Last Update : 29-June-2012, Friday

 

જુંદાલની પૂછપરછમાં ચોંકાવનારી કબુલાત
ગુજરાતના સમુદ્ર માર્ગ દ્વારા મુંબઇમાં બીજા હુમલાની યોજના હતી

ફેસબુક પર મૂળ નામે એકાઉન્ટ ખોલતાં અબુ ગુપ્તચર વિભાગની નજરે ચડી ગયો

નવી દિલ્હી, તા. ૨૮
મુંબઈમાં ૨૦૦૮ની ૨૬મી નવેમ્બરના રોજ થયેલા ગોઝારા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા ઝબિઉદ્દિન અન્સારી ઉર્ફે અબુ ઝુન્દાલની ધરપકડના પગલે અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાયો છે. અહેવાલોમાં જણાવ્યા મુજબ અબુ અમેરિકાના ૯/૧૧ જેવો જ હુમલો ભારતમાં પણ કરવાની ફિરાકમાં હતો અને તે માટે લશ્કર-એ-તોઈબાએ તેને પાઈલોટની તાલીમ પણ આપી હતી. જો કે અબુની મેલી મુરાદો બર આવે તે પહેલાં જ એક ભુલે તેને ફસાવી દીધો.
દિલ્હી પોલીસની સઘન પૂછપરછ દરમિયાન અબુએ કરેલા ઘટસ્ફોટો ખરેખર 'સ્ફોટક' છે. અબુ પણ મુંબઈ હુમલાના અન્ય સૂત્રધારોની જેમ સલામત રહી શક્યો હોત પણ ભારત વિરૃધ્ધ આતંકી ષડયંત્ર શરૃ કરવાની અબુની તજવીજે તેને મુશ્કેલીમાં મુકી દીધો. અબુએ ભારતીય યુવકોને પોતાની ઝુંબેશમાં સામેલ કરવા માટે એક વેબસાઈટ બનાવી હતી અને એલઈટી સાથે સંપર્ક રાખવા પણ તે આ જ વેબસાઈટનો ઉપયોગ કરતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓ ગુજરાતના દરિયાઈ માર્ગે ઘૂસીને હુમલો કરવાની ફિરાકમાં હતા. આ ષડયંત્ર માટે ૮ ભારતીય ત્રાસવાદીઓને તાલીમ આપવામાં આવી હતી. પાક.ની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ ભારતમાં ૨૦૧૧માં હુમલો કરવાનું કાવતરું ઘડયું હતું પણ ભેદી કારણોસર આ યોજના છેલ્લી ઘડીએ મોકુફ રાખવી પડી હતી. આતંકીઓ ૨૦૧૧માં ફરીથી મુંબઈ પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા અને અધિકારીઓને બે ઓળખકાર્ડ પણ હાથ લાગ્યા હતા. જેમાં એક ઉર્દૂમાં જ્યારે બીજું અંગ્રેજી ભાષામાં તૈયાર કરાયેલું હતું.
એલઈટીના આ ઉગ્રવાદીઓ મુંબઈ હુમલા બાદ ભારતીય સંસ્થાઓની નજરમાં હતા. બીજી બાજુ મૂળ નામે ફેસબુક એકાઉન્ટ બનાવવું જ અબુને ભારે પડી ગયું અને તેનાથી જ ભારતીય ગુપ્તચર સંસ્થાઓની શંકા વધુ મજબુત બની ગઈ છે. અબુએ આ એકાઉન્ટ ઝબિઉદ્દિન અન્સારીના નામે જ ખોલ્યું હતું. સાઉદી અરેબિયામાં પકડાયો તો પહેલા સુધી તેણે ઉપયોગમાં લીધેલા ઈમેલ એડ્રેસ પરથી અધિકારીઓને એલઈટી સાથેની તેની વાતચીતની વિગતો હાથ લાગી છે.
અબુની પૂછપરછ અને તેની ધરપકડ બાદ મળેલી વિગતો ચોંકાવનારી છે. જુન્દાલે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમને ભારતની ઊંચી ઈમારતો અને મોટા બંધોને નિશાન બનાવવા કહેવાયું હતું. લશ્કર-એ-તોઈબાએ પોતાની 'નૌકા પાંખ' તૈયાર કરી લીધી હોવાનો ખુલાસો પણ અબુએ પૂછપરછમાં કર્યો હતો. એલઈટીએ આ મિશન માટે અબુ ઉપરાંત બિડથી ફયાઝ કાઝિ અને થાણેથી મોહમ્મદ રાહિલની ભરતી કરી હતી. તેમને કરાચીમાં નૌકાદળ અને ઉડ્ડયનની તાલીમ અપાઈ હતી. ૨૦૦૬ના ઔરંગાબાદ કેસ બાદ આ ત્રણેય વ્યક્તિ તાલીમ માટે પાકિસ્તાન જતા રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે અબુ, ફયાઝ અને રાહિલને કરાચીના માલિર કેંટ વિસ્તારમાં તાલીમ અપાયાનું અધિકારીઓનું કહેવું છે. ભારતીય કાંઠા સુધી સલામત રીતે પહોંચી શકાય તે માટે તેમને નૌકા દળની વિશેષ તાલીમ અપાઈ હતી. જ્યારે હવાઈ હુમલાનું કાવતરું ઘણું પહેલા ઘડાયું હતું અને અબુ સાઉદી અરેબિયામાં આ ષડયંત્ર માટે જ ભંડોળ એકત્રિત કરી રહ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભોપાલમાં પ્રદૂષણ માટે યુનિયન કાર્બાઇડ જવાબદાર નથી ઃ યુ.એસ. કોર્ટ

સાયપ્રસ આર્થિક કટોકટીમાં યુરો ઝોન આઇએમએફ બેઇલ-આઉટ કરશે
ઈરાકમાં બોમ્બમારામાં ૨૨નાં મોત

પાકિસ્તાનમાં વિસ્ફોટ પાંચના મોત ઃ ૧૮ ઘાયલ

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે

પોર્ટુગલને પેનલ્ટી શૂટ-આઉટમાં ૪-૨થી હરાવીને સ્પેન ફાઇનલમાં

વિમ્બલ્ડનમાં યોકોવિચ, સેરેના અને શારાપોવા ત્રીજા રાઉન્ડમાં
વેસ્ટ ઇન્ડિઝ 'એ'નો ભારત 'એ' સામે બે વિકેટથી વિજય
ગોવંડીમા વિવિધ બેકરી અને હોટેલો પર વ્યાપક દરોડા ઃ ૧૭ લાખ મજૂરોનો છુટકારો

જુંદાલના પિતાના ડીએનએ સેમ્પલ ખૂબ જ સીફ્તથી મેળવાયા હતા

ડોલર સામે રૃપિયો ૩૦ પૈસા વધતાં ડોલર રૃ.૫૭ની અંદર ઉતરી ગયો
રોજિંદા વપરાશની ખાદ્યસામગ્રીમાં ભરપૂર પ્રમાણમાં ભેળસેળ કરાય છે
વૃદ્ધની આંખમાંથી ડોક્ટરે સર્જરી વડે ૧૩ સે.મિ. લાંબું જીવતું કૃમિ કાઢ્યું
આજે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે
આ ઇવેન્ટમાં પણ બંને ખેલાડીઓ લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

લો ગાર્ડનની યાદો ઓલ ટાઈમ ફેવરિટ
મેરેજ બ્યુરોથી નહીં પણ લગ્ન તો ઉપરવાળાની મરજીથી જ થાય છે
કોલેજ કેમ્પસમાં સાઈન બોર્ડ થકી અરસ-પરસનો સીઘો સંવાદ
લવશીપ માટે બગીચો નહીં બસ બેસ્ટ
વિમેનમાં આફ્‌ટર ડિલીવરી ફિટ રહેવાનો ફંડા
રડતા બાળકને હસાવવું એ શિક્ષણનો એક ભાગ છે
સોશિયલ નેટવર્કંિગના રસિયાઓ દર છ મહિને મોબાઇલ બદલે છે
 

Gujarat Samachar glamour

આજે પણ સ્કૂલ લાઇફ યાદ આવે છે
અનુષ્કાને પબ્લિસિટીથી દૂર રહેવાનું મોંધુ પડશે
ઓગસ્ટે સલામન-કેટની આગામી ફિલ્મ રીલીઝ થશે
જિયા માનિક ઉપર આફતના વાદળો ઘેરાયા
કુંવારા ભણસાળીએ લખી ‘શીરી ફરહાદ કી...’ની કહાણી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved