Last Update : 26-June-2012, Tuesday

 

ફિલ્મ સ્ટારોના ડ્રીમ રોલ...

 
અભિષેક બચ્ચન કહે છે કે એના માટે ‘ડ્રીમ રોલ’ જેવું કશું નથી હોતું! બધા રોલ સરખા જ હોય છે!
પણ એ તો એવું કહે, કારણકે એના રોલ પ્રેક્ષકો માટે તો ‘નાઇટમેર’ હોય છે ને? બાકી કયો એકટર ‘‘મારી જીંદગીનો સૌથી મહાન રોલ આવો હશે, તેવો હશે..’’ એવાં સપનાં નથી જોતો?
ચલો, જોઇએ આજના અલગ-અલગ ફિલ્મસ્ટારોના ડ્રીમ-રોલ કેવા છે?
* * *
તુષાર કપુર ઃ
એનું સપનું છે કે એને સપનાંમાં ય ‘એ-ઓ.. એ-ઓ’ કરીને બોલતા ગુંગાનો રોલ કરવાનો ના આવે.
* * *
અર્જુન રામપાલ ઃ
એને જુદાં જુદાં પાંચ જાતનાં મહોરાં પહેરતા વિલનનો રોલ કરવો છે... જેવી એના ચહેરા પર પાંચ જાતનાં એકસ્પ્રેશન તો આવે?
* * *
મલ્લિકા શેરાવત ઃ
મલ્લિકા માત્ર એક જ રોલ એવો કરવા માગે છે જેમાં લોકો એનો ‘ચહેરો’ જોતા હોય!
* * *
કરીના કપુર ઃ
એણે બે વાર તો સાઇઝ ઝીરોનો રોલ કર્યો. હવે એનું સપનું છે કે ‘હાડપંિજર’નો રોલ કરવો!
* * *
પ્રિયંકા ચોપરા ઃ
પ્રિયંકાએ તો એક ફિલ્મમાં બાર-બાર રોલ કરી નાંખ્યા છે! હવે વાત એનો ડ્રીમ રોલ શું હોઇ શકે? પણ એનું ય ડ્રીમ છે... એક ‘ગ્રોસ’ (૧૪૪) કેરેકટર ભજવવાનું!
* * *
રાખી સાવંત ઃ
રાખી સોનિયા ગાંધીનો રોલ ભજવવા માંગે છે. કારણકે એમાં મોટામાં મોટી ચેલેન્જ એ છે કે એણે ‘મુંગા’ રહેવું પડશે!
* * *
સલમાન ખાન ઃ
એનું સપનું હજી અઘૂરું છે અને કદાચ જીંદગીભર અઘૂરું રહેશે... ઐશ્વર્યાના હસબન્ડ બનવાનું!
* * *
શાહરુખ ખાન ઃ
શાહરુખનું સપનું જોરદાર છે ઃ એની ગળાની નસો ફૂલી ગઇ હોય, ચહેરો પસીનાથી રેબઝેબ હોય, વાળ વેરવિખેર હોય, બોડીના તમામ મસલ્સ ફૂલી ગયા હોય અને એ... વાનખેડે સ્ટેડિયમના સિક્યોરીટીવાળાને ‘દલીલો’માં હરાવતો હોય!
* * *
આમિર ખાન ઃ
એ તો ‘પરફેકશનીસ્ટ’ છે ને? એટલે બરોબર વિચારીને આપણને સાતેક જનમ પછી જણાવશે...
Share |
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved