતા.
પ્રમુખ હુ જિન્તાઓના પ્રમુખપદે રહેલા દેશના શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની વર્તમાન નેતાગીરીના દાયકા લાંબા કાર્યની સિધ્ધિને બિરદાવવા માટે થયેલા પાંચ મિનિટમાં પૂરા થયેલા રી-એન્ટ્રી તબક્કાનું ટીવી પર જીવંત પ્રસારણ કરાયું હતું.
ચીનના આ સફળ અવકાસ કાર્યક્રમથી પ્રતિસ્પર્ધી અમેરિકા સામે સુપરપાવરનો દરજ્જો પ્રાપ્ત કવરાની એની યોગ્યતા વધશે. વળી, સમુદ્રાના પેટાળમાં રહેલા સમૃધ્ધ ખનિજ સ્ત્રોતોને હસ્તગત કરવાના પ્રયાસોના ભાગરૃપે ગત સપ્તાહે એના જિઆઓલોંગ નામના સબમર્સિબલે પેસિફિક સમુદ્રમાં ૭૦૦૦ મીટર ઊંડે ડાઈવ મારી એ પણ એની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના કાર્યકાળ દરમિયાનની મોટી સિધ્ધિ બની રહેશે.
ચીન ઈ.સ. ૨૦૨૦ સુધીમાં સ્પેસ સ્ટેશન ટિઆન્ગોન્ગ (સ્વરીગય સ્થળ) અવકાશમાંનું એકમાત્ર સ્પેસ સ્ટેશન બની રહેશે.
ચીની અવકાશવિજ્ઞાાનીઓના મતે, આઈએસએસ સ્પેસ પ્રોગ્રામમાંથી ચીનને બાકાત રખાયું હોવાથી ચીનને એનો પોતાનો અવકાશ કાર્યક્રમ ગોઠવવાની ફરજ પડી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved