Last Update : 27-June-2012, Wednesday

 

અબુ હમઝાની ધરપકડની વાત અત્યંત ગુપ્ત રખાયેલી

જોકે દિલ્હીની કોર્ટમાં હાજર કરાતાં એક પત્રકારે ભાંડો ફોડયો

નવી દિલ્હી, તા. ૨૬
મુંબઇ હુમલાના સૂત્રધારોમાં ગણાતા અબુ હમઝાની ધરપકડ ભારત માટે મોટી સફળતારૃપ ગણાય છે પરંતુ 'ઓપરેશન અબુ' પાર પાડવા માટે ભારતીય ગુપ્તચર સંસ્થાઓએ હાથ ધરેલી કામગીરી સાચા અર્થમાં 'ગુપ્ત' હતી. પરંતુ અદાલતી સૂત્રોએ કથિત રીતે લીક કરેલી માહિતીના કારણે સમગ્ર ઓપરેશન દેશ સમક્ષ છતું થઇ ગયું.
અબુ હમઝાની ધરપકડને ભારતીય ગુપ્તચર સંસ્થાઓ ગુપ્ત રાખવા માગતી હતી. આતંકવાદી હુમલાઓ માટે ભંડોળ એકઠું કરવા માટે લશ્કર-એ-તોઇબાએ હમઝાને સાઉદી અરેબિયામાં રાખ્યો હતો અને ભારતીય સંસ્થાઓ તેને સાઉદીથી પકડીને લાવી હતી. ૨૦૦૬માં મુંબઇની લોકલ ટ્રેનમાં થયેલા વિસ્ફોટો સહિત ભારતમાં થયેલા હુમલામાં સંડોવાયેલા લશ્કર-એ-તોઇબાના અન્ય આતંકીઓ પણ સાઉદીમાં છૂપાયેલા છે. આ તમામે હમઝાની ધરપકડની જાણ ન થાય તેની ભારતે પૂરતી કાળજી રાખી હતી.
આખું ઓપરેશન ગૃહમંત્રાલય, આઇબી અને રૉએ પાર પાડયું છે અને તેણે આ કાર્યવાહીની ગંધ વિદેશ મંત્રાલયને પણ આવવા દીધી નહોતી. પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના ઘનિષ્ઠ સંબંધોના કારણે ભારતીય અધિકારીઓની કામગીરી ઘણી કપરી બની ગઇ હતી.
જોકે અબુની ધરપકડ અને તેની ધરપકડના વોરંટ અંગેની માહિતી અદાલતના સૂત્રો દ્વારા કથિત રીતે લીક થતાં ગુપ્તચર સંસ્થાનું ઓપરેશન 'ગુપ્ત' રહ્યું નહીં.

અબુ હમઝા, ૨૬ નવેમ્બર અને ૧૦ તથ્યો
- ૨૬મી નવેમ્બરના રોજ હુમલો થતો હતો ત્યારે કરાચી ખાતેના 'કન્ટ્રોલરૃમ'માં પોતે હાજર હોવાનો હમઝાનો દાવો. મુંબઈમાં ૧૦ આતંકવાદીઓને માર્ગદર્શન આપનારા ૬ આતંદી નેતાઓમાં હમઝાનો પણ સમાવેશ થાય છે.
- 'કન્ટ્રોલરૃમ'માં પાક.ની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના અધિકારીઓ પણ હાજર હતાં.
- હમઝાને મહિનાની શરૃઆતમાં સાઉદી અરેબિયાથી ભારત લવાયો હતો. છેલ્લા એક વર્ષથી અબુ પર આઈબી અને એનઆઈએની બાજ નજર હતી.
- મુંબઈ હુમલામાં અજમલ કસાબ જીવતો પકડાતાં કરાંચીમાં 'હેન્ડલર્સ'ને તાત્કાલિક પાકિસ્તાન છોડી જવા કહેવાયું હતું. અબુ તે સમયે પાકિસ્તાની પાર્સપોર્ટ પર સાઉદી અરેબિયા નાસી ગયો હતો.
- અબુ હમઝા સહિતના ૧૦ નામો ધરાવતો ઝબિઉદ્દીન અન્સારી મહારાષ્ટ્રના બીડ જીલ્લાનો વતની છે. શરૃઆતમાં તે ઈન્ડિયન મુજાહિદ્દીનનો સભ્ય હતો અને ૨૦૦૬માં તે પાકિસ્તાન નાસી ગયો હતો.
- પુણેની જર્મન બેકરી વિસ્ફોટના શકમંદ લાલ બાબા મોહમ્મદ શેખે આ વિસ્ફોટમાં અબુનો પણ હાથ હોવાનું કહ્યું. ત્યારબાદ તેણે મુંબઈ હુમલા દરમિયાન આંતરાયેલી આતંકીઓ અને પાક. સ્થિત 'હેન્ડલર્સ'ની વાતચીતમાંથી અબુનો અવાજ ઓળખી કાઢ્યો હતો. જેના આધારે અબુને પકડવાની કવાયત હાથ ધરાઈ
- ૨૬મી નવેમ્બરના હુમલામાં અબુ ભારતીય તરીકે સંડોવાયેલો હતો અને આતંકીઓ સાથેની વાતચીતમાં તે યુવક અને પ્રશાસન જેવા હિન્દી શબ્દોનો ઉપયોગ કરતો હતો. તેણે આતંકીઓને હુમલા પહેલા હિન્દી પણ શીખવ્યું હતું.
- હમઝા ભારતને સોંપાતો અટકાવવા પાકિસ્તાન, સાઉદી અરેબિયા પર ભરપૂર દબાણ કરતું હતું. જેની પાછળ હુમલામાં પાક. ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની સંડોવણી છતી થવાનો ઈસ્લામાબાદનો ડર જવાબદાર ગણવામાં આવે છે.
- ભારતીય ગુપ્તચર અધિકારીઓએ બીડ ખાતેથી અબુના પરિવારના ડીએનએ નમૂના સાઉદી અરેબિયા મોકલ્યા હતાં જ્યાં અબુના ડીએનએ સાથે મેળ બેસતાં અંતે તેને ભારત લાવવાની કામગીરીમાં ગુપ્તચર સંસ્થાઓને મદદ મળી હતી.
- હાલ અબુ દિલ્હીની જેલમાં છે અને તેને પાંચમી જુલાઈ સુધી આ જેલમાં જ રખાશે. રાજધાની ઉપરાંત અન્ય રાજ્યોની તપાસ ટુકડીઓ અને પોલીસ પણ અબુની પુછપરછ કરે તેવી શક્યતા છે. જેમાં મુંબઈમાં ૨૦૦૬ની લોકલ ટ્રેનના વિસ્ફોટો અને ૨૦૧૦માં ક્રિકેટ મેચ અગાઉ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલા વિસ્ફોટની ઘટના અંગેની પૂછપરછન સમાવેશ થાય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved