Last Update : 30-June-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૦-૦૬-૨૦૧૨, શનિવાર
અષાઢ સુદ અગિયારસ - દેવશયની-દેવપોઢી એકાદશી
ચાતુર્માસનો પ્રારંભ.
વંિછુડો સાંજના ૫ ક. ૪૬ મિ.થી શરૂ / છત્રભંગયોગ.

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત ૧૯ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૭ મિ. (સૂ) ૬ ક. ૫૦ મિ. (મું) ૬ ક. ૫૪ મિ.
જન્મરાશિ ઃ આજે સાંજના ૫ ક. ૪૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર ઃ વિશાખા રાત્રે ૧૧ ક. ૧૬ મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મિથુન, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ (માર્ગી), શનિ-કન્યા (માર્ગી), રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-સાંજના ૫ ક. ૪૬ મિ. સુધી તુલા પછી વૃશ્ચિક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, દક્ષિણાયન વર્ષાૠતુ, રા.દિ.આ./૯
માસ-તિથિ-વાર ઃ અષાઢ સુદ અગિયારસને શનિવાર.
- આજે દેવશયની દેવ પોઢી એકાદશી છે. આજથી ચાતુર્માસનો પ્રારંભ. વંિછુડો-સાંજના ૫ ક. ૪૬ મિ. થી શરૂ.
- પંઢરપુરયાત્રા- આજે છત્રભંગયોગ - વિષ્ણુ શયનોત્સવ. -અમરેલી, વિઠ્ઠલેશરાયજીનો ઉત્સવ.
- આજે વરસાત ન થાય તો દુર્ભિક્ષ!
- ચોરોનો ઉપદ્રવ વધે. નગર, ગ્રામનો ભંગ થાય? નેતાઓને પીડા, છત્રભંગ? રાજકીય અશાંતિ!
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શાબાન માસનો ૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બહમન માસનો ૧૭ રોજ સરોશ
હમકારો.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે દેવપોઢી એકાદશીએ બપોર સુધી આનંદ રહે. પરંતુ બપોર પછી શારીરિક-માનસિક-આર્થિક ચંિતા-બેચેની રહે.

 

વૃષભ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સાંજના સમયે શારીરિક-માનસિક શ્રમ-થાક અનુભવાય. પત્નીથી ચંિતા-વિવાદ થાય.

 

મિથુન ઃ ચાતુર્માસનો આજથી પ્રારંભ થવાથી ધર્મકાર્ય થાય. પરંતુ વ્યવહારિક કામ, ખરીદી વિલંબમાં પડે. નોકરીમાં જાગૃતિ રાખવી.

 

કર્ક ઃ દેવપોઢી એકાદશીનું ધાર્મિક પર્વ, ચાતુર્માસનો પ્રારંભ, ધર્મકાર્ય-આઘ્યાત્મિકતામાં વધારો કરાવે. ખર્ચ કરાવે પરંતુ આનંદ રહે.

 

સંિહ ઃ ધર્મકાર્ય કરો પરંતુ સ્થિરતા-એકાગ્રતા જળવાય નહીં. સાંજ પછી ગુસ્સાને, ઉશ્કેરાટ, ઉતાવળને અંકુશમાં રાખવા પડે.

 

કન્યા ઃ આક્ષેપ-અપયશ, વિવાદ-અપમાનથી સંભાળવું. નોકરી-ધંધાના કામ ચંિતા-રૂકાવટ પછી ઉકેલાય. ચર્ચા વિચારણા થાય.

તુલા ઃ ચાર્તુમાસના પ્રારંભે, દેવપોઢી એકાદશીએ આજે આપને કૌટુંબીક, શારીરિક-માનસિક વ્યગ્રતા-ચંિતાથી ધાર્મિકતામાં રૂકાવટ, ચંિતા રહે.

 

વૃશ્ચિક ઃ દેવપોઢી એકાદશીએ આજે ખર્ચ-ચંિતા-વ્યસ્તતા, શ્રમ-થાક-કંટાળો અનુભવાય. વાત વાતમાં ગુસ્સો આવી જાય.

 

ધન ઃ ઉતાવળમાં કોઈ નુકશાન થાય નહીં તેનું ઘ્યાન રાખવું. સમય-શ્રમ-નાણાંનો વ્યય થાય. નોકરી ધંધાની ચંિતા રહે.

 

મકર ઃ દેવપોઢી એકાદશીનું પર્વ આજે જેમ જેમ પસાર થાય તેમ તેમ સાંજના સમયે પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને ચંિતા-ખર્ચ કરાવે.

 

કુંભ ઃ ધર્મકાર્ય થાય. ઈચ્છા-અનિચ્છાએ બહાર કે બહારગામ જવાનું થાય. અન્ય માટે ખર્ચ કરવો પડે. સાંજના સમયે બેચેની રહે.

 

મીન ઃ જેમ જેમ આજનો દિવસ પસાર થાય તેમ તેમ ધર્મકાર્યથી, ભક્તિપૂજાથી આનંદ રહે. દેવપોઢી એકાદશી છે તેથી ખાવાપીવામાં સંભાળવું.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૩૦-૦૬-૨૦૧૨, શનિવાર

આજની તારીખે શરૂ થતા જન્મવર્ષના પ્રારંભે આધિ-વ્યાધિ-ઉપાધિ, ખર્ચ-ચંિતા-દોડધામના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં. વર્ષ દરમ્યાન આકસ્મિક બિમારી-ચંિતાનું આવરણ આવી જાય. શસ્ત્રક્રિયાથી, પડવા વાગવાથી પીડા ભોગવવી પડે.

- નોકરી-ધંધામાં મહેનતના પ્રમાણમાં પ્રગતિ, લાભ-ફાયદો થવાને બદલે નુકસાની-ચંિતા-બંધનમાંથી સમય પસાર થતો હોય તેમ લાગે.

- ઘર-પરિવાર-કુટુંબના કે વ્યવહારિક, સામાજીક કામમાં, સંતાનના પ્રશ્નમાં આ વર્ષ તકલીફ-પરેશાનીનું રહે. સારા સંબંધોમાં મનદુઃખ થાય, સબંધો તોડફોડવાળા થાય.

- સ્ત્રી વર્ગને શાંતિ-રાહત જણાય નહીં. હૃદય-મનને ઉચાટ ઉદ્વેગ રહે. શારીરિક-માનસિક કષ્ટપીડા રહે. પતિ-સંતાનની ચંિતા રહે.

- વિદ્યાર્થીવર્ગને શારીરિક-માનસિક કૌટુંબીક કારણસર ભણવામાં એકાગ્રતા જળવાય નહીં! આર્થીક મુશ્કેલી પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન બંદૂક ખભે લઇને ઘરના દરવાજે ઊભો હતો. એ જોઇને પત્ની લીલીએ પૂછ્‌યું, ‘‘ક્યાં જાવ છો?’’
‘‘જંગલમાં શિકાર કરવા,’’ છગને કહ્યું.
‘‘તો પછી ઉપડો ને!’’ લીલી બોલી, ‘‘કોની રાહ જૂઓ છો? જીપ તો આવી ગઇ છે ને?’’
‘‘હા, હા, બઘું જ તૈયાર છે,’’ છગને કહ્યું.
‘‘તો પછી કેમ ઊભા છો?’’ લીલીએ પૂછ્‌યું.
‘‘કઇ રીતે જાઉં?’’ છગને કહ્યું, ‘‘બહાર કૂતરો ઊભો છે.’’

[Top]
 

આજ ની રેસીપી

નાસ્તા વેરાઈટી

બ્રેડની બરફી

 

સામગ્રી ઃ ૧૨ ટુકડા બ્રેડ, ૧ કપ ખાંડ (વધારે ગળ્યું જોઈતું હોય તો વધારે ખાંડ નાખવી.) ૧ કપ દૂધ, ૨ ચમચી ઘી. પ્રમાણસર કોપરાનું છીણ, બદામ કાજુ, કિશમીશ, એલચી વરખ.

 

રીત ઃ બ્રેડના ટુકડાને દૂધમાં પલાળી ૧૦ મિનિટ રાખો. દૂધમાં તે પલળી જાય પછી તેનો છૂંદો કરી નાખો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં પલાળેલા બ્રેડનો છૂંદો ખાંડ અને ખમણેલું કોપરું નાખી હલાવો. ઘટ્ટ પડવા લાગે ત્યારે તેમાં બધો સૂકોમેવો અને એલચીના દાણા નાખવા. પછી એક થાળીમાં ઘી લગાડી તેને પાથરી દેવું. ડેકોરેશન માટે જુદા-જુદા- જુદા આકારનાં ટુકડા રવા તેમ જ વરખ લગાડવી. આ સામગ્રી ઓછા સમયમાં થાય અને નાના બાળકોને બહુ જ ભાવે છે.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved