Last Update : 27-June-2012, Wednesday

 

સમગ્ર દેશમાં ચોમાસુ લંબાતાં ખેડૂતોમાં ચિંતા

દેશના ૬૯ ટકા ભાગમાં અપૂરતો વરસાદ ઃ દિલ્હીમાં ૨૯ જૂને ચોમાસુ બેસવા શક્યતા નથી ઃમોંઘવારીમાં વધારો થશે

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૬
લગભગ ૬૯ ટકા ભાગમાં દેશમાં આ વખતે ક્યાં તો વરસાદ પડયો જ નથી અને જો પડયો છે તો બહુ ઓછો. આ વર્ષે દિલ્હીમાં ચોમાસુ નિયત તારીખે બેસે તેવી શક્યતા નથી. પરિણામે ખેડૂતોમાં ચિંતા ઊભી થઈ છે અને આનાથી મોંઘવારી વધશે.
આજે હવામાન ખાતાની કચેરીએ જાહેર કરેલા આંકડા મુજબ, દેશના ૬૯ ટકા ભાગમાં વરસાદનો અભાવ છે.
હવામાન વૈજ્ઞાાનિકોએ કહ્યું કે તેમને આશા નથીકે દક્ષિણ-પશ્ચિમ (અગ્નિ) ચોમાસુ નોંધપાત્ર રીતે ઉત્તર ભારત તરફ આગળ વધે, આમ, દિલ્હીમાં ૨૯ જૂને ચોમાસુ બેસ તેવી ઓછી શક્યતા છે.
જો કે તેમણે કહ્યું હતું કે આવતા સપ્તાહે સારો વરસાદ જોવા મળશે કેમ કે પશ્ચિમ અરબી સમુદ્ર પર કેટલીક હવામાન પ્રણાલિ આયોજિત થવા સંભવ જણાય છે. વૈજ્ઞાાનિકોએ કહ્યું કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં સારો વરસાદ પડવાની આશા છે.
આ વર્ષે કેરળમાં ૫ જૂને ચોમાસુ બેઠું અને તે પછી દિલ્હી તરફ આગળ વધ્યું હતું પરંતુ ગયા સપ્તાહે વાતાવરણના તોફાને તેને અટકાવી દીધું હતું.

ગુજરાતમાં પણ વરસાદ ખેંચાયો
દેશમાં આ વર્ષે બિલકુલ વરસાદ નથી તેમ કહીએ તો ખોટું નથી. જો કે પૂર્વના ભાગો ખાસ તો અરુણાચલ પ્રદેશ અને આસામમાં પૂરની સ્થિતિ છે પણ હવામાન ખાતાના આંકડા મુજબ દેશના ૬૯ ટકા ભાગમાં વરસાદ નથી. આનું કારણ અલનીનો અસર મનાય છે. એક માહિતી મુજબ કદાચ છેલ્લાં ૩૦ વર્ષનું સૌથી ખરાબ ચોમાસું આ વર્ષે હોઈ શકે છે. હવામાન ખાતાની આગાહી ફરતી રહે છે. એપ્રિલમાં તેણે કહેલું કે ૯૯ ટકા વરસાદ પડશે પણ આજની તારીખે તે કહે છે કે દેશના ૩૯ ટકા ભાગમાં અપૂરતો વરસાદ છે. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની કૃપા છે. પરંતુ હજુ સત્તાવાર ચોમાસુ બેઠું છે તેમ કહેવાતું નથી. આ વર્ષે શિયાળામાં માવઠાં થવાના કારણે પાક બગડયા જ છે. ત્યારે હવે ચોમાસુ લંબાતા ધરતીપુત્રોમાં ભારે ચિંતા સર્જાય તે સ્વાભાવિક છે. આનાથી મોંઘવારી ઓર વધશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved