Last Update : 30-June-2012, Saturday

 

શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ

ડોલર તૂટીને ૫૬ ઃ પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં ભભૂકતી તેજી ઃ FIIની શેરોમાં રૃા. ૩૦૪૬ કરોડની જંગી ચોખ્ખી ખરીદી

યુરોપનું સંકટ ટળ્યું ઃ સ્પેનને ઇમરજન્સી સહાય ઃ મનમોહન સિંહ નાણા પ્રધાન તરીકે બજારને ફળ્યા ઃ GAAR પાછલી મુદતની નહીં!

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
યુરોપીય યુનીયનની સમિટમાં (ઇયુ) યુરો ઝોનના દેશો ખાસ સ્પેન અને ઇટાલીને કટોકટીમાંથી ઊગારવા જર્મનીના વિરોધને સાઇડ પર મૂકીને ઇયુ દ્વારા સ્પેનની બેંકોને ઇમરજન્સી લોન આપવાનો અને ઇટાલીને સંભવિત સહાય કરવાનો માર્ગ મોકળો કરવામાં આવતા વૈશ્વિક બજારોમાં ગઇકાલે મોડી સાંજે ભભૂકતી તેજી સાથે આજે એશીયાના બજારોમાં સાર્વત્રિક તેજી અને ભારતમાં નાણા મંત્રાલયનું સુકાન વડા પ્રધાન મનમોહન સિંહે સંભાળી લીધા બાદ હવે એફઆઇઆઇ અને વિદેશી મલ્ટિનેશનલોને નારાજ કરતા પ્રણવ મુખર્જીના જનરલ એન્ટિ અવોઇડન્સ ટેક્ષ રૃલ્સ (જીએએઆર-ગાર) બજેટ પ્રસ્તાવના પાછલી તારીખથી અમલ સંપૂર્ણપણે રદ કરવાની નાણા ખાતાની યોજનાએ મુંબઇ શેરબજારોમાં શેરોમાં સાર્વત્રિક ભભૂકતી તેજી લાવી દઇ સેન્સેક્ષને ૪૩૯.૨૨ પોઇન્ટની છલાંગે ૧૭૪૨૯.૯૮ની ૧૦ સપ્તાહની ઉંચાઇએ અને નિફ્ટીને ૧૨૯.૭૫ પોઇન્ટના ઉછાળે ૫૨૭૮.૯૦ની સાડા નવ સપ્તાહની ટોચે મૂકી દીધા હતા. યુરોપમાં ગઇકાલે મોડી સાંજે થયેલા પોઝિટીવ ડેવલપમેન્ટમાં જર્મનીના અવરોધને બાજુએ મૂકી સ્પેનની બેંકોને ઇમરજન્સી લોન આપવાનો અને ઇટાલીને સંભવિત સહાય આપવાનો સંકેત યુરોપીય યુનીયને આપતા વૈશ્વિક બજારોમાં ઉથલપાથલમાં કોમોડિટીઝ બજારોમાં કડાકા સામે ઇક્વિટી બજારોમાં તેજી ભભૂકતા યુ.એસ.માં પણ ડાઉ જોન્સ, નાસ્દાકે મોટો ઘટાડો પચાવી દેતા એશીયાના બજારો આજે અપેક્ષીત ગેપમાં ઉપર ખુલ્યા હતા. ભારતમાં વડા પ્રધાને મનમોહન સિંહે નાણા ખાતુ સંભાળી લીધા બાદ અટકેલા આર્થિક સુધારા- નિર્ણયો આગળ વધારવા પગલાં લેવાની શરૃઆત કરતા ગઇકાલે જૂન વલણના અંતે યુરોપની અનિશ્ચિતતાએ જુલાઇમાં મંદી કરી ગયેલા ખેલંદાઓ ટ્રેપમાં આવી જઇ આજે બમણા જોરે તેજી આવી હતી. સેન્સેક્ષ આગલા બંધ ૧૬૯૯૦.૭૬ સામે ૧૭૧૩૪.૬૧ મથાળે ૧૪૩.૮૫ પોઇન્ટ ગેપમાં ઉપર ખુલીને સળસળાટ વધતો જઇ આરંભમાં ટાટા પાવર, ભેલ, લાર્સન, સનફાર્મા, આઇસીઆઇસીઆઇ બેંક, મારૃતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્દાલ્કો, આઇટીસી, એચડીએફસી બેંક, ડૉ. રેડ્ડીઝ લેબ, સિપ્લા, ટીસીએસ, વિપ્રો, સ્ટેટ બેંક સહિત સેન્સેક્ષના બધા શેરોમાં તેજીએ લાંબો સમય સુધી ૩૭૦થી ૩૭૫ પોઇન્ટનો ઉછાળો બતાવતો રહ્યો હતો. જે યુરોપના બજારો બપોરે એક વાગ્યે તોફાની તેજીએ ખુલતા મેટલ શેરોમાં જિન્દાલ સ્ટીલ, સ્ટરલાઇટ, હિન્દાલ્કોમાં લેવાલી વધતા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંકમાં છેલ્લા કલાકમાં ફંડોનું આકર્ષણ વધતા સેન્સેક્ષ એક સમયે ૪૫૮.૭૨ પોઇન્ટની છલાંગે ઉપરમાં ૧૭૪૪૮.૪૮ સુધી પહોંચી જઇ અંતે ૪૩૯.૨૨ પોઇન્ટના ઉછાળે ૧૭૪૨૯.૯૮ની ૧૦ સપ્તાહની ઉંચાઇએ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૧૩૦ પોઇન્ટની તેજીએ ૫૨૭૯ સાડા નવ સપ્તાહની ટોચે ઃ ઉપરમાં ૫૨૮૬ બોલાયો
એનએસઇના નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૧૪૯.૧૫ સામે ૫૧૯૧.૨૫ મથાળે ખુલીને ૫૧૮૯ થઇ સળસળાટ તેજીમાં લાંબો સમય ૧૧૦થી ૧૧૫ પોઇન્ટનો ઉછાળો બતાવતો રહ્યા બાદ જિન્દાલ સ્ટીલ, સ્ટરલાઇટ, રિલાયન્સ ઇન્ફ્રા., એશીયન પેઇન્ટસની તેજી સાથે ટાટા પાવર, લાર્સન, ભેલ, આઇસીઆઇસીઆઇ બેંક, એસીસી, એચસીએલ ટેક્નોલોજી, આઇટીસી, પાવર ગ્રીડ, ગ્રાસીમ, સેસાગોવા, સ્ટેટ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી શેરોની તેજીએ એક સમયે ૧૩૭.૧૦ પોઇન્ટની છલાંગે ઉપરમાં ૫૨૮૬.૨૫ સુધી પહોંચી જઇ અંતે ૧૨૯.૭૫ પોઇન્ટના ઉછાળે ૫૨૭૮.૯૦ બંધ રહ્યો હતો.
યુરોપ, ગારના પોઝિટીવ સમાચાર પેટ્રોલના ભાવ ઘટવા, ડોલર તૂટીને રૃા. ૫૬ થતાં બજારનું સેન્ટીમેન્ટ સુધર્યું
યુરોપના પ્રોત્સાહક સમાચાર, વડા પ્રધાન મનમોહન સિંહે નાણા મંત્રાલય સંભાળી લીધાની સાથે 'ગાર'ને પાછલી મુદતથી લાગુ નહીં કરવાના સંકેતે અને ક્રુડ ઓઇલના ઘટેલા આંતરરાષ્ટ્રીય ભાવોએ પેટ્રોલમાં લીટર દીઠ રૃા. ૨.૪૬ ના ઘટાડા સાથે ડોલર સામે રૃપિયાનું ધોવાણ અટકાવતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરના સરકારી સિક્યુરિટીઝમાં એફઆઇઆઇ રોકાણ મર્યાદા વધારી ૨૦ અબજડોલર કરવાના અને મેન્યુફેક્ચરીંગ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની ફોરેક્સ કમાણી કરતી કંપનીઓને ઇસીબી લિમિટ વધારી અપાતા પગલાંએ આજે ડોલર તૂટીને રૃા. ૫૬.૦૫/ ૫૬.૧૦ જેટલો જતાં બજારનું સેન્ટીમેન્ટ સપ્તાહના અંતે તેજીનું બની ગયું હતું. અનેક પ્રોત્સાહક પરિબળો સામે આજે ચોમાસાની ચિંતાનું પરિબળ સાઇડ પર રહી ગયું હતું.
નિફ્ટી જુલાઇ ફ્યુચર ૫૩૦૦ સપાટી કુદાવી ૫૩૦૯ બોલાયો ઃ ટેક્નીકલી નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ ઃ હવે ૫૧૯૦ સપોર્ટ
નિફ્ટી બેઝડ ટેક્નીકલી નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ જળવાઇ રહી હવે નીચામાં ૫૧૯૦ નીચે બંધ ન આવે ત્યાં સુધી ટ્રેન્ડ તેજીનો બની રહેવાનું ધ્યાન બતાવાઇ રહ્યું છે. નિફ્ટી જુલાઇ ફ્યુચર ૩,૫૯,૬૪૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૪૮૨ કરોડના ટર્નઓવરે ૫૧૫૫.૭૫ સામે ૫૨૧૫.૩૦ મથાળે ખુલીને ૫૩૦૦ની સપાટી કુદાવી જઇ ઉપરમાં ૫૩૦૯.૭૫ સુધી પહોંચી જઇ અંતે ૫૨૮૮.૭૫ હતો.
નિફ્ટી ૫૪૦૦નો કોલ ૨૨.૩૦થી ઉછળી ૫૨ ઃ ૫૩૦૦નો કોલ ૪૪.૯૫થી ઉછળી ૧૦૩.૬૦ બોલાયો
નિફ્ટી ૫૩૦૦નો કોલ ૩,૨૯,૯૪૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૮૯૧ કરોડના ટર્નઓવરે ૪૪.૯૫ સામે ૬૭.૧૫ ખુલી નીચામાં ૫૪.૪૦થી ઉપરમાં ૧૦૩.૬૦ સુધી ઉછળી જઇ અંતે ૯૩.૫૦ હતો. નિફ્ટી ૫૪૦૦નો કોલ ૨,૮૬,૯૭૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૮૧૯ કરોડના ટર્નઓવરે ૨૨.૩૦ સામે ૨૮.૮૦ ખુલી ઉપરમાં ૫૮.૨૫ સુધી ઉછળી અંતે ૫૨ હતો. નિફ્ટી ૫૭૦૦ સુધીના કોલમાં સળવળાટે ૫૭૦૦નો કોલ ૨.૪૫ સામે ૩.૭૦ ખુલી નીચામાં ૩થી ઉપરમાં ૪.૮૫ સુધી ઉછળી અંતે ૪.૩૫ હતો.
શેરોમાં ઓલરાઉન્ડ તેજીનું તોફાન ઃ બધા ક્ષેત્રીય ઇન્ડેક્ષ પોઝિટીવ ઃ કેપિટલ ગુડઝ ૩૫૩, બેંકેક્ષ ૪૦૧ પોઇન્ટ ઉછળ્યા
શેરોમાં ઓલરાઉન્ડ હેવીવેઇટ, સ્મોલ-મિડ કેપ શેરોમાં સાર્વત્રિક તેજીના તોફાન સાથે બીએસઇના બધા ક્ષેત્રીય ભાવાંક પોઝિટીવ રહ્યા હતા. જેમાં કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૩૫૨.૯૭ પોઇન્ટની છલાંગે ૧૦૦૨૫.૩૫, પાવર ઇન્ડેક્ષ ૬૮.૨૩ પોઇન્ટ વધીને ૧૯૮૭.૫૬, બેંકેક્ષ ઇન્ડેક્ષ ૪૦૧.૨૧ પોઇન્ટની તેજીએ ૧૧૯૦૮.૭૧, મેટલ ઇન્ડેક્ષ ૩૫૯.૧૩ પોઇન્ટની તેજીએ ૧૦૭૮૫.૩૮, રીયાલ્ટી ઇન્ડેક્ષ ૪૦.૧૫ પોઇન્ટ વધીને ૧૬૬૭.૮૭, કન્ઝ્યુમર ક્યુરેબલ્સ ઇન્ડેક્ષ ૧૩૫.૦૧ પોઇન્ટ ઉછાળે ૬૨૦૮.૮૩, ઓટો ઇન્ડેક્ષ ૨૦૨.૦૨ પોઇન્ટ તેજીએ ૯૪૫૭.૯૧, એફએમસીજી ઇન્ડેક્ષ ૧૦૩.૫૮ પોઇન્ટની છલાંગે ૪૯૯૨.૦૩ રહ્યા હતાં.
લાર્સનને રૃા. ૩૦૦૦ કરોડના ઓર્ડરે રૃા. ૫૬ ઉછળીને રૃા. ૧૩૯૭ ઃ ભેલ રૃા. ૧૧, એઆઇએ એન્જિ. રૃા. ૨૦ ઉછળ્યા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની તરફથી હાઇવે પ્રોજેક્ટનો રૃા. ૨૦૪૦ કરોડનો ઓર્ડર અને એલએન્ડટી કન્સ્ટ્રક્શનને રૃા. ૧૦૦૨ કરોડના ઓર્ડરો મળ્યાનું જાહેર થતાં શેર રૃા. ૫૬.૨૦ તેજીએ રૃા. ૧૩૯૭.૨૫, ભેલ રૃા. ૧૦.૯૦ ઉછળીને રૃા. ૨૩૨.૧૦, એઆઇએ એન્જિનિયરીંગ રૃા. ૨૦.૨૫ તેજીએ રૃા. ૩૪૪, અલ્સ્ટોમ ટીએન્ડડી રૃા. ૯.૪૦ વધીને રૃા. ૧૯૪.૮૫, પુંજ લોઇડ રૃા. ૨ વધીને રૃા. ૪૮.૮૫, અલ્સ્ટોમ પ્રોજેક્ટ રૃા. ૧૧.૯૦ વધીને રૃા. ૩૯૧.૧૫, સિમેન્સ રૃા. ૨૦.૩૦ વધીને રૃા. ૭૩૪.૪૦, લેન્કો ઇન્ફ્રા. રૃા. ૧.૦૩ વધીને રૃા. ૧૪.૯૪ રહ્યા હતાં.
ટાટા પાવરે સોલાર સાહસમાં બીપી પાસેથી ૫૧ ટકા હોલ્ડિંગ ખરીદી લીધું ઃ શેર વધ્યો ઃ જીએમઆર ઇન્ફ્રા. ઉછળ્યો
ટાટા પાવર દ્વારા ટાટા બીપી સોલાર સાહસમાં બીપી અલ્ટરનેટીવ એનર્જી પાસેથી ૫૧ ટકા હોલ્ડિંગ હસ્તગત કરી લેવાતા આકર્ષણે રૃા. ૫.૭૫ વધીને રૃા. ૧૦૪.૭૦, રિલાયન્સ પાવર રૃા. ૫.૬૦ વધીને રૃા. ૧૦૬.૯૦, અદાણી પાવર રૃા. ૨.૪૦ વધીને રૃા. ૪૯.૯૫, જીએમઆર ઇન્ફ્રા. રૃા. ૨.૧૦ વધીને રૃા. ૨૫.૧૫, લેન્કો ઇન્ફ્રા. રૃા. ૧.૦૩ વધીને રૃા. ૧૪.૯૪, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૨૨.૮૫ તેજીએ રૃા. ૫૫૮.૩૫ હતાં.
યુરોપનું સંકટ હળવું થતાં બેંકિંગ શેરોમાં તેજી ઃ આઇસીઆઇસીઆઇ રૃા. ૪૩, સ્ટેટ બેંક રૃા. ૬૪ ઉછળ્યા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગઇકાલે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રીપોર્ટમાં યુરોપના આર્થિક સંકટથી દેશમાં નાણાકીય અસ્થિરતાનું જોખમ વધ્યું હોવાનું દર્શાવ્યા બાદ યુરોપમાં પોઝિટીવ સમાચારોએ બેંકિંગ શેરોમાં તેજી આવી હતી. આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૪૩.૧૦ વધીને રૃા. ૮૯૯.૬૦, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૬૩.૭૦ વધીને રૃા. ૨૧૫૯.૧૫, એચડીએફસી બેંક રૃા. ૧૬.૫૦ વધીને રૃા.૫૬૩.૫૦, સેન્ટ્રલ બેંક રૃા. ૪.૪૦ વધીને રૃા. ૮૧.૯૦, એક્સીસ બેંક રૃા. ૪૪.૮૦ વધીને રૃા. ૧૦૧૫.૮૦, યુકો બેંક રૃા. ૩.૩૦ વધીને રૃા. ૧૭૫.૨૦, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૧૩.૧૦ વધીને રૃા. ૩૪૧.૦૫, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૧૮.૬૫ વધીને રૃા. ૫૯૨.૨૫, આઇએનજી વૈશ્ય બેંક રૃા. ૧૧.૧૦ વધીને રૃા. ૩૬૨, યશ બેંક રૃા. ૬.૯૫ વધીને રૃા. ૩૩૯.૧૫, સ્ટેટ બેંક બીકાનેર રૃા. ૬ વધીને રૃા. ૩૮૪.૩૫, સ્ટેટ બેંક મૈસુર રૃા. ૩૮.૦૫ વધીને રૃા. ૫૩૬.૩૫ રહ્યા હતાં.
લંડન મેટલમાં તેજી પાછળ મેટલ શેરોમાં ફરી ચળકાટ ઃ સ્ટરલાઇટ, હિન્દ. ઝિંક, જિન્દાલ શેરો વધ્યા
યુરોપનું સંકટ હળવું થતાં લંડન મેટલ એક્ષચેન્જમાં નોન-ફેરસ મેટલના ભાવોમાં તેજી સાથે સ્થાનિકમાં મેટલ શેરોમાં ફંડો-ઇન્વેસ્ટરો આક્રમક લેવાલ બન્યા હતા. જિન્દાલ સ્ટીલ રૃા. ૩૭.૭૫ ઉછળીને રૃા. ૪૬૯.૫૦, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૪.૮૦ વધીને રૃા. ૧૦૨.૬૫, હિન્દુસ્તાન ઝિંક રૃા. ૪.૯૫ વધીને રૃા. ૧૨૨.૯૦, હિન્દાલ્કો રૃા. ૪.૬૦ વધીને રૃા. ૧૧૯.૯૦, સેસાગોવા રૃા. ૫.૯૫ વધીને રૃા. ૧૯૧.૫૫, ટાટા સ્ટીલ રૃા. ૧૨.૯૦ વધીને રૃા. ૪૪૧.૩૦ હતાં.
ડોલર તૂટીને ૫૬ની સપાટીએ છતાં યુરોપની રીકવરીએ આઇટી શેરોમાં આકર્ષણ
ડોલર સામે પાછલા દિવસોમાં સતત નબળો પડતો રૃપિયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પગલાં અને યુરોપીય યુનીયન દ્વારા સ્પેન, ઇટાલીને મદદ કરવાના સંકેતે ફંડોના ઇક્વિટી બજારો તરફ આકર્ષણે આજે તૂટીને ૫૬ની સપાટીએ આવી જવા છતાં યુરોપમાં રીકવરી પાછળ આઇટી શેરોમાં લેવાલી હતી. ઓરકેલ ફીનસર્વ રૃા. ૧૬૯.૮૫ તેજીએ રૃા. ૨૫૨૯.૯૫, ટીસીએસ રૃા. ૧૮.૭૫ વધીને રૃા. ૧૨૭૭.૫૫, ઇન્ફોસીસ રૃા. ૨૯.૮૫ વધીને રૃા. ૨૫૦૨.૫૫, વિપ્રો રૃા. ૩૯૯.૩૦ રહ્યા હતાં.
એફઆઇઆઇની રૃા. ૩૦૪૭ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી ઃ ડીઆઇઆઇ વેચવાલ
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે શુક્રવારે શેરોમાં સાર્વત્રિક તેજીમાં કેશ સેગ્મેન્ટમાં રૃા. ૩૦૪૬.૭૬ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૪૭૪૭.૧૨ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૭૦૦.૩૬ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૨૫૦.૭૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૧૫૩૨.૫૭ કરોડના શ ેરોની ચોખ્ખી ખરીદી સામે કુલ રૃા. ૧૭૮૩.૨૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
રોકાણકારોની સંપત્તિમાં રૃા. ૧.૧૭ લાખ કરોડનો ઉછાળો ઃ માર્કેટ કેપ રૃા. ૬૧.૫૨ લાખ કરોડ
સાર્વત્રિક તેજીને પગલે આજે બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓના શેરોમાં માર્કેટ કેપિટલાઇઝેશન- રોકાણકારોની સંપત્તિ રૃા. ૧.૧૭ લાખ કરોડ વધીને રૃા. ૬૧.૫૨ લાખ કરોડ પહોંચી હતી. આઇટીસી, એચડીએફસી બેંક અને સનફાર્મા આજે રેકોર્ડ નવી ઉંચાઇએ પહોંચ્યા હતાં.
યુરોપમાં ૬૦થી ૧૪૦ પોઇન્ટની તેજી બાદ ઉછાળે ઘસારો ઃ હેંગસેંગ ૪૧૬, નિક્કી ૧૩૩ ઉછળ્યા
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૩૨.૬૭ પોઇન્ટ ઉછળીને ૯૦૦૬.૭૮, હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્ષ ૪૧૬.૧૯ પોઇન્ટની તેજીએ ૧૯૪૪૧.૪૬, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૨૯.૫૯ પોઇન્ટ વધીને ૨૨૨૫.૪૩, તાઇવાન વેઇટેજ ૧૨૬.૬૭ પોઇન્ટ વધીને ૭૨૯૬.૨૮, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૩૪.૮૩ પોઇન્ટ વધીને ૧૮૫૪.૦૧ રહ્યા હતા. યુરોપના શેર બજારોમાં સાંજે ૬૦થી ૧૪૦ પોઇન્ટની તેજી બાદ ઉછાળે અફડાતફડીમાં તેજીની તીવ્રતા ઘટી ઘસારો બતાવાતો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved