Last Update : 30-June-2012, Saturday

 

''લોકાયુક્ત ન હોવાથી મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓને ભ્રષ્ટાચારમાં મોકળું મેદાન''
ગુજરાતમાં મોટો ભ્રષ્ટાચાર ચાલે છે ને મોદી તેને છાવરે છે ઃ કેજરીવાલ

એમઓયુ કરી ઉદ્યોગોને અપાયેલી જમીન વેચી ન શકાય એવા અધિકારીઓનો અભિપ્રાય છતાં આનંદીબેન પટેલે ફાઇલ પર તેને મંજુરી આપી હતી

 

કેજરીવાલની આગેવાની હેઠળ ગાંધીનગરના લેકાવાડાથી લવાડ ગામ સુધી પશુપાલકોની વિશાળ રેલી યોજાઈ

અમદાવાદ, શુક્રવાર
ગાંધીનગર પાસે લવાડા ગામે ખેડૂતોની રેલીમાં ભાગ લેવા જતા પહેલા ટીમ અન્નાના સભ્ય અરવિંદ કેજરીવાલે અમદાવાદ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે ''ગુજરાતમાં જમીનો સહિતનામાં બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે તેની ફરિયાદ કરી શકાય તેવી કોઈ તપાસ એજન્સી જ નથી. ઊલ્ટાનું ભ્રષ્ટાચારના કેસમાં સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી સામે ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળ પોલીસ ફરિયાદ નોંધવાની મંજુરી ન આપીને મુખ્યમંત્રી તેઓને છાવરી રહ્યા છે.''
કેજરીવાલે મોદી સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં ૯ વર્ષથી લોકાયુક્તની નિમણૂંક જ ન થાય તે ચલાવી ન લેવાય. કોઈ તપાસ એજન્સી ન હોવાના કારણે મંત્રીઓ, અગ્રસચિવો અને સિનીયર આઈએએસ અધિકારીઓને ભ્રષ્ટાચારમાં છુટો દોર મળી ગયો છે. છતાં આ ભાજપ સરકાર તેની સામે કોઈ પગલાં જ લેતી નથી.દિલપ સંધાણીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર આરટીઆઇ એકિટીવિસ્ટ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે, અને જો ભ્રષ્ટાચાર સામે કોઈ અવાજ ઉઠાવે તો અમિત જેઠવા, નદીમ સૈયદ સહિતનાની માફક તેનું મર્ડર થઈ જાય છે. જો લોકાયુક્ત હોય તો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને રક્ષણ મળત.
મોદી સરકાર ભ્રષ્ટાચાર અટકાવવાના બદલે તેને છાવરતી હોવાનો આક્ષેપ કરી કેજરીવાલે હાઈકોર્ટનો ઓર્ડર ટાંકતા કહ્યું કે સરકારના મંત્રી પરસોતમ સોલંકી સામે ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળ એફઆઈઆર દાખલ કરવાની મુખ્યમંત્રી અને અન્ય બે મંત્રીઓએ મંજુરી ન આપીને સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર છાવર્યો છે. કચ્છના જમીન કૌભાંડનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે એમઓયુ કરી ઉદ્યોગને અપાયેલી જમીન વેચી ન શકાય તેવો અધિકારીઓનો અભિપ્રાય હોવા છતાં ફાઈલ પર તેને મંત્રી આનંદીબેન પટેલે ફાઈલ પર તેને મંજૂરી આપી દીધી હતી.
આ ઉપરાંત લવાડામાં ગૌચરની જમીનને એકાએક ખરાબો જાહેર કરી યુનિવર્સિટીને તે જમીન આપી દેવામાં આવી. આમ, ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ સામે હોવા છતાં તેને રોકવા કે તેની ફરિયાદ થઈ શકે તેવી કોઈ વ્યવસ્થા ્મોદી સરકારે કરી નથી. જો મોદી સરકાર ખરેખર ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત ઈચ્છતી હોય તો રાજનીતિ કરવાના બદલે ઉત્તરાખંડની તત્કાલીન ખંડુરી સરકારે લોકાયુક્તનો જે કાયદો બનાવ્યો છે તે મોડેલને અપનાવી તાકીદે મંજુર કરવું જોઈએ.
બીજી બાજુ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા લવાડ ગામની ગૌચર જમીન રક્ષાશક્તિ યુનિવર્સીટીને સોંપી દેવામાં આવવાથી આ રોષ વધુ ઉગ્ર બન્યો છે. જે અંતર્ગત આજે ગાંધીનગરના લેકાવાડાથી લવાડ ગામ સુધીની રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત જાગૃત નાગરિકો જોડાયા હતા. આ રેલી લવાડ ગામમાં સભાના રૃપમાં ફેરવાઈ હતી. તેમણે ગૌચરની જમીન પરત મેળવવા માટે રાજ્યમાં ઠેરઠેર આંદોલન કરી રહેલા ગ્રામજનોને આહ્વાન કર્યું હતું કે આ ભ્રષ્ટ સરકારને એકપણ ઈંચ જમીન આપવી જોઈએ નહીં. એટલું જ નહીં તેમણે કહયું હતું કે, છેતરપીંડી કરીને ગૌચરની જમીન હડપનાર સરકાર પાસેથી આ જમીન પરત મેળવી લેવી જોઈએ જેના માટે ગ્રામજનોએ પોતાના સ્તરેથી અહિંસક આંદોલન છેડવું જોઈએ તેમ પણ તેમણે કહયું હતું.
લવાડ ગૌચર બચાવ ગ્રામ સ્વરાજ્ય સમિતિ દ્વારા આજે મળેલી ગ્રામસભામાં ગૌચર જમીન માટે લડતાં રાજ્યના ખુણેખૂણેથી ગ્રામજનો આવ્યા હતા. જેમણે પોતાની સમસ્યાઓ વર્ણવી હતી. લવાડ ગામના સરપંચે જણાવ્યું હતું કે લવાડમાં પ૬૦ એકર ગૌચર જમીન હતી જેમાંથી ૩૬-૩૬ એકર જમીન ચાર વિભાગમાં વહેંચી દેવામાં આવી છે તેમજ ર૩૫ એકર જમીન રક્ષાશક્તિ યુનિવર્સીટીને સોંપી દેવામાં આવી છે. ત્યારે હવે ગામમાં ફકત ૭૮ એકર ગૌચર જમીન બાકી રહી છે. તો તેની સામે ગામમાં ૮૫૦૦ જેટલા પશુઓ વસવાટ કરે છે.

તેના મંત્રીઓને નિર્દોષ માનતા હોય તો મોદી તપાસ કેમ નથી કરાવતા ?
કેજરીવાલે કહ્યું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ મંત્રીઓ આનંદીબેન પટેલ, પરસોતમ સોલંકી સહિતના સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે. ત્યારે જો મોદી તેમના મંત્રીઓને નિર્દોષ માનતાં હોય તો તેની સામે શું કામ તપાસ કરાવતા નથી ? ટીમ અન્નાના સભ્યો પર આક્ષેપો થયા ત્યારે અમે સ્પષ્ટ કહ્યું છે કે જે તપાસ કરાવવી હોય તે કરાવી લો.

અમે કદી દંગા-ફસાદ નથી કરાવ્યા છતાં પદયાત્રીને મંજુરી ન અપાઈ
લવાડા ગામની જમીનના પ્રશ્ને ગાંધીનગર મહાત્મા મંદિરથી પદયાત્રા કાઢવાની સરકારે મંજુરી ન આપતાં કેજરીવાલે જણાવ્યું હતું કે ''અમારો ઈતિહાસ દંગા-ફસાદનો કદી રહ્યો નથી; જો પદયાત્રાને મંજુરી અપાઈ હોત તો અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાના નહોતા છતાં મ્દી સરકારે મંજુરી આપી નહીં.''

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved