Last Update : 30-June-2012, Saturday

 

સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો

વિશ્વ બજારમાં સોનાના ભાવો નીચામાં ૧૫૫૦.૪૦ ડોલર બોલાઈ ફરી વધી ૧૫૯૫.૭૦ ડોલર બોલાયા ઃ ડોલરના ભાવો ઘટી રૃ.૫૬ની અંદર જતા રહ્યા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવોમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૩૧૦થી ૩૧૫ તૂટયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૨૯૦ ઘટયા હતા, જો કે મોડી સાંજે ભાવો વિશ્વ બજાર ફરી વધી આવ્યાના નિર્દેશો હતા. મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૩૫૮૦ વાળા રૃ.૫૩૧૬૫ ખુલી રૃ.૫૩૨૯૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો ફરી ઉછળી રૃ.૫૩૭૦૦ તથા કેશમાં રૃ.૫૩૫૫૦થી ૫૩૬૦૦ બોલાઈ રહ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૮૪૦ વાળા આજે રૃ.૨૯૫૮૫ ખુલી રૃ.૨૯૫૩૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૯૭૫ વાળા રૃ.૨૯૭૧૦ ખુલી રૃ.૨૯૬૬૦ બંધ રહ્યા હતા. સાંજે જો કે ભાવો ફરી વધી ૯૯.૫૦ના રૃ.૨૯૬૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૭૫૦ બોલાઈ રહ્યા હતા.વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૧૫૭૧.૫૦ ડો લર વાળા તૂટીને ૧૫૫૦.૪૦ ડોલર બોલાયા પછી ઉછળી સાંજે ૧૫૯૪.૫૦થી ૧૫૯૫ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૨૬.૯૮ ડોલરવાળા આજે નીચામાં ૨૬.૨૯થી ૨૬.૩૦ ડો લર રહ્યા પછી વધી ૨૭.૯૫ ડોલર થઈ સાંજે ૨૭.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ડોલર ઘટતાં તથા સામે યુરો વધી આવતાં સોનામાં ઘટાડે ફંડોની ખરીદી વધ્યાની ચર્ચા હતી. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં પણ આજે બંને કિંમતી ધાતુઓના ભાવો આરંભમાં ગગડયા પછી સાંજે ફરી ઉછળ્યા હતા. મુંબઈમાં ડોલરના ભાવો આજે રૃ.૫૬.૮૦ વાળા નીચામાં રૃ.૫૫.૬૦ બંધ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૩૬૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૨૯૮૬૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૦૬૦ રહ્યા હતા, જયારે ત્યાં ચાંદીના ભાવો આજે હાજરમાં રૃ.૫૫૦ ઘટી રૃ.૫૨૯૫૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૭૨૫ ઘટી રૃ.૫૨૧૨૫ રહ્યાના સમાચારો હતા. ત્યાં ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો આજે રૃ.૩૦૦૦ તૂટી રૃ.૫૯થી ૬૦ હજાર રહ્યાના નિર્દેશો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved