Last Update : 29-June-2012, Friday

 

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની અમીદ્દષ્ટિ
મુંબઇમાં સોળ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ઃ રેલ સેવાને અસર

એકનું મોત ઃ વૃક્ષો ખડી પડયા ઃ કુર્લામાં એક જ કલાકમાં ૮૧ મિ.મિ. વરસાદ પડયો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૮
લાંબા સમયથી રાહ જોવડાવ્યા બાદ મધરાતથી શરૃ થયેલા પ્રથમ મેજર વરસાદે એકનો ભોગ લીધો હતો. શહેરમાં ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વાહન વ્યવહારને અન્ય માર્ગે વાળવો પડયો, મુંબઇની જીવાદોરી સમાન પશ્ચિમ, મધ્ય રેલવેની લોકલ સેવા પર માઠી અસર પડી હતી. અનેક ટ્રેનો રદ્દ કરાઇ હતી.
શહેરમાં ૨૬ વૃક્ષ તૂટી પડવાના અને મકાનનો હિસ્સો તથા દિવાલ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. ખાસ કરીને દહિંસર, કાંદિવલી, બોરીવલી, મલાડ અને કુર્લા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો.
આગામી ૨૪ કલાક દરમિયાન શહેરભરમાં હળવાથી ભારે વરસાદની તેમજ સુસવ ાટાભેર પવન ફૂંકાવાની આગાહી કોલાબા વેધશાળાએ કરી છે.
પાલિકાના કંટ્રોલ રૃમે નોંધેલા વરસાદના આંકડા મુજબ મધરાતે ૧૨ વાગ્યાથી આજે સાંજે ૪ વાગ્યા સુધી વીતેલા ૧૬ કલાક દરમિયાન પૂર્વ ઉપનગરમાં ૧૨૧.૯ મિ.મિ. (પાંચ ઇંચ), પશ્ચિમ ઉપનગરમાં ૧૨૦.૧ મિ.મિ. (પાંચ ઇંચ) તેમજ તળમુંબઇમાં ૫૪.૧૬ મિ.મિ. (બે ઇંચ) વરસાદ વરસ્યો હતો. ઉપનગરમાં સૌથી વધુ વરસાદ કાંદિવલી અને દહિંસરમાં અનુક્રમે ૧૭૮.૬૭ મિ.મિ અને ૧૭૫ મિ.મિ. વરસાદ વરસ્યો હતો. માત્ર કુર્લામાં સવારે ૭થી ૮ વાગ્યા સુધીના એક કલાકમાં ૮૧ મિ.મિ. વરસાદ વરસ્યો હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.
જ્યારે ગઇકાલે રાતે ૮.૩૦થી આજે સાંજે ચાર વાગ્યા સુધી વીતેલા ૨૦ કલાક દરમિયાન સાંતાક્રુઝમાં ૯૩.૮ મિ.મિ. (ચારઇંચ) અને કોલાબામાં ૪૮.૬ મિ.મિ. (બે ઇંચ) વરસાદ હોવાનું કોલાબા વેધશાળાએ નોંધ્યું હતું.
આજે શહેરમાં ૨૬ વૃક્ષ મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયા હતા. આમાં પૂર્વ ઉપનગરમાં ૧૨, પશ્ચિમ ઉપનગરમાં ૯ અને તળમુંબઇમાં ૫ વૃક્ષનો સમાવેશ થાય છે. વરલી સ્થિત ગણપતરાવ કદમ માર્ગ, પેનેનસુલા પાર્કની સામે વૃક્ષ તૂટીને એક યુવતી ઉપર પડતાં તે ગંભીરપણે જખમી થઇ હતી. તેને તાત્કાલિક કે.ઇ.એમ. હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા બાદ ત્યાં ડૉક્ટરે તેની તપાસ કરતાં મૃત જાહેર કરી હતી. આ યુવતીનું નામ અશ્વિની સુરેશ સાતપુતે (૨૪ વર્ષ) હોવાનું પાલિકાના કંટ્રોલરૃમે જણાવ્યું હતું.
શહેરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આમા ખાસ કરીને મલાડ સબવે, હિંદમાતા, મિલન સબવે, અંધેરી સબવે, બોરીવલીમાં ફ્લાઇ ઓળર બ્રિજ, એસ.વી. રોડ, જાંબલી ગલી, ફેક્ટરી લેન, કસ્તુરબા માર્ગ, કાંદિવલીમાં ઇરાની વાડી, મલાડ, ગોરેગામ, કુર્લા, ચેમ્બુર, મુલુંડ, ઘાટકોપર સહિત ૫૦ ઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રસ્તાઓમાં પાણી ભરાઇ જવાને લીધે અનેક ઠેકાણે ટ્રાફિકની સમસ્યા ઉભી થતા વાહનવ્યવહારને અન્ય માર્ગે વાળ્યો હતો.
શહેરમાં ધારાવીના માટુંગા લેબર કેમ્પ, આંબેડકરનગર, ચાલ નં. એફ-૭ની સામે એક માળ ધરાવતી ચાલનો કેટલોક ભાગ તૂટી પડયો હતો.
કાંદિવલી (પ.) સ્થિત ઇરાની વાડી નં. ૨ ઉપર આવેલી ત્રણ માળ ધરાવતી ગાયત્રી સદનની બાલ્કનીનો હિસ્સો તૂટી પડયો હતો. જો કે આ બનાવમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. પરંતુ આ ઇમારત જર્જરિત હોવાનું પાલિકાએ ઘોષિત કર્યું છે. પરંતુ ભાડૂતો આ ઇમારતમાં રહે છે. અહીં દુર્ઘટના બનતા સ્થાનિક ભાજપના નગરસેવક મુકેશ મિસ્ત્રી ઘટના સ્થળે જઇને ભાડૂતોને હંગામી ધોરણે પાલિકાની શાળામાં સલામત રીતે સ્થળાંતર કર્યા હતાં.
બોરીવલી (પ.) ભગવતી હૉસ્પિટલની સામે સરદાર વલ્લભભાઇ પટેલ રોડ, ચાર માળ ધરાવતી ઇમારતનો પહેલા માળની બાલ્કની તૂટી પડી હતી. વાંદરા (પૂર્વ) ખેરવાડી ખાતે એક ચાલીની ભીંત કૂટી પડી હતી. પરંતુ કોઇ જાન હાનિ થઇ ન હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભોપાલમાં પ્રદૂષણ માટે યુનિયન કાર્બાઇડ જવાબદાર નથી ઃ યુ.એસ. કોર્ટ

સાયપ્રસ આર્થિક કટોકટીમાં યુરો ઝોન આઇએમએફ બેઇલ-આઉટ કરશે
ઈરાકમાં બોમ્બમારામાં ૨૨નાં મોત

પાકિસ્તાનમાં વિસ્ફોટ પાંચના મોત ઃ ૧૮ ઘાયલ

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે

પોર્ટુગલને પેનલ્ટી શૂટ-આઉટમાં ૪-૨થી હરાવીને સ્પેન ફાઇનલમાં

વિમ્બલ્ડનમાં યોકોવિચ, સેરેના અને શારાપોવા ત્રીજા રાઉન્ડમાં
વેસ્ટ ઇન્ડિઝ 'એ'નો ભારત 'એ' સામે બે વિકેટથી વિજય
ગોવંડીમા વિવિધ બેકરી અને હોટેલો પર વ્યાપક દરોડા ઃ ૧૭ લાખ મજૂરોનો છુટકારો

જુંદાલના પિતાના ડીએનએ સેમ્પલ ખૂબ જ સીફ્તથી મેળવાયા હતા

ડોલર સામે રૃપિયો ૩૦ પૈસા વધતાં ડોલર રૃ.૫૭ની અંદર ઉતરી ગયો
રોજિંદા વપરાશની ખાદ્યસામગ્રીમાં ભરપૂર પ્રમાણમાં ભેળસેળ કરાય છે
વૃદ્ધની આંખમાંથી ડોક્ટરે સર્જરી વડે ૧૩ સે.મિ. લાંબું જીવતું કૃમિ કાઢ્યું
આજે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે
આ ઇવેન્ટમાં પણ બંને ખેલાડીઓ લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

લો ગાર્ડનની યાદો ઓલ ટાઈમ ફેવરિટ
મેરેજ બ્યુરોથી નહીં પણ લગ્ન તો ઉપરવાળાની મરજીથી જ થાય છે
કોલેજ કેમ્પસમાં સાઈન બોર્ડ થકી અરસ-પરસનો સીઘો સંવાદ
લવશીપ માટે બગીચો નહીં બસ બેસ્ટ
વિમેનમાં આફ્‌ટર ડિલીવરી ફિટ રહેવાનો ફંડા
રડતા બાળકને હસાવવું એ શિક્ષણનો એક ભાગ છે
સોશિયલ નેટવર્કંિગના રસિયાઓ દર છ મહિને મોબાઇલ બદલે છે
 

Gujarat Samachar glamour

આજે પણ સ્કૂલ લાઇફ યાદ આવે છે
અનુષ્કાને પબ્લિસિટીથી દૂર રહેવાનું મોંધુ પડશે
ઓગસ્ટે સલામન-કેટની આગામી ફિલ્મ રીલીઝ થશે
જિયા માનિક ઉપર આફતના વાદળો ઘેરાયા
કુંવારા ભણસાળીએ લખી ‘શીરી ફરહાદ કી...’ની કહાણી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved