Last Update : 27-June-2012, Wednesday

 

વિશેષ સેલ અને એનઆઇએની આકરી પૂછપરછમાં
૨૬ નવેમ્બરના હુમલાના આરોપી અબુ હમઝાએ ગુનો કબુલ્યો

હુમલા વખતે હમઝા લખવી અને પાક. સેનાના મેજર સાથે કરાચીમાં હતો

નવી દિલ્હી, તા. ૨૬
મુંબઇમાં થયેલા ૨૬/૧૧ના ગોઝારા હુમલાના સંદર્ભે દિલ્હીમાંથી પકડાયેલા સૈયદ જકીઉદ્દીન ઉર્ફે અબુ જિંદાલ ઉર્ફે અબુ હમઝાએ વિશેષ સેલ તેમજ રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ) સમક્ષ પોતાનો અપરાધ કબૂલી લીધો છે. છેલ્લાં છ વર્ષ દરમિયાન આચરેલા આતંકવાદી કૃત્યો અંગે તેણે 'ડિસ્ક્લોઝર' નિવેદન આપ્યું છે અને અન્ય રાજ્યોની પોલીસ તેની સઘન પૂછપરછ માટે રાજધાની ખાતે આવશે.
અબુની પૂછપરછ કરી રહેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેણે મુંબઇ હુમલા દરમિયાન ૧૦ આતંકવાદીઓને સેટેલાઇટ ફોન પર નિર્દેશો આપ્યા હતા અને તે સમયે અબુ લશ્કરએ તોઇબાના વડા ઝાકિરી રહેમાન લખવી, અબ્દુલ રહેમાન મક્કી અને પાકિસ્તાની સૈન્યના મેજર સાથે કરાચીમાં હતો. તેઓ ટી.વી. પર હુમલાનું જીવંત પ્રસારણ જોઇને આતંકવાદીઓને આગળની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપી રહ્યા હતાં.
મુંબઇ હુમલા દરમિયાન સલામતી સંસ્થાઓએ નરીમાન પોઇન્ટમાં હાજર આતંકવાદીઓને પાકિસ્તાનથી મળી રહેલા નિર્દેશોનું રેકોર્ડિંગ કર્યું હતું. જેમાં એક આતંકી નેતાએ હુમલાખોરોને 'યુવક' અને 'પ્રશાસન' જેવા શબ્દો કહ્યા હતા જેને મુંબઇમાં ઘૂસેલો આતંકી સમજી શક્યો નહોતો. આ શબ્દો સાંભળીને જ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે હુમલામાં કોઇ ભારતીયની સંડોવણીની શક્યતા વ્યક્ત કરી હતી.
હવે અબુએ સ્વીકાર્યું છે કે હુમલાખોરોને તેજ નિર્દેશો આપી રહ્યો હતો. પોલીસે તેનું વોઇસ સેમ્પલ લીધુ છ જેને હુમલાના હેન્ડલરના અવાજ સાથે સરખાવવામાં આવશે.
અગાઉ આ હુમલામાં પકડાયેલા એકમાત્ર જીવંત આતંકવાદી અજમલ કસાબે પોલીસને જણાવ્યું હતું કે તેમને કોઇ અબુ જિંદાલે શસ્ત્રોની તાલીમ તેમજ મુંબઇ અંગે વિગતો આપી હતી. અબુએ કરાચીના કાંઠેથી આતંકવાદીઓને શુભેચ્છાઓ સાથે મુંબઇ માટે રવાના કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અબુ ઝિંદાલ વાસ્તવમાં સૈયદ જકીઉદ્દીનને લશ્કર-એ-તોઇબાએ આપેલું નામ છે. મુંબઇ પોલીસે તેને આરોપી જાહેર કર્યો હતો અને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઉપરાંત રેડકોર્નર નોટિસ પણ બહાર પડાયા છે.
અબુ હાલ દિલ્હી પોલીસના કબજામાં છે. અને એનઆઇએ તેમજ મુંબઇ પોલીસ દ્વારા પણ તેની આકરી પૂછપરછ ચાલી રહી છે.

અબુ હમઝાની ચોંકાવનારી કબુલાત
૨૬ નવેમ્બરનો હુમલો ખરેખર ૨૦૦૬માં કરવાનો હતો
લશ્કરે તોઇબાનો શસ્ત્ર જથ્થો ઔરંગાબાદમાંથી ઝડપાઇ જતા યોજના ઊંધી વળી
નવી દિલ્હી, તા. ૨૬
ભારતીય સુરક્ષા એજન્સીઓએ ઝડપેલા ત્રાસવાદી અબુ હમ્ઝાએ કબુલ્યું છે કે વર્ષ ૨૦૦૮માં ૨૬મી નવેમ્બરે મુંબઇ પર કરવામાં આવેલો ત્રાસવાદી હુમલો બે વર્ષ અગાઉ એટલે કે વર્ષ ૨૦૦૬માં કરવાની યોજના હતી.
અબુ હમ્ઝા મુળ મહારાષ્ટ્રનો વતની છે. મુંબઇ હુમલાનું કરાંચીમાંથી સંચાલન કરનારા છ જણા પૈકી હમ્ઝા એક હતો. જયારે સામે છેડે મુંબઇમાં અજમલ કસાબ સહિત ૧૦ ત્રાસવાદીઓ હતા. તેઓ કરાંચીથી છુટતા ફરમાનોને અંજામ આપીને નિર્દોષ લોકોની લોથો ઢાળી રહ્યા હતા.
પાટનગર દિલ્હી ખાતે હમ્ઝાની પુછપરછ કરી રહેલા સુત્રોના જણાવ્યા અનુસાર હમઝાએ કબુલ્યું છે કે લશ્કરે તોયબાએ મુંબઇમાં વર્ષ ૨૦૦૬ માં એક સાથે સમાંતર કેટલાક હુમલા કરવાની યોજના બનાવી હતી. તેમાં પ્રતિબંધિત મુસ્લિમ સંસ્થા સ્ટુડન્ટસ ઇસ્લામીક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા (સીમી)ના યુવા સભ્યોનો ઉપયોગ કરવાની યોજના હતી. પણ તે ગાળા દરમ્યાન ઔરંગાબાદ ખાતે મોટા પ્રમાણમાં શસ્ત્રોનો જથ્થો જેમં એ.કે. ૪૭ મશીનગન્સ અને આર.ડી.એક્સ પકડાઇ જતા તે યોજનાને મુલતરી રાખવી પડી હતી. આ શસ્ત્રનો એવો જથ્થો હતો જેનો મુંબઇમાં હાહાકાર મચાવવા ઉપયોગ કરવાનો હતો. ઔરંગાબાદમાં ઝડપાયેલા જથ્થા અનુસંધાને કેટલીક વ્યક્તિઓ ઝડપાઇ હતી. પણ હમ્ઝા છટકી જવામાં સફળ થયો હતો. તે પાકિસ્તાન નાસી છુટયો હતો. એક વર્ષ પછી તે કુયોજનાને ફરી અમલમાં મુકવાની તૈયારી કરવામાં આવી. તે માટે તોયબાના આકાઓએ સ્થાનિક ત્રાસવાદીઓનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો. તે માટે અજમલ કાસબ સહીત ૩૦ જણાને તાલીમ આપવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૦૭માં તે ૩૦ ત્રાસવાદીઓમાંથી છાંટીને ૧૦ જણાને પસંદ કરાયા હતા. સપ્ટેમ્બર ૨૦૦૮માં આ ત્રાસવાદીઓએ ભારત તરફ આવવા પ્રયાસ કરેલો પણ તયારે સમુદ્રનું પાણી એટલું ઠંડુ હતું કે આવવું શક્ય ન બનતા નવેમ્બરમાં તેનો ૨૬મી તારીખે અમલ કરાયો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved