Last Update : 30-June-2012, Saturday

 

નડાલ વિમ્બલ્ડનના ઇતિહાસના વધુ એક મેજર અપસેટનો શિકાર બન્યો
૧૦૦માં ક્રમાંકિત રોસોલ સામે નડાલનો બીજા રાઉન્ડમાં પરાજય

વર્લ્ડ નંબર ટુ નડાલનો ૬-૭, ૬-૪, ૬-૪, ૨-૬, ૬-૪થી પરાજય ઃ છેલ્લી ચાર ગ્રાન્ડસ્લેમની ફાઇનલ રમેલા નડાલની હારથી ટેનિસ જગતે આંચકો અનુભવ્યો

લંડન,તા.૨૯
વર્લ્ડ રેન્કિગમાં બીજો ક્રમાંક ધરાવતા સ્પેનિશ ટેનિસ ખેલાડી નડાલને ચેક રિપબ્લિકના ઓછા જાણીતા રોસોલે વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં હરાવતા મેજર અપસેટ સર્જાયો હતો. આ સાથે વિમ્બલ્ડનના ઇતિહાસમાં મેકેનરો, બેકર, અગાસી, સામ્પ્રસ, હ્યુઇટ્ટની જેમ આઘાતજનક પરાજય સાથે બહાર ફેંકાઇ જનાર તે વધુ એક મોટા ગજાનો ખેલાડી બન્યો છે. ૧૧ ગ્રાન્ડ સ્લેમ જીતેલો નડાલ છેલ્લા ચાર ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ રમ્યો છે.
જો કે ગ્રાસ કોર્ટ પર રમાતી વિમ્બલ્ડન ચેમ્પિયનશીપના બીજા રાઉન્ડમાં નડાલને ૧૦૦મો ક્રમાંક ધરાવતા રોસોલે ૬-૭, ૬-૪, ૬-૪, ૨-૬, ૬-૪થી હરાવ્યો હતો. નડાલ જેવો દિગ્ગજ ખેલાડી બીજા જ રાઉન્ડમાં હારતા ટેનિસ જગતે આંચકો અનુભવ્યો હતો. સેન્ટર કોર્ટમાં જ્યારે નડાલ અને રોસોલ વચ્ચેની મેચ શરૃ થઇ ત્યારે કોઇને કલ્પના પણ નહતી કે આ મેચ ટેનિસ ઇતિહાસના મેજર અપસેટની યાદીમા સ્થાન મેળવશે. નડાલે પ્રથમ સેટમાં વિજય મેળવ્યો હતો. જો કે ત્યાર બાદ રોસેલે બે સેટ જીત્યા હતા. નડાલ તેની આગવી લયમાં જોવા મળ્યો નહતો અને રોસોલે તેનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. નડાલે ચોથો સેટ જીતીને મેચમાં પાછા ફરવાની આશા જન્માવી હતી પણ પાંચમા અને નિર્ણાયક સેટમાં પણ રોસોલના મેજિક સામે નડાલને ઘુંટણ ટેકવવા પડયા હતા. નડાલનો તેની કારકિર્દીમાં આ સૌથી લોએસ્ટ રેન્કના ખેલાડી સામેનો પરાજય હતો.
વિમ્બલ્ડનમાં બે વખત ચેમ્પિયન રહી ચુકેલા નડાલે હારને સહજતાથી સ્વીકારી હોવાનું જણાવતા કહ્યું કે, મારો પરાજય કોઇ દુર્ઘટના નથી, હું માત્ર ટેનિસ મેચ હાર્યો છું અને તેનાથી મને કોઇ આઘાત લાગ્યો નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved