Last Update : 29-June-2012, Friday

 

૩ જૂને રૃા.બેના ઘટાડા બાદ આ મહિને બીજી વાર ભાવ ઘટયા
પેટ્રોલના ભાવમાં લિટરે ૨.૪૬નો ઘટાડો

લિટરે રૃ. ૭.૫૪ના એકસામટા વધારા સામે રાહત ઃ હજુ રૃ. ૧ના ઘટાડાની શક્યતા ઃ ભાવની સમીક્ષા ૧૫ દિવસના બદલે ગમે ત્યારે કરાશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮
માથુ ફાડી નાખે તેવી મોંઘવારી, સતત વધી રહેલો ફુગાવો અને સરકારની નિષ્ક્રિયતાના આરોપો વચ્ચે ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિલિટરે રૃ. ૨.૪૬નો ઘટાડો કરીને સામાન્ય માણસને થોડી રાહત આપતો નિર્ણય લીધો છે. જુન મહિનામાં ત્રીજી તારીખે રૃ. ૨.૦૨ના ઘટાડા બાદ પેટ્રોલની કિંમતમાં આ બીજીવાર ઘટાડો કરાયો છે. હાલ ભાવની સમીક્ષા જુનના પ્રથમ પખવાડીયાના આંતરરાષ્ટ્રીય ઓઇલના ભાવની સરેરાશના આધારે થઇ હોવાથી પેટ્રોલ હજુ પણ પ્રતિલીટરે રૃ. ૧ જેટલું સસ્તું થાય તેવી શક્યતા છે. નવી કિંમતો મધ્યરાત્રીથી અમલી બનશે.
આજના ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમત પ્રતિલિટરે રૃ. ૬૭.૭૮ થઇ જશે. ઓઇલ કંપનીઓએ કરેલી જાહેરાતથી અગાઉ પેટ્રોલના ભાવમાં કરાયેલા રૃ. ૭.૫૪ના વધારામાં અડધો અડધ રાહત મળી છે. મુંબઇમાં પેટ્રોલની કિંમત રૃ. ૩.૧૦ ઘટીને પ્રતિલિટરે ૭૩.૩૫ સુધી પહોંચી છે. જ્યારે કોલકાતામાં વર્તમાન રૃ. ૭૫.૮૧ની કિંમત સામે નવો ભાવ રૃ. ૭૨.૭૪નો હશે. તે જ રીતે ચેન્નાઇમાં પ્રતિલિટરે રૃ. ૩.૦૭નો ઘટાડો થયો છે.
સરકારી ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી અને સોળમી તારીખે પેટ્રોલના ભાવની સમીક્ષા કરતી હતી પણ પેટ્રોલ પંપ ડીલર્સના વધતા દબદબાના કારણે હવેથી આ સમીક્ષા કોઇપણ તારીખે કરવામાં આવશે. પેટ્રોલની કિંમતોમાં ઘટાડો તોળાતો હોય તેવા સંજોગોમાં કેટલાક સ્થળોએ પેટ્રોલ પંપો કંપનીઓ પાસેથી પૂરવઠો લેવાનું ટાળતી હતી. તેવી જ રીતે ભાવમાં વધારાની શક્યતા હોય ત્યારે પંપો પૂરવઠો એકઠો કરવા લાગતી હતી.
દેશની સૌથી મોટી ફ્યૂઅલ રિટેલ કંપની આઈઓસીએ જણાવ્યું હતું કે ત્રણેય ઓઇલ કંપનીઓને ડિઝલ, રાંધણ ગેસ અને કેરોસિનના વેચાણ પર રૃ. ૧,૫૧,૦૦૦ કરોડના નુકસાનનો અંદાજ છે. આ ત્રણેય ઉત્પાદોના ભાવની સમીક્ષા એક વર્ષથી કરવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ પેટ્રોલના ભાવની સમીક્ષા આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસોલીનની પ્રતિબેરલે સરેરાશ ૧૦૬.૯૩ ડોલરની કિંમતોને ધ્યાનમાં રાખીને કરાઇ છે. ગેસોલીનના ભાવ પ્રતિબેરલે ઘટીને ૯૭થી ૯૮ ડોલર સુધી આવ ગયા પરંતુ અમેરિકી ડોલર સામે ભારતીય રૃપિયો રૃ. ૫૭ સુધી પહોંચતા આયાત મોંઘી બની છે.

ચાર મેટ્રોમાં નવા ભાવ

શહેર

 

નવા ભાવ

દિલ્હી

૭૦.૨૪

૬૭.૭૮

મુંબઇ

૭૬.૪૫

૭૩.૯૯

કોલકાતા

૭૫.૮૧

૭૩.૩૫

ચેન્નાઇ

૭૫.૪૦

૭૨.૨૭

 

ગુજરાતમાં નવા ભાવ

શહેર

 

નવા ભાવ

અમદાવાદ

 

૭૨.૬૩

વડોદરા

 

૭૧.૮૫

રાજકોટ

 

૭૨.૧૭

સુરત

 

૭૨.૬૫

ભાવનગર

 

૭૨.૯૦

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભોપાલમાં પ્રદૂષણ માટે યુનિયન કાર્બાઇડ જવાબદાર નથી ઃ યુ.એસ. કોર્ટ

સાયપ્રસ આર્થિક કટોકટીમાં યુરો ઝોન આઇએમએફ બેઇલ-આઉટ કરશે
ઈરાકમાં બોમ્બમારામાં ૨૨નાં મોત

પાકિસ્તાનમાં વિસ્ફોટ પાંચના મોત ઃ ૧૮ ઘાયલ

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે

પોર્ટુગલને પેનલ્ટી શૂટ-આઉટમાં ૪-૨થી હરાવીને સ્પેન ફાઇનલમાં

વિમ્બલ્ડનમાં યોકોવિચ, સેરેના અને શારાપોવા ત્રીજા રાઉન્ડમાં
વેસ્ટ ઇન્ડિઝ 'એ'નો ભારત 'એ' સામે બે વિકેટથી વિજય
ગોવંડીમા વિવિધ બેકરી અને હોટેલો પર વ્યાપક દરોડા ઃ ૧૭ લાખ મજૂરોનો છુટકારો

જુંદાલના પિતાના ડીએનએ સેમ્પલ ખૂબ જ સીફ્તથી મેળવાયા હતા

ડોલર સામે રૃપિયો ૩૦ પૈસા વધતાં ડોલર રૃ.૫૭ની અંદર ઉતરી ગયો
રોજિંદા વપરાશની ખાદ્યસામગ્રીમાં ભરપૂર પ્રમાણમાં ભેળસેળ કરાય છે
વૃદ્ધની આંખમાંથી ડોક્ટરે સર્જરી વડે ૧૩ સે.મિ. લાંબું જીવતું કૃમિ કાઢ્યું
આજે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે
આ ઇવેન્ટમાં પણ બંને ખેલાડીઓ લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

લો ગાર્ડનની યાદો ઓલ ટાઈમ ફેવરિટ
મેરેજ બ્યુરોથી નહીં પણ લગ્ન તો ઉપરવાળાની મરજીથી જ થાય છે
કોલેજ કેમ્પસમાં સાઈન બોર્ડ થકી અરસ-પરસનો સીઘો સંવાદ
લવશીપ માટે બગીચો નહીં બસ બેસ્ટ
વિમેનમાં આફ્‌ટર ડિલીવરી ફિટ રહેવાનો ફંડા
રડતા બાળકને હસાવવું એ શિક્ષણનો એક ભાગ છે
સોશિયલ નેટવર્કંિગના રસિયાઓ દર છ મહિને મોબાઇલ બદલે છે
 

Gujarat Samachar glamour

આજે પણ સ્કૂલ લાઇફ યાદ આવે છે
અનુષ્કાને પબ્લિસિટીથી દૂર રહેવાનું મોંધુ પડશે
ઓગસ્ટે સલામન-કેટની આગામી ફિલ્મ રીલીઝ થશે
જિયા માનિક ઉપર આફતના વાદળો ઘેરાયા
કુંવારા ભણસાળીએ લખી ‘શીરી ફરહાદ કી...’ની કહાણી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved