Last Update : 30-June-2012, Saturday

 

અબુ ૨૬/૧૧નો મહત્વનો સુત્રધાર ઘણા રહસ્યો ખુલશે ઃ સરકાર

પાકિસ્તાને તેને તાલિમ અને આશ્રય આપેલો તે બાબત સ્વિકારી લેવી જોઈએ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી,તા.૨૯
અબુ જુન્દાલ ૨૬/૧૧ના મુંબઈ હુમલાનો મહત્વનો સાક્ષી બની રહેશે અને તે કાવત્રાના પુરાવાઓમાં ઘટતા ટુકડાઓને જોડવામાં ઉપયોગી સાબીત થશે કેમ કે તે આ કાવત્રામાં મહત્વનો સુત્રધાર હતો અને તેની પુછપરછ ઘણા રહસ્યો પરથી પડદો ઉઠાવશે તેમ સરકારે મત વ્યક્ત કર્યો હતો.
મુળ ભારતના, પાકિસ્તાની ત્રાસવાદી દળના ઈશારે કામ કરતા ૩૦ વર્ષીય અબુજુન્દાલ અંગે પુછવામાં આવેલા અનેક સવાલોનો જવાબ આપતા કેન્દ્રિય ગૃહમંત્રી પી. ચીદંબરમે જણાવ્યું હતું કે ત્રાસવાદીઓને હુકમો અને માર્ગદર્શન આપવા માટે આ પ્રકારનો કંટ્રોલરૃમ સ્થાપવો એ એક પ્રકારે કોઈ રાજ્ય કે દેશની સહાય વીના શક્ય નથી.
આ કંટ્રોલ રૃમમાં હાફીઝ સઈદ અને અન્યની હાજરી સંદર્ભે પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે હા, ત્યાં અન્ય પણ હાજર હતા અને અમે માનીએ છીએ કે તેમાનો એક હાફીજ સઈદ હતો.
ચીદંબરમે ઉમેર્યું હતું કે ૨૬/૧૧ ના હુમલાની તપાસ સંદર્ભે આ ખરેખર મહત્વની ઉપલબ્ધી છે કેમ કે ૨૬/૧૧ ના કાવત્રામાં કેટલીક મહત્વની વિગતો ઘટતી હતી. પરીણામે સમગ્ર કાવત્રાને જોડીને આખી ઘટના સ્વરૃપે સ્થાપિત કરવામાં કેટલાક ટુકડાઓ ઘટતા હતા તે અબુ જુન્દાલની પુછપરછમાં પ્રાપ્ત થઈ શકે તેમ છે. તેમણે ત્રાસવાદીઓને મહત્વની તાલિમ આપવામાં, મુંબઈની ભૂગોળ તેમજ મુંબઈગરાઓની આદતો સંદર્ભે તેમણે ત્રાસવાદીઓને મહત્વની વિગતો પુરી પાડી હતી.
કેટલીક માહિતીઓની માંગણી કરી રહેલા પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે કસાબ સહીતના ૧૦ ત્રાસવાદીઓને એક સ્થળે તાલિમ, બીજે કંટ્રોલરૃમ અને માળખાગત સુવિધાઓ અપાઈ હતી. પણ તેની હાલમાં પુછપરછ તેમજ કેસની તપાસ પૂર્ણ થશે ત્યારે આપણે તમામ વિગતોની જાણકારી મેળવી શકીશું. આ ક્ષણે હજી તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
ગૃહપ્રધાન પી. ચીદંબરમ્ની સાથે પત્રકાર પરીષદમાં ગૃહ સચીવ આર.કે. સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આર.કે. સિંહે સ્પષ્ટતા કરી હતી કે અમે પાકિસ્તાનના પ્રધાન રહેમાન મલીક સાથે સંમત છીએ કે અબુ જુન્દાલ ભારતીય નાગરીક છે પણ તેણે પાકિસ્તાનમાં તાલિમ મેળવી, છુપાયો અને જ્યારે પાકિસ્તાનથી બહાર નીકળ્યો ત્યારે તેને ટ્રેક કરીને ઝડપી શકાયો આમ ૨૬/૧૧ હુમલા સાથે જોડાયેલા તમામ સત્યોનો આપણે સ્વિકાર કર્યો તેમ પાકિસ્તાને પણ સત્ય સ્વિકારી લેવું જોઈએ. તેનું મુળ નામ જૈબુદ્દીન અન્સારી છે અને પાકિસ્તાને તેમને સત્ય સ્વરૃપે સ્વિકારી લેવું જોઈએ. સિંહે ડેવીડ હેડલીનો કબજો મેળવવા અને પુછપરછ કરવા અમેરિકા સાથે ચાલતા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved