Last Update : 29-June-2012, Friday

 

પ્રધાન સંઘાણીનો ૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર

-પશુ દવાખાનાની જમીન પચાવી

 


-ખાતો નથી ખાવા દેતો નથી

અમદાવાદ, ગુરૃવાર
અમરેલીના ધારાસભ્ય અને ગુજરાતના કૃષિ સહકાર અને કાયદા કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીએ માત્ર અમરેલી શહેર અને તાલુકામાં જ રૃા. ૫૦૦ કરોડ જેટલો ભ્રષ્ટાચાર કર્યો છે. અમરેલીના એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ માહિતી અધિકાર હેઠળ આ વિગતો મેળવી અને જાહેર કરવામાં આવી જેથી સંઘાણીએ તેમના પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ સુખડિયાએ કર્યો છે. આ હુમલામાં બચી જઈ નવું જીવન મળ્યું છે ત્યારે સંઘાણીના ભ્રષ્ટાચારના મુદ્દે અદાલતના દ્વાર પણ ખટખટાવવાનો તેમણે સંકલ્પ કર્યો છે.
ગત રવિવારે થયેલા હુમલા બાદ આજે સુખડિયા અમદાવાદ આવીને મિડિયાને મળ્યા હતા. તેમણે થેલાઓ ભરીને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. સંઘાણીના ભ્રષ્ટાચારના ૧૨ મુદ્દા તેમણે જાહેર કર્યા છે. જેમાં તેમણે પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા અંદાજે રૃા. ૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર જાહેર થયો છે. આ મળતિયા કોણ એવું પૂછાતા તેમણે જણાવ્યું હતું કે, મળતિયામાં ૯૫ ટકા તો પરિવાર જ આવી જાય છ. ભાઈ, ભત્રીજા, મામાના દીકરા વગેરે જ છે. પાંચ ટકામાં તેમના નંબર વન વહીવટકારોનો સમાવેશ થાય છે.
સંઘાણીના ભ્રષ્ટાચારની વિગતો
(૧) અમરેલીમાં નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ સ્કૂલની ૭ એકર જમીન. આ જમીન આ પ્રથમ સરકારે ખરીદી લીધી અને સરકારે સંઘાણીના ટ્રસ્ટને મફતના ભાવમાં આપી દીધી. જમીનની બજાર કિંમત રૃા. ૫૦થી ૬૦ કરોડ જેટલી છે એટલુ જ નહિ તેમણે ટ્રસ્ટમાં અમરેલીના આદરણીય વ્યક્તિના નામનો ઉપયોગ કર્યો. દ્વારકાદાસ પટેલના પિતાના નામનું ટ્રસ્ટ પરંતુ ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ તમામ સંઘાણીના પરિવારના અને મળતિયા.
(૨) આ શાળાની બાજુમાં જ આવેલી સરકારી ખુલ્લી જમીન જ્યાં નાગરિકો ઘાસ નાખતા હતા. સંઘાણીએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ જમીનને કોટ કરી લઈ શાળાની જમીન સાથે ગેરકાયદે જોડ દીધી છે આ જમીન પણ દોઢ એકર જેટલી છે.
(૩) નગરપાલિકામાં ભાજપનું શાસન હોવાથી નગરપાલિકા સંચાલિત ગાંધીબાગ અને સ્નાનાગારવાળી મિલ્કતનું સંચાલન પોતાના સગા (ભત્રીજા) અને મળતિયાઓને સોંપી દેવામાં આવ્યું છે. આ એ સ્નાનાગાર છે જેના ઉદ્ધાટનમાં સંઘાણીએ ધુબાકા મારી ફોટા પડાવ્યા હતા.
(૪) અમરેલી એસ.ટી. ડેપોની બાજુમાં જ મેઇન રોડ પર તાલુકા પંચાયતના સ્ટાફ ક્વાર્ટર્સ આવેલા છે તાલુકા પંચાયત પણ ભાજપની જ છે જેથી માત્ર ઠરાવ કરીને આ ક્વાર્ટર્સ સાથેની જમીન સંઘાણી જેના ચેરમેન છે એ ડિસ્ટ્રીક્ટ બેંકને સોંપી દેવામાં આવી છે.
(૫) અમરેલીમાં પાણીની ભયંકર સ્થિતિ હતી ત્યારે ૧૯૬૯માં કોંગ્રેસના આગેવાનોએ બાજુના ગાવડકા ગામ પાસે વહેતી શેત્રુંજી નદીમાં ફ્રેન્ચ વેલ બનાવીને અમરેલીને પાણી પૂરું પાડવામાં આવતું હતું. આ જમીન અને ફ્રેન્ચવેલ અમરેલી નગરપાલિકા હસ્તક છે નગરપાલિકાએ માત્ર ઠરાવ કરીને વોટર વર્કસ અને જમીન સંઘાણીએ ઉભી કરેલી અમર ડેરીને આપી દેવામાં આવી છે.
(૬) અમરેલીના પાદરમાં વરસડા રોડ પર ભાજપ શાસિત અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના ગોડાઉનો આવેલા છે. સઘાણીએ આ ગોડાઉનો પણ ઠરાવ કરીને મફતના ભાવમાં મળતિયાઓને વેચી દીધા છે.
(૭) આવું જ સંઘનું એક ગોડાઉન ગાવડકા રોડ સ્થિત આવેલુ હતું આ ગોડાઉન અને જમીન સંઘાણીની અમર ડેરીને સાવ મફતના ભાવે તબદિલ કરવામાં આવ્યા છે.
(૮) તાલુકા શાળાની મિલ્કત સંઘાણીના મળતિયાના ટ્રસ્ટના નામે શરુ કરવામાં આવેલી ડેરી સર્વિસ કોલેજના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
(૯) અમરેલી શહેરમાં પ્રતાપપુરા સ્થિત સરકારી ગોચરની જમીન આખલાઓના ઉછેર માટે ફાળવી દેવામાં આવી છે.
(૧૦) અમરેલી નગરપાલિકાની એસ.ટી. ડેપોને અડીને જ આવેલી જમીન જેની બજાર કિંમત રૃા. ૧.૩૫ કરોડ જેટલી છે તે સંઘાણીએ તેમના મામાના દીકરાને માત્ર રૃા. ૯૫ હજારમાં આપી દીધી છે. અહી શોપીગ સેન્ટર ઉભું થયું છે, પરંતુ પાલિકાના ચોપડે ચઢ્યું ન હોવાથી વેરો પણ લેવાતો નથી.
(૧૧) સંઘાણીની નજર પશુ દવાખાના પર પડી આ મોકાની જમીન હસ્તગત કરી લેવા પ્રથમ તે જમીન તેના મૂળ માલિકને પરત સોંપવા પોતાની જ સરકાર અને પોતાના જ વિભાગ ્દ્વારા નિર્ણય કરાવ્યો. હવે મુળ માલિકની પાસેથી પોતાના સગા- વ્હાલાઓના નામે ટ્રાન્સફર કરાવવાની કાર્યવાહી ચાલી રહી છે. આ જમીન રૃા. ૫૦ કરોડની છે.
(૧૨) અમરેલી નગરપાલિકા સંચાલિત હિરકબાગની જમીન નગરપાલિકામાં માત્ર ઠરાવ કરીને પોતાના સગા-વ્હાલાઓએ ઉભા કરેલા ટ્રસ્ટના નામે કરી દેવામાં આવી છે.
ગાંડા બાવળમાંથી સંઘાણીએ ૪.૧૯ કરોડ ખંખેર્યા
દિલીપ સંઘાણીના જ વિભાગ હેઠળ આવતા ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં ખુલ્લેખુલ્લો ભ્રષ્ટાચાર કર્યો છે. તેમના મતવિસ્તારમાં આવતા જશવંતગઢ, ચિતલ, રાઢીયા, દેવરાજીયા, સેડુભાર, મોણપુર, ટીંબા અને ખીજડીયા ગામની સીમમાં બાવળ કાપી, કટીંગ કરી, જમીન સમથળ કરવાની કાર્યવાહી તમામ કાગળ ઉપર જ કરવામાં આવી છે. પરંતુ પાપ છાપરે ચઢીને પોકારે માહિતી અધિકાર હેઠળ મેળવેલા વાઉચરો જ દર્શાવે છે કે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એટલું જ નહિ સરકારના રિઝર્વ બેંકના નિયમોનો ભંગ કરીને રૃા. ૪૯,૦૦૦ ને રૃા. ૨.૬૩ લાખ જેવી રકમ રોકડેથી ચૂકવવામાં આવી છે. એક જ વ્યક્તિના બે ગામમાં વાઉચર બન્યા છે. આ બંને વાઉચરમાં સહીઓ જુદી જુદી છે એક વાઉચર સક્કરગઢનું છે જેમાં રૃ. ૪૯૫૦૩ રોકડા ચૂકવ્યા છે. બીજું એ જ વ્યક્તિનુ વાઉચર રાજસ્થળીનું છે જેમાં રૃા. ૨.૬૩ લાખ રોકડા ચૂકવ્યા છે.

અમરેલીમાં જ રૃા. ૫૦૦ કરોડ, તો ગુજરાતમાં કેટલો ભ્રષ્ટાચાર ?
અમદાવાદ, ગુરૃવાર
અમરેલીના આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાને પૂછવામાં આવ્યું કે, સંઘાણીએ રૃા. ૫૦૦ કરોડ જેટલો ભ્રષ્ટાચાર તો માત્ર તેમના મતવિસ્તારનો છે તો બાકી અમરેલી જિલ્લો અને અન્યનું શું ? સુખડિયાનો જવાબ હતો કે, હું અમરેલીમાં સંઘાણીનો મતદાર છું એટલે મેં અમરેલી વિધાનસભા ક્ષેત્ર પૂરતી જ માહિતી મેળવી છે અને તેમાં જો આટલું કૌભાંડ થયું હોય તો સંઘાણીનું કાર્યક્ષેત્ર તો આખું ગુજરાત છે, તેમાં કેટલું કર્યું હશે એનો હિસાબ માંડવો પડે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભોપાલમાં પ્રદૂષણ માટે યુનિયન કાર્બાઇડ જવાબદાર નથી ઃ યુ.એસ. કોર્ટ

સાયપ્રસ આર્થિક કટોકટીમાં યુરો ઝોન આઇએમએફ બેઇલ-આઉટ કરશે
ઈરાકમાં બોમ્બમારામાં ૨૨નાં મોત

પાકિસ્તાનમાં વિસ્ફોટ પાંચના મોત ઃ ૧૮ ઘાયલ

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે

પોર્ટુગલને પેનલ્ટી શૂટ-આઉટમાં ૪-૨થી હરાવીને સ્પેન ફાઇનલમાં

વિમ્બલ્ડનમાં યોકોવિચ, સેરેના અને શારાપોવા ત્રીજા રાઉન્ડમાં
વેસ્ટ ઇન્ડિઝ 'એ'નો ભારત 'એ' સામે બે વિકેટથી વિજય
ગોવંડીમા વિવિધ બેકરી અને હોટેલો પર વ્યાપક દરોડા ઃ ૧૭ લાખ મજૂરોનો છુટકારો

જુંદાલના પિતાના ડીએનએ સેમ્પલ ખૂબ જ સીફ્તથી મેળવાયા હતા

ડોલર સામે રૃપિયો ૩૦ પૈસા વધતાં ડોલર રૃ.૫૭ની અંદર ઉતરી ગયો
રોજિંદા વપરાશની ખાદ્યસામગ્રીમાં ભરપૂર પ્રમાણમાં ભેળસેળ કરાય છે
વૃદ્ધની આંખમાંથી ડોક્ટરે સર્જરી વડે ૧૩ સે.મિ. લાંબું જીવતું કૃમિ કાઢ્યું
આજે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે
આ ઇવેન્ટમાં પણ બંને ખેલાડીઓ લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

લો ગાર્ડનની યાદો ઓલ ટાઈમ ફેવરિટ
મેરેજ બ્યુરોથી નહીં પણ લગ્ન તો ઉપરવાળાની મરજીથી જ થાય છે
કોલેજ કેમ્પસમાં સાઈન બોર્ડ થકી અરસ-પરસનો સીઘો સંવાદ
લવશીપ માટે બગીચો નહીં બસ બેસ્ટ
વિમેનમાં આફ્‌ટર ડિલીવરી ફિટ રહેવાનો ફંડા
રડતા બાળકને હસાવવું એ શિક્ષણનો એક ભાગ છે
સોશિયલ નેટવર્કંિગના રસિયાઓ દર છ મહિને મોબાઇલ બદલે છે
 

Gujarat Samachar glamour

આજે પણ સ્કૂલ લાઇફ યાદ આવે છે
અનુષ્કાને પબ્લિસિટીથી દૂર રહેવાનું મોંધુ પડશે
ઓગસ્ટે સલામન-કેટની આગામી ફિલ્મ રીલીઝ થશે
જિયા માનિક ઉપર આફતના વાદળો ઘેરાયા
કુંવારા ભણસાળીએ લખી ‘શીરી ફરહાદ કી...’ની કહાણી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved