Last Update : 29-June-2012, Friday

 

પરિવાર-મિત્રોએ લાગણીસભર સ્વાગત કર્યું
પાક. જેલમાંથી સૂરજીતસિંહ સ્વદેશ આવતા ભાવુક દશ્યો

પોતે જાસૂસી કરવા ગયાનું કબૂલ્યું ઃ સરબજીત જેલમાં સ્વસ્થ હોવાનું કહ્યું

(પી.ટી.આઈ.) અત્તારી (અમૃતસર), તા. ૨૮
૩૧ વર્ષ સુધી પાકિસ્તાનમાં કારાવાસ ભોગવ્યા પછી સૂરજિતસિંહ આજે વાઘા-બોર્ડરે સીમા પાર કરી ભારતમાં આવી પહોંચ્યો હતો. તે સમયે તેની રાહમાં ઉભેલાં તેનાં કુટુંબીજનોએ અને મિત્રોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જાસૂસના આરોપસર પાકિસ્તાનની જેલમાં ૩૧ વર્ષ સુધી રહેલા ૬૯ વર્ષના સૂરજિતસિંહે ભારતમાં પ્રવેશવા સાથે સૌથી પહેલું વિધાન તે કર્યું હતું કે લાહોર પાસેની જેલમાં હજી સુધી રખાયેલા સરબજિત સિંહની સ્થિતિ ઘણી સારી છે. તે તંદુરસ્ત પણ છે અને તે પણ થોડા સમયમાં જ મુક્ત થશે તેવી આશા છે.
લાહોરથી અહીં સુધી પાકિસ્તાનના સલામતી રક્ષકો તેને જેલની વાનમાં લઈ આવ્યા હતા, તે નીચે ઊતર્યા ત્યારે તેમણે તેની બેડીઓ કાઢી નાખી હતી અને કમરપટ્ટા સાથે જોડેલ સાંકળ પણ છોડી નાખી હતી.
ભારતની ભૂમિ ઉપર પગ મુકતાં જ સહજ રીતે સુરજિત ભાવુક બની ગયા હતા તેમની દાઢી પણ સફેદ થઈ ગઈ હતી. તે સિવાય તેઓ અન્ય દરેક દ્રષ્ટિએ તંદુરસ્ત દેખાતા હતા. તેમણે સફેદ કુર્તા અને પાયજામો તથા કાળી પાઘડી પહેર્યાં હતાં. લાહોરની કોટલપત જેલથી છૂટયા પછી તેઓ એક જ કલાકમાં વાઘા બોર્ડર પર આવી પહોંચ્યા હતા. તે સમયે તેમની સાથે પાકિસ્તાનની વકીલ પણ હતા. જેલ-વાનાંથી ઊતર્યા પછી તુરત જ તેમણે તે વકીલને ભેટી, તેઓનો ઘણો ઘણો આભાર માન્યો હતો.
તેઓ સરહદ ઓળંગી ભારતમાં પ્રવેશતા હતા ત્યારે તેમનાં પત્ની હરબંસ કૌર, પુત્ર કુલવિન્દર સિંહ અને પૌત્રો તથા પૌત્રીઓ તેમજ ફીડે ગામનાં ગ્રામજનો પણ ઉપસ્થિત હતાં. જેઓએ ઢોલ, ત્રાંસા અને શરણાઈઓ વગાડી તેમનું સ્વાગત કર્યું હતું. અને ફૂલહાર પહેરાવ્યા હતા. સૂરજિતસિંહ તેમની પત્ની અને પુત્રને ભેટી પડયા હતા તથા પૌત્રો અને પૌત્રીઓને પણ વળગી પડયા હતા.
પાકિસ્તાનમાં જાસૂસી કરવાના આરોપસર ૧૯૮૦ના દશકમાં પકડાયેલા સુરજિતને પાકિસ્તાન આર્મી એકટ નીચે ૧૯૮૫માં મૃત્યુ દંડ આપવામાં આવ્યો હતો પરંતુ પછીથી ૧૯૮૯માં પ્રમુખ ગુલામ ઇશાક ખાને તેમની ફાંસીની સજા આજીવન કારાવાસમાં ફેરવી હતી.
ભારત આવતાં પત્રકારોએ તેમની ઉપરના આરોપ વિષે પૂછયું ત્યારે તેમણે ખુલ્લાં મને સ્વીકાર્યું હતું કે, 'હાં હું ત્યાં જાસૂસી કરવા જ ગયો હતો. આથી હું ફરી પાછો પાકિસ્તાન જાઉં તો તેઓ તેમજ માને કે હું પાછો જાસૂસી કરવા જ આવ્યો છું. તેથી હવે પાકિસ્તાન જવા માગતો નથી.'
સરબજિત વિષે તેમણે કહ્યું હતું કે સરબજિતની તબિયત ઘણી સારી છે. તેઓને પણ ટુંક સમયમાં જ મુકત કરવામાં આવશે. તેઓ અને સરબજિત બંને લાહોર પાસેની કોટ લજપતરાય જેલમાં જ હતા. બં દર સપ્તાહે મળતા પણ હતા અને તેમના વિષે કોઇ ચિંતા કરવાની જરૃર નથી. તેમ કહેતાં સુરજિત સિંહે આશા વ્યકત કરી હતી કે તેઓ પણ ટૂંક સમયમાં મુકત થશે.
સૂરજિતસિંહ ૩૦ વર્ષથી પણ વધુ સમય સુધી પાકિસ્તાનની જેલમાં બંદીવાન હતા. તેઓને ભારતીય સીમા પાસે પકડી પાડવામાં આવ્યા હતા, તે સમયે જનરલ ઝિયા ઉલ હક્કનું શાસન હતું. ૧૯૮૯માં તેમને લશ્કરી કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી. પરંતુ તે સમયે પાકિસ્તાનનાં વડાપ્રધાન પદે રહેલાં બેનઝીર ભૂટ્ટોએ તેઓની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવા પ્રમુખને જણાવ્યું હતું. પરિણામે સૂરજિત ફાંસીના ફંદામાંથી બચી ગયા હતા. તેવી જ રીતે સરબજિત ઉપર લાહોરમાં બોંબ વિસ્ફોટો કરવાના આરોપસર ફાંસીનો ફંદો લટકતો જ હતો પરંતુ તેઓની પણ ફાંસીની સજા આજીવન કારાવાસમાં ફેરવવામાં આવી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભોપાલમાં પ્રદૂષણ માટે યુનિયન કાર્બાઇડ જવાબદાર નથી ઃ યુ.એસ. કોર્ટ

સાયપ્રસ આર્થિક કટોકટીમાં યુરો ઝોન આઇએમએફ બેઇલ-આઉટ કરશે
ઈરાકમાં બોમ્બમારામાં ૨૨નાં મોત

પાકિસ્તાનમાં વિસ્ફોટ પાંચના મોત ઃ ૧૮ ઘાયલ

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે

પોર્ટુગલને પેનલ્ટી શૂટ-આઉટમાં ૪-૨થી હરાવીને સ્પેન ફાઇનલમાં

વિમ્બલ્ડનમાં યોકોવિચ, સેરેના અને શારાપોવા ત્રીજા રાઉન્ડમાં
વેસ્ટ ઇન્ડિઝ 'એ'નો ભારત 'એ' સામે બે વિકેટથી વિજય
ગોવંડીમા વિવિધ બેકરી અને હોટેલો પર વ્યાપક દરોડા ઃ ૧૭ લાખ મજૂરોનો છુટકારો

જુંદાલના પિતાના ડીએનએ સેમ્પલ ખૂબ જ સીફ્તથી મેળવાયા હતા

ડોલર સામે રૃપિયો ૩૦ પૈસા વધતાં ડોલર રૃ.૫૭ની અંદર ઉતરી ગયો
રોજિંદા વપરાશની ખાદ્યસામગ્રીમાં ભરપૂર પ્રમાણમાં ભેળસેળ કરાય છે
વૃદ્ધની આંખમાંથી ડોક્ટરે સર્જરી વડે ૧૩ સે.મિ. લાંબું જીવતું કૃમિ કાઢ્યું
આજે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે
આ ઇવેન્ટમાં પણ બંને ખેલાડીઓ લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

લો ગાર્ડનની યાદો ઓલ ટાઈમ ફેવરિટ
મેરેજ બ્યુરોથી નહીં પણ લગ્ન તો ઉપરવાળાની મરજીથી જ થાય છે
કોલેજ કેમ્પસમાં સાઈન બોર્ડ થકી અરસ-પરસનો સીઘો સંવાદ
લવશીપ માટે બગીચો નહીં બસ બેસ્ટ
વિમેનમાં આફ્‌ટર ડિલીવરી ફિટ રહેવાનો ફંડા
રડતા બાળકને હસાવવું એ શિક્ષણનો એક ભાગ છે
સોશિયલ નેટવર્કંિગના રસિયાઓ દર છ મહિને મોબાઇલ બદલે છે
 

Gujarat Samachar glamour

આજે પણ સ્કૂલ લાઇફ યાદ આવે છે
અનુષ્કાને પબ્લિસિટીથી દૂર રહેવાનું મોંધુ પડશે
ઓગસ્ટે સલામન-કેટની આગામી ફિલ્મ રીલીઝ થશે
જિયા માનિક ઉપર આફતના વાદળો ઘેરાયા
કુંવારા ભણસાળીએ લખી ‘શીરી ફરહાદ કી...’ની કહાણી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved