Last Update : 30-June-2012, Saturday

 

મનમોહનસિંહ શેરબજાર માટે મનમોહક પૂરવાર થયા
સેન્સેક્સમાં વર્ષનો સૌથી મોટો ૪૩૯નોઊછાળો

'ગાર'ના પોઝીટીવ સમાચાર તેમજ ઇયુના પ્રોત્સાહક પગલા ઃ વૈશ્વિક શેરબજારમાં પણ સંગીન સુધારો

અમદાવાદ, તા.૨૯
સરકાર દ્વારા એફ.ડી.આઇ. અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે જનરલ એન્ટી એવોઇડન્સ ટેક્સ રૃલ્સ (ગાર) અપનાવાયેલા પોઝિટીવ વલણ તેમજ યુરોપિયન યુનિયન સમીટમાં (ઇયુ) સ્પેન અને ઇટાલીને ઉગારવા ચોક્કસ પગલાની જાહેરાત પાછળ આજે ભારત સહિત યુરોપ તેમજ એશિયાઇ શેરબજારમાં તેજીનો પવન ફૂંકાયો હતો. મુંબઈ શેરબજાર ખાતે આજે એફઆઇઆઇની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલીએ સાર્વત્રિક સુધારો નોંધાતા બીએસઇ સેન્સ્કેસમાં આજે ચાલુ ૨૦૧૨ના કેલેન્ડર વર્ષનો સૌથી મોટો ૪૩૯ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જેના પગલે રોકાણકારોની સંપત્તિમાં પણ રૃા. ૧.૧૭ લાખ કરોડનો વધારો થયો હતો.
પ્રણવ મુખરજીના સ્થાને નાણાં મંત્રાલયનું સુકાન સંભાળી રહેલા વડાપ્રધાન મનમોહનસિંહે અર્થતંત્રને તેમજ શેરબજારને વેગ આપવા ગાર અંગેના બજેટ પ્રસ્તાવના પાછલી તારીખથી ટેક્સ અમલને સંપૂર્ણપણે રદ કરવાની નાણાં મંત્રાલયની યોજનાના અહેવાલોની શેરબજાર પર સાનુકૂળ અસર થઈ હતી તો બીજી તરફ યુરોપિયન યુનિયનની સમીટમાં (ઇયુ) સ્પેન અને ઇટાલીને કટોકટીમાંથી ઉગારવા તાત્કાલીક ચોક્કસ પગલા ભરવાનો નિર્ણય લેવાયો હતો. ઇયુ દ્વારા લેવાયેલા મહત્ત્વના નિર્ણયને એશિયાના શેરબજારોએ આવકાર્યો હતો આ અહેવાલો પાછળ એશિયાના બજારોમાં ઝડપથી સુધારા તરફી વલણ જોવા મળ્યું હતું. આજે અહેવાલો પાછળ ભારતીય શેરબજાર ખાતે પણ કામકાજનો પ્રારંભ તેજીના ટકોરા સાથે જ થવા પામ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો શેરબજારે મનમોહનસિંહને નાણાં મંત્રી તરીકે આવકાર્યા હતા. કામકાજની શરુઆત બાદ 'ગાર' અંગે સરકાર દ્વારા કરાયેલી સ્પષ્ટતાથી તેજીને ટોનિક મળ્યું હતું અને તેની પાછળ સુધારાની ચાલ પણ વેગીલી બની હતી. દરમિયાન ભારતીય સમય મુજબ બપોરે યુરોપના શેરબજારોમાં પણ તેજી તરફી ટોને ખુલતા ઘરઆંગણે તેજીની ચાલ વધુ વેગીલી બની હતી અને સેન્સેક્સ ઇન્ટ્રા ડે ૪૫૯ પોઇન્ટ ઉછળી ગયા બાદ કામકાજના અંતે તે ૪૩૯.૨૨ પોઇન્ટ ઉછળીને ૧૭૪૨૯.૯૮ની દસ સપ્તાહની ઉંચી સપાટીએ મજબૂત રહ્યો હતો. આમ, આજે નોંધાયેલો ઉછાળો એ ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી મોટો ઉછાળો છે.
ઉપરોક્ત અહેવાલો પાછળ એનએસઇનો નિફ્ટી આંક પણ કામકાજના અંતે ૧૨૯.૭૫ પોઇન્ટના ઉછાળા સાથે ૫૨૭૮.૯૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો. જે તેની સાડા નવ સપ્તાહની ઉંચી સપાટી છે. સેન્સેક્સમાં નોંધાયેલ સંગીન ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બી.એસ.ઇ. માર્કેટ કેપ) રૃા. ૧.૧૭ લાખ કરોડનો વધારો થતા તે રૃા. ૬૧.૫૨ લાખ કરોડની સપાટીએ પહોંચી ગયું હતું. સરકાર દ્વારા લેવાયેલા મહત્ત્વના નિર્ણયના પગલે એફઆઇઆઇ દ્વારા હાથ ધરાયેલ નવેસરની લેવાલી પાછળ તેજીને વેગ સાંપડયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ એફઆઇઆઇએ આજે રૃા. ૩૦૪૭ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.

સેન્સેક્સમાં વર્ષના
મોટા ઊછાળા

તારીખ

ઉછાળો

બંધ સપાટી

૨૯ જૂન, ૨૦૧૨

૪૩૨.૨૨

૧૭૪૨૯.૯૮

૬ જૂન, ૨૦૧૨

૪૩૩.૬૬

૧૬૪૫૪.૩૦

૩ જાન્યુ., ૨૦૧૨

૪૨૧.૪૪

૧૫૯૩૯.૪૦

૯ માર્ચ ૨૦૧૨

૩૫૭.૭૨

૧૭૫૦૩.૨૦

૧૫ ફેબુ્ર. ૨૦૧૨

૩૫૩.૮૪

૧૮૨૦૨.૪૦

૧૦ જાન્યુ. ૨૦૧૨

૩૫૦.૩૭

૧૬૧૬૫.૧૦

૩૦ માર્ચ ૨૦૧૨

૩૪૫.૫૯

૧૭૪૦૪.૨૦

૩૧ જાન્યુ. ૨૦૧૨

૩૩૦.૨૫

૧૭૧૯૩.૬૦

 

વૈશ્વિક બજારોના ઊછાળા

ઇન્ડેક્સ / દેશ

ઉછાળો

સપાટી

ડાઉ / અમેરિકા

૨૦૫.૭૪

૧૨૮૦૮

નાસ્ડેક / અમેરિકા

૬૦.૦૮

૨૯૦૯.૫૭

ફીટસી / લંડન

૧૧૩.૯૨

૫૬૦૭.૯૮

સીએસી / ફ્રાન્સ

૧૨૫.૨૫

૩૧૭૬.૯૩

ડેક્સ / જર્મની

૨૪૫.૧૫

૬૩૯૫.૦૬

નિકકી / જાપાન

૧૩૨.૬૭

૯૦૦૬.૭૮

સ્ટ્રેઇટ / સિંગાપોર

૩૧.૬૩

૨૮૭૮.૪૫

હેંગસેંગ / હોંગકોંગ

૪૧૬.૧૯

૧૯૪૪૧.૪૬

કોસ્પી / દ. કોરિયા

૩૪.૮૩

૧૮૫૪.૦૧

શાંગહાઈ / ચીન

૨૯.૫૯

૨૨૨૫.૪૩

હેઇપી / તાઇવાન

૧૨૬.૬૭

૭૨૯૬.૨૮

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved