Last Update : 29-June-2012, Friday

 

કોંગ્રેસના આદિવાસી નેતા અરવિંદ નેતામ પણ હાજર રહેતા સસ્પેન્ડ
એનડીએના નેતાઓની હાજરીમાં સંગ્માએ નામાંકન પત્ર ભર્યું

અડવાણી, સુષમા, જેટલી, પટનાયક અને પ્રકાશસિંહ બાદલ ઉપસ્થિત રહ્યા

(પીટીઆઈ) નવીદિલ્હી, તા. ૨૮
લોકસભાના પૂર્વ અધ્યક્ષ પી.એ. સંગ્માએ રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે તેમણે ભાજપ, એનડીએના કેટલાક સાથીપક્ષો, બીજેડી, એઆઈએડીએમકે, ઉત્તર-પૂર્વ રાજ્યોના તેમજ આદિવાસી ધારાસભ્યોની હાજરીમાં ઉમેદવારીપત્રો દાખલ કર્યા હતાં.
આજે રાજ્યસભાના સચિવની ઓફિસમાં બપોરે ૨.૩૦ કલાકે સંગ્માએ ઉમેદવારી પત્રો દાખલ કર્યા ત્યારે તેમની સાથે એનડીએના કાર્યકારી વડા એલ.કે. અડવાણી, લોકસભામાં વિરોધપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, રાજ્યસભામાં તેમના સમકક્ષ અરુણ જેટલી, ઓડીશાના મુખ્યપ્રધાન બિજુ પટનાયક, પંજાબના મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ, કોંગ્રેસના આદિવાસી નેતા અરવિંદ નેતામ અને જનતા પાટીલ વડા સુબ્રમણિયમ્ સ્વામી હાજર હતાં. ઉલ્લેખનીય છે કે આ હાજરી બદલ કોંગ્રેસે નેતામને સસ્પેન્ડ કરી દીધા છે.
સંગ્માના સમર્થનમાં દસ્તાવેજોના ત્રણ સેટ દાખલ કરાયા હતાં. બીજેડીના વડા પટનાયકે સંગ્માના ટેકામાં ૧૦૮ સહીવાળો સેટ જ્યારે અડવાણી અને બાદલે ૧૨૨ સહીવાળો સેટ સામેલ હતો. જયલલિતા વતી તેમના પક્ષના સાંસદ એમ થમ્બિદુરાઈ હાજર રહ્યા હતાં. ઉમેદવારી પત્રો દાખલ કર્યા બાદ ખુશખુશાલ મુદ્રામાં સંગ્માએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ મેઘાલયના તુરાથી ઝુંબેશની શરૃઆત કરશે. સંગ્માએ ઉમેદવારી નોંધાવી તે સમયે હાજર રહેલા અન્ય નેતાઓમાં ભાજપના પ્રમુખ નીતીન ગડકરી, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, ગોવાના મુખ્યપ્રધાન મનોહર પરિકર, દિલ્હી વિધાનસભામાં વિરોધપક્ષના નેતા વી. કે. મલ્હોત્રા, રાજસ્થાન વિધાનસભાના તેમના સમકક્ષ વસુંધરા રાજે અને ભાજપના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થતો હતો.
ઉલ્લેખનીય છે કે અસમગણ પરિષદ, મિલ્લે નેશનલ ફ્રંટ, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી ઓફ મેઘાલય સહિતના ઉત્તર-પૂર્વના કેટલાક રાજકીય પક્ષોએ પણ સંગ્માને ટેકો જાહેર કર્યો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભોપાલમાં પ્રદૂષણ માટે યુનિયન કાર્બાઇડ જવાબદાર નથી ઃ યુ.એસ. કોર્ટ

સાયપ્રસ આર્થિક કટોકટીમાં યુરો ઝોન આઇએમએફ બેઇલ-આઉટ કરશે
ઈરાકમાં બોમ્બમારામાં ૨૨નાં મોત

પાકિસ્તાનમાં વિસ્ફોટ પાંચના મોત ઃ ૧૮ ઘાયલ

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે

પોર્ટુગલને પેનલ્ટી શૂટ-આઉટમાં ૪-૨થી હરાવીને સ્પેન ફાઇનલમાં

વિમ્બલ્ડનમાં યોકોવિચ, સેરેના અને શારાપોવા ત્રીજા રાઉન્ડમાં
વેસ્ટ ઇન્ડિઝ 'એ'નો ભારત 'એ' સામે બે વિકેટથી વિજય
ગોવંડીમા વિવિધ બેકરી અને હોટેલો પર વ્યાપક દરોડા ઃ ૧૭ લાખ મજૂરોનો છુટકારો

જુંદાલના પિતાના ડીએનએ સેમ્પલ ખૂબ જ સીફ્તથી મેળવાયા હતા

ડોલર સામે રૃપિયો ૩૦ પૈસા વધતાં ડોલર રૃ.૫૭ની અંદર ઉતરી ગયો
રોજિંદા વપરાશની ખાદ્યસામગ્રીમાં ભરપૂર પ્રમાણમાં ભેળસેળ કરાય છે
વૃદ્ધની આંખમાંથી ડોક્ટરે સર્જરી વડે ૧૩ સે.મિ. લાંબું જીવતું કૃમિ કાઢ્યું
આજે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે
આ ઇવેન્ટમાં પણ બંને ખેલાડીઓ લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

લો ગાર્ડનની યાદો ઓલ ટાઈમ ફેવરિટ
મેરેજ બ્યુરોથી નહીં પણ લગ્ન તો ઉપરવાળાની મરજીથી જ થાય છે
કોલેજ કેમ્પસમાં સાઈન બોર્ડ થકી અરસ-પરસનો સીઘો સંવાદ
લવશીપ માટે બગીચો નહીં બસ બેસ્ટ
વિમેનમાં આફ્‌ટર ડિલીવરી ફિટ રહેવાનો ફંડા
રડતા બાળકને હસાવવું એ શિક્ષણનો એક ભાગ છે
સોશિયલ નેટવર્કંિગના રસિયાઓ દર છ મહિને મોબાઇલ બદલે છે
 

Gujarat Samachar glamour

આજે પણ સ્કૂલ લાઇફ યાદ આવે છે
અનુષ્કાને પબ્લિસિટીથી દૂર રહેવાનું મોંધુ પડશે
ઓગસ્ટે સલામન-કેટની આગામી ફિલ્મ રીલીઝ થશે
જિયા માનિક ઉપર આફતના વાદળો ઘેરાયા
કુંવારા ભણસાળીએ લખી ‘શીરી ફરહાદ કી...’ની કહાણી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved